________________
શ્રી રામ ક્થા અથવા જૈન ગીતા સંબંધ
છે કે હે શુધ્ધા ! લક્ષ્મણ સહિત શ્રી રામ પોતે કુશલ છે. હે સ્વામિની – આ ચિંતાવડે તું ચિત્તને વ્યાકુલ ન કર. હે મૈથિલીપુત્રી દેવી ! હમણાં નામાન્તરથી તું હે તારા વિરહથી રામે આ કંણ તેણે જલદી આપ્યું છે. ૐ હું તારા પતિનો સેવક હનુમાન નામે છું. મુદ્રિકાસહિત મને રામે તમારી સ્થિતિ જાણવા માટે મોક્લ્યો છે. ૐ આ વચન સાંભળીને જલદી હર્ષિત થયેલી સીતા મરણથી અટકી. સતીની આગળ મુદ્રિકા મૂકીને હનુમાને નમસ્કાર કર્યો. સીતાએ ઊભા થઇને નમસ્કાર કરી. તે મુદ્રિકાને સિંહાસનપર મૂકી પુષ્પોવડે પૂજા કરી વારંવાર હર્ષવડે તે મુદ્રિકાને નમસ્કાર કર્યો. કહયું છે કે દંડકારણ્યમાં રહેલા તે રામ લક્ષ્મણના આદેશથી રામની મુદ્રિકા સહિત હું અહીં આવ્યો છું. (૧) આ વચન સાંભળી ને સીતાએ મુદ્રિકાને મસ્તકની પાસે કરીને હર્ષ ર્યો ને વારંવાર તે મુદ્રિકાને નમસ્કાર કર્યો. હનુમાન પાસેથી રામનું કુશલ સાંભળવાથી એક્વીશ અહોરાત્રીને અંતે સીતાએ પારણું કર્યું સીતાએ હનુમાનને ક્હયું કે હે પુત્ર ! આ અગાધ ઘણાં પાણીના પૂરવડે કરીને મનથી પણ અગમ્ય એવો જે સમુદ્ર તું તર્યો ? હે પુત્ર ! તને હું ક્ષીણગાત્રવાલો જોઉ છું. તો તારાવડે સમુદ્ર કેમ તરાય ? (૧)
૨૪૯
આને ( વાનરને ) લક્ષ્મણનું તપ રક્ષણ કરો. તેનું સરળપણું પણ હનુમાનનું રક્ષણ કરો. આ બળવાન મુખવાલા એવા આનું કપટ રહિત મારુ અંત:કરણ પણ તેનું રક્ષણ કરો. (૨) રામના સ્મરણ માટે સીતાને મુદ્રિકા આપી સીતાનો ચૂડામણિ લઇને સીતાનાં બે ચરણોમાં નમસ્કાર કર્યો.
હનુમાન હે છે કે હે માતા ! તમારે જરાપણ ખેદ ન કરવો રાવણને મારીને રામ તમને અંગીકાર કરશે. તમે હંમેશાં જિનેશ્વરનાં ચરણોનું અને રામના નામનું સ્મરણ કરતાં ધર્મકાર્ય છોડશો નહિ અને દુ:ખ ન કરવું. આ ચૂડામણિ હું રામભદ્રને આપીશ. અને તેથી રામ તમને સતી જાણી હર્ષિત થશે. સીતાને નમસ્કાર કરીને જતાં હનુમાને શરુઆતમાં દેવરમણ ઉદ્યાનનાં વૃક્ષોને ભાંગી નાંખ્યાં. તે પછી વનપાલને માર્યો. ૢ અને તે પછી અક્ષને માર્યો. તે પછી હનુમાને જુદાં જુદાં વનોનો નાશ કર્યો. એટલામાં ત્યાં રાવણનો પુત્ર ઇન્દ્રજિત આવ્યો. યુધ્ધ કરતાં હર્ષિત ચિત્તવાલા ઇજિતે વેગથી હનુમાનને નિર્દયપણે નાગપાશના બંધનવડે બાંધ્યો. શક્તિ હોવા છતાં પણ વાયુપુત્રે ઇજિતને પોતાની જાતે પોતાની શક્તિ જરાપણ ન બતાવી. ઇજિતે હનુમાનને પિતાની પાસે લઇ જઇને કહયું કે આણે સીતાનાં ચરણોમાં નમસ્કાર કરી રામની શુધ્ધિ કહી છે. તેણે સીતાની પાસે ક્હયું છે કે : – લક્ષ્મણ સહિત રામ રાવણને હણીને જલદી તારો સ્વીકાર કરશે. 5 આણે દેવરમણ ઉધાનમાં રહેલાં વૃક્ષોને ભાંગી નાંખ્યાં છે. બીજું રક્ષણ કરતાં વનપાલ અક્ષ અને બીજાં વૃક્ષોને પણ ભાંગી નાંખ્યાં છે. હવે રાવણ બોલ્યો કે હે દુષ્ટ – પાપિષ્ઠ – અધમશિરોમણિ – તેં સીતાને રામચંદ્રના સંદેશાવગેરે ક્હયું છે. તેં ઉદ્યાનનાં વૃક્ષોનું છેદન આદિ પાપો કર્યાં છે. તું મરવા માટે અહીં આવ્યો છે. તું પોતાના સ્વામી રામનું સ્મરણ કર. હનુમાને હયું કે જેણે સીતાનું હરણ કરવાથી પાપ કર્યું છે. તેને મારો સ્વામી જલ્દી આલોચના આપશે. ( શિક્ષા કરશે. ) હે રાવણ ! જો તું આજેજ આ સીતાને છોડી દઇશ તો તારું કુશલ છે. નહિતર તો તારું મૃત્યુજ આવ્યું છે.
આ સાંભળીને રોષ પામેલા રાવણે સેવકોને ક્હયું કે આને ( હનુમાનને ) ખડગના પ્રહારવડે યમના મંદિરે પહોંચાડો. જેટલામાં રાવણવડે મોક્લાયેલા – હણવા માટે તૈયાર થયેલા સેવકો ખડગના પ્રહારવડે નિર્દયપણે હનુમાનને મારે છે. તેટલામાં જલદીથી હનુમાન નાગપાશને તોડીને રાવણના મુગટને પાપડના ઢગલાની જેમ ચૂરેચૂરા કરી નાંખ્યો.