________________
શ્રી રામ કથા અથવા જેન ગીતા સંબંધ
૨૫૫
મેરુપર્વત – હિમગિરિ– સુવર્ણ ગિરિ – ત્રિકૂટપર્વત એના નાંખવાના ક્ષોભથી વધતાં પાણીવાલા સમુદ્રને હું બાંધું?
તે વખતે દુ:ખી એવા રામે લક્ષ્મણ તરફ કહાં બહું ભોજનમાં તત્પર હોતે ને તે જમતો હતો. હું સૂઈ ગયે છતે સુઈ તો હતો. મારાપછી આપે જન્મ લીધો હતો.બીજું શું? જે આ ક્રમ છોડીને દેવલોની યાત્રા કરી તો તે શું? શોક્યથી ઉત્પન્ન થયેલો વિકાર પ્રગટ કર્યો? 5 દરેકે દરેક સ્થાનમાં સ્ત્રીઓ – દરેક પગલે પગલે મિત્રો અને તેજ દેશ હું જોતો નથી કે જયાં સહોદર ભાઈ હોય? |
સીતાનું હરણ કરાયું તે દુ:ખ મને નથી. લક્ષ્મણ હણાયો તેનું દુ:ખ મને નથી. એજ મોટું દુઃખ છે કે રાજયઉપર બિભીષણ સ્થાપન ન કરી શકયો.
- તે વખતે હનુમાને આ પ્રમાણે કહ્યું “બિભીષણનું સૈન્ય પશ્ચાત્તાપથી હણાતે છતે વાનરનો સ્વામી સુગ્રીવ ખેદ પામે છો. જાંબુવાન મૂઢ થયે છતે, વાનરનો સમૂહ ભેગો થઈને ફરીથી ઊભો રહે છતે શક્તિના મોટા દૃઢપ્રહારથી વાલ થયેલો લક્ષ્મણ મૂર્ણ પામે તે અને શ્રી રામ વિલાપ કરતે છતે હનુમાને કહ્યું કે બધા સ્થિર થઈને ઊભા રહો
પાતાલથી શું અમૃત રસને લાવું? અથવા ચદને પીડા કરીને અમૃતને લાવું? શું ઊગતા સૂર્યને અટકાવું? શું જલદી યમરાજાને કણ કણ ચૂર્ણ કરું. તે વખતે હનુમાનને રામે કહ્યું કે હનુમાન ! તું ચાર ભાઈઓમાં પાંચમો ભાઈ છે. હે મહાવીર તું જલદીથી મને ભાઈની ભિક્ષા આપ. બિભીષણે કહાં હે રામ! તમે ખેદ છોડી ઘે. ધીરજનો આશ્રય કરો. શક્તિવડે હણાયેલો મનુષ્ય એક રાત જીવે છે. તેથી ઉદ્યમ કરો. તે પછી લક્ષ્મણની રક્ષા માટે રામના આદેશથી સુગ્રીવ આદિ વિદ્યાધરોએ તેની ચારે તરફ સાત સૈન્ય કર્યા 5 સુગ્રીવ અંગદ – ચંદ્રાંશુ અને ભામંડલ વગેરે વિદ્યાઘરો લક્ષ્મણની રક્ષા માટે તેના શરીરને વીંટળાઈને ઊભા રહ્યા. ક હવે ભામંડલનો મિત્ર આકાશગામિની વિદ્યાઘરોનો અગ્રેસર – હિતની ઈચ્છાવાળો ભાનુનામનો વિદ્યાધર રામની પાસે આવીને નમસ્કાર કરી બે હાથ જોડી આ પ્રમાણે બોલ્યો. * અયોધ્યા નગરીની પાસે વીશયોજન પછી દ્રોણ રાજાવડે રક્ષણ કરાયેલું દ્રોણ પત્તન છે. ક ત્યાં હમણાં કેક્સીનભાઈ રાજા છે. તેને ઉત્તમ લક્ષણવાલી વિશલ્યાનામની પુત્રી છે. તે ગર્ભમાં હતી ત્યારે તેની માતાને અત્યંત દુ:શક્ય એવો જે રોગ હતો તે ક્ષય પામ્યો અને ઘણાં મનુષ્યો અને સ્ત્રીઓના રોગોપણ ક્ષણવારમાં ક્ષય પામ્યા. તેના શરીરને સ્પર્શેલો છે વાયુપણ જેના અંગમાં લાગે તેનો દુષ્ટ એવો પણ રોગ જલદી વિનાશ પામે છે. * દેવતાથી અધિષ્ઠિત એવું શલ્ય શરીરમાંથી નીકળી જાય છે. શક્તિ અને વ્યંતરી વગેરે જરાપણ પરાભવ કરતાં નથી. જો તેના હાથનો સ્પર્શ લક્ષ્મણના અંગને વિષે લાગે તો આ લક્ષ્મણ સાજો થાય. બીજી રીતે નહિં. * આ સાંભળીને રામે અંગદ ને ભામંડલ વગેરે ને કહ્યું કે તમે હમણાં અયોધ્યા નગરીમાં ભારતની પાસે જાવ અને ભરતની આગળ સીતાના હરણનું વૃતાંત. લક્ષ્મણને શક્તિનું તાડન અને વિશલ્યાને લાવવાનો વૃતાંત જણાવો. તે પછી ત્યાં જલદી જઈને રામે કહેલું ભરતને જણાવીને હનુમાન વગેરે દ્રોણપુરમાં ગયા. 5 રામે કહેલું બધું દ્રોણરાજાની આગળ કહીને હનુમાન – ભરતને દ્રોણરાજા સહિત તેજ રાત્રિમાં દ્રોણરાજાની પુત્રી વિશલ્યાને જલદીથી સ્વામીની ભકિતને ભજનારો તે રામની પાસે લાવ્યો. વિશલ્યાના હાથના સ્પર્શથી લક્ષ્મણના શરીરમાંથી જતી શક્તિ હનુમાનવડે આ પ્રમાણે બોલતાં હાથમાં પકડાઈ. હે શક્તિ તું શું રાવણની ચાકર છે? તે બોલી પહેલાં હતી હમણાં તો આપની ચાકર છું. ક હે હનુમાન ! મારી ઉપર દયા કરીને