________________
શ્રી રામ ક્થા અથવા જૈન ગીતા સંબંધ
થયા.
૨૪૩
એક વખત તીર્થનું માહાત્મ્ય સાંભળીને રાવણરાજા દરેક ગામમાં મહોત્સવ કરતો મોટા સંઘ હિત શ્રી શત્રુંજ્ય તીર્થં ગયો ... ત્યાં સ્નાત્રપૂજા વગેરે મુખ્ય પુણ્ય કાર્ય કરી રાવણ શ્રી ઋષભદેવ પ્રભુનાં ચરણોમાં નમસ્કાર કરી ગિરનાર પર્વતપર ગયો. અને ત્યાં શ્રી નેમિજિનેશ્વરની ભાવપૂર્વક પૂજા કરીને સુંદર ઉત્સવપૂર્વક રાવણ પોતાના નગરમાં આવ્યો. અહીં પોતાની જાતે વિસ્તાર ક્લેવો
આ તરફ રામ દંડકારણ્યમાં રહયા હતા ત્યારે વનમાં ભ્રમણ કરતા લક્ષ્મણે એક ખડગ જોયું. કૌતુકથી તે ખડગને હાથમાં લઇને જોડે રહેલી વાંસની ઝાડીને કમળના નાળની જેમ છેદીને આગળ પડેલ એક મસ્તક જોયું લક્ષ્મણે વિચાર્યું કે મૂરખપણાથી મેં કોઇ માણસને મારી નાંખ્યો. નહિ યુદ્ધ કરતાં મનુષ્યને મારવાથી નરકને આપનારું પાપ થાય છે. તલવાર લઇ – લક્ષ્મણે આવી રામની પાસે મનુષ્યવધ યો. રામે હયું કે હે વત્સ ! તેં હમણાં સારું ન કર્યું. જે મનુષ્યને તેં હણ્યો છે તેનું આ ચન્દ્રહાસ ખડગછે કોઇ મનુષ્ય અથવા સ્ત્રી તેની ઉત્તરસાધિકા છે.
卐
આ બાજુ સુર્પણખા પોતાના પુત્રને સિધ્ધ વિધાવાળો જાણીને ત્યાં આવી. પુત્રના મસ્તને કપાયેલું જોઇને આ પ્રમાણે બોલી હે વત્સ ! સ્વચ્છ ! શંબૂક ! તને ક્યા શત્રુએ યમની સભામાં મોક્લ્યો ? હમણાં તારા વિના હું મરી ગઇ. ત્યાં મનુષ્યના પગની શ્રેણી જોઇને અને બીજે ઠેકાણે જતી એવી તેણીએ નજીકના વનમાં કામદેવ સરખા રામને જોયા. ૬ મોહ પામેલી તેણીએ રામ પાસે ભોગસુખની પ્રાર્થના કરી. રામે ક્હયું કે અહીં મારી પ્રિયા છે. હે સ્ત્રી ! તું લક્ષ્મણને વર. સુર્પણખાએ ભોગમાટે લક્ષ્મણને પ્રાર્થના કરી. તેણે કહયું કે હું ક્યારે પણ પરસ્ત્રીને અંગીકાર કરતો નથી. કહયું છે કે અસત્ય – સાહસ – મૂર્ખપણું – અતિલોભીપણું – સ્નેહરહિતપણું – ને નિર્દયપણું એ સ્ત્રીઓના સ્વાભાવિક દોષો છે.
બન્ને તરફથી ભ્રષ્ટ થયેલી. પુત્રને યાદ કરી મસ્તકને કૂટતી સુર્પણખાએ પતિની આગળ પુત્રનો વધ યો. આ સાંભળીને અત્યંત રોષપૂર્વક ખર વગેરે વિધાધરો ચૌદ હજાર વિધાધરો સાથે તે વખતે ચાલ્યા. ઘણા શત્રુઓને આવતાં જોઈને રામે ક્હયું હે લક્ષ્મણ તું અહીં રહે. હું બધા શત્રુઓને હણું છું લક્ષ્મણે કહયું કે હે રામ ! તમે અહીં રહો. સીતાનું રક્ષણ કરો. તમારી મહેરબાનીથી હું રમતમાત્રમાં શત્રુઓને હણીશ.. રામે કહયું હે ભાઇ ! જો, તને શત્રુનું સંકટ થાય તો સિંહનાદથી શત્રુઓનો નાશ કરનારા મને જણાવજે રામના આદેશને મસ્તકને વિષે જલદી ગ્રહણ કરી નમસ્કાર કરી લક્ષ્મણ તે શત્રુઓને હણવા માટે ધનુષ્યને બાણ સહિત શબ્દમય કરતો ગયો. લક્ષ્મણ ક્રોધ પામે છે. ત્યારે સૂર્પણખાએ રાવણ પાસે આવીને કહયું કે કામદેવ સરખા બે મનુષ્ય ભાઇઓ દંડક્વનમાં છે. તમારા ભાણેજ શંબૂક વિધાધર છે. તેને મારી નાંખ્યો છે. મારી વાણીથી તમારા બનેવી તેમના વધની ઇચ્છાથી ગયા છે. લક્ષ્મણની સાથે તે તમારા બનેવી શત્રુ સાથે અત્યંત ભયંકર યુધ્ધ કરતાં વર્તે છે. સીતાસહિત તેના મોટાભાઇ રામ પોતાના મજબૂત બલવડે કરીને વનમાં પણ જગતને તૃણની જેમ માને છે. પોતાના રૂપથી જેણે દેવીઓને જીતી લીધી છે. તેવી તે સીતા છે. સર્વ – લક્ષ્મી – રતિ ને પ્રીતિ વગેરે દેવીઓ જેની આગળ તૃણસમાન છે. હે ભાઇ ! તે જ સીતા જો