________________
શ્રી રામ કથા અથવા જૈન ગીતા સંબંધ
આ પ્રમાણે સીતાનું વચન સાંભળીને જટાયુ પક્ષીએ ત્યાં આવીને ક્હયું કે : - હે દુરાશય ! તું આ સીતા સતીને હરણ ન કર. હે રાજા! આ હરણ કરાયેલી સીતા તારા આત્માને આલોક અને પરલોકમાં દુઃખ આપનારી થશે. આથી તેને તું ોડી દે. આ પ્રમાણે ક્હયું તો પણ જ્યારે રાવણ અટક્યો નહિ ત્યારે તે પક્ષી વેગથી રાવણને હણવા માટે ઘેડયો. અને આ પ્રમાણે ક્હયું કે હે રાક્ષસ ! શંકરના વરદાનની ભ્રાંતિવડે તું નીતિનું ઉલ્લંઘન ન કર. હે મૂર્ખ ! તોજ રોષ પામેલા શંકરે સીતાનું અપહરણ કરવામાં તને બુદ્ધિ આપી. જો એમ ન હોય તો ઇષ્ટકપાલ મંડળ ને ધારણ કરનારા ઇશ્વરવડે મસ્તકની શ્રેણીનું ખંડન કરીને ભક્તિવડે શા માટે આ પ્રમાણે ભેટનું અપાયું ?
હવે જટાયુ પક્ષીએ જ્યારે નખવડે રાવણના અંગને તોડી નાંખ્યું ત્યારે રાવણે તે પક્ષીને વેગથી યમના ઘરે મોક્લી દીધું. હવે ભય પામેલી સીતા તે વખતે ભામંડલને ઉદ્દેશીને બોલી કે હે ભાઇ ભામંડલ ! અહીં આ અધર્મથી મારું રક્ષણ કર. તે વખતે ભામંડલનો સેવક રત્નજટી વિધાધર રાવણવડે હરણ કરાયેલી સીતાને જાણીને તેનું રક્ષણ કરવા ઘેડયો. તે વખતે રાવણ તેને પાછળ આવતો જોઇને પોતાની વિદ્યાથી તેની વિધાનું હરણ કરીને પૃથ્વીપર પાડી નાંખ્યો. → તેના પત્નીપણાને નહિ ઇચ્છતી સીતાને રાવણે નિર્વિઘ્નપણે દેવરમણ નામના ઉદ્યાનમાં મૂકી. રાવણને વરવા માટે સ્ત્રીઓ વગેરેવડે બોધ કરાતી સીતા હે રામ ! હે રામ ! એ પ્રમાણેનું નામ મનમાંથી જરાપણ છોડતી નથી.
આ તરફ રામને આવતાં જોઇને લક્ષ્મણે કહયું કે સીતાને એક્લી મૂકીને હે ભાઇ ! તમે અહીં શા માટે આવ્યા ? ક્રૂ રામે યું કે તે પ્રયત્નપૂર્વક સિંહનાદ કર્યો હતો. તેથી તને સહાય કરવા માટે હું અહીં તારી પાસે આવ્યો. લક્ષ્મણે કહયું કે હે ભાઇ ! મેં સિંહનાદ કર્યો નથી. પરંતુ સીતાનું હરણ કરવા માટે કોઇએ સિંહનાદ ર્યો છે. તમે જલદી જાવ ને સીતાનું રક્ષણ કરો. હું સર્વ શત્રુઓને હણીને તમારાં ચરણોની સેવા કરવા માટે જ્લદી આવીશ. ફ્ક રામ પાછા આવ્યા. પોતાની પ્રિય પત્ની સીતાને નહિ જોતાં મૂર્છા પામી ક્ષણવારમાં પ્રાપ્ત કરી છે ચેતના જેણે એવા તે અત્યંત રુદન કરવા લાગ્યા. હે સીતા ! હે પ્રિયા ! હે પ્રાણવલ્લભા ! તું અહિ આવ. તું ઉત્તર કેમ આપતી નથી ? હે પ્રિયા! તું શું હમણાં ગુપ્ત રહી છે ?
4
અહીંથી તહીં ભમતાં “ સીતા” “ સીતા ” એ પ્રમાણે બોલતાં રામરાજાએ જેના પ્રાણ જવાની તૈયારીમાં
=
છે – એવા જટાયુ પક્ષીને જોયો. રામે જટાયુ પક્ષીની પાસે ઊભા રહીને તેના બે કાનોમાં નવકારમંત્ર આપી ધર્મને જાણવામાં શિરોમણિ એવા રામે તેને દેવલોક પમાડયો
હયું છે કે :
पंच नमुक्कारे समायाते, वच्चंति जस्स दस पाणा, सो जड़ न जाई मुक्खं, अवस्स वेमाणिओ होइ ॥ ११ ॥ भावनमुक्कार विवज्जियाई, जीवेण अकयकरणाई, गहिआणि य मुक्काणिय, अणंतसो दव्वलिंगाणि ॥२॥