________________
શ્રી રામ કથા અથવા જેન ગીતા સંબંધ
ર૪૧
પાણીને વિષે વનસ્પતિમાં રહેલો અને સર્વ પ્રાણીઓમાં રહેલો છું. (૫)જે મને સર્વમાં રહેલો જાણીને ક્યારે પણ હિંસા ન કરે. તેને હું નાશ કરતો નથી. અને તે મારો નાશ કરતો નથી. (૬) મરાતાં એવા કોઈ જીવને સોનાનોપર્વત અથવા રાજય પણ આપે તો પણ તે અનિષ્ટનો ત્યાગ કરીને જીવ – જીવિતને ઈચ્છે છે. (૭)
યજ્ઞસ્તંભ કરી, પશુઓને કાપી લોહીનો કાદવ કરી જો સ્વર્ગમાં જવાનું હોય તો નરકમાં કોણ જાય? (ક) ઈત્યાદિ ઘણા શ્લોકોવડે કરીને રાવણે હિંસામય યજ્ઞનો નિષેધ કરી બ્રાહ્મણો પાસે દયામય ધર્મ અંગીકાર કરાવ્યો. 5 કર્યું છે કે:
आत्मानदी संयमतोयपूर्णा - सत्यावहाशीलतटादयोर्मिः॥ तत्राऽभिषेकं कुरू पाण्डुपुत्र! न वारिणा शुद्ध्यति चान्तरात्मा ॥४८८॥
આત્મારૂપી નદી – સંયમરૂપી પાણીથી ભરેલી –સત્યને વહન કરતી શિયલરૂપ નિારાવાળી ને યારૂપી તરંગવાલી છે. હે પાંડુપુત્ર!ત્યાં તું સ્નાન કર. અંતરઆત્મા પાણીવડે શુધ્ધ થતો નથી. તે પછી તે બ્રાહ્મણો આદરપૂર્વક જૈનધર્મને કરતાં શ્રી શત્રુંજય તીર્થઉપર હર્ષથી લાંબાકાળ સુધી તપ કરવા લાગ્યા 5 અનુક્રમે કર્મક્ષય કરી – શ્રી શત્રુંજય તીર્થઉપર મોક્ષે ગયા. ત્યાં રાવણે તાપસ નામે વિહાર (મંદિર) બનાવ્યું. હવે રાવણે અનેક ચાર સહિત હાથી ઘોડાના સૈન્યથી શોભતાં કુંભકર્ણ વગેરે ભાઇઓને નલકુબર નામના શત્રુને જીતવા માટે ઘણાં સારાં શુકનો થયાં ત્યારે સારા દિવસે મોલ્યા. પોતાની નગરીમાં ચારે તરફ સેંકડો યોજન સુધી આશાલી નામની વિદ્યાવડે કરીને બલવાન એવો ઉલ્લો શત્રુરાજાએ કર્યો તે નગરીની પાસે કુંભકર્ણ વગેરે રાજાએ સળગતી જવાળાઓવડેવીટળાયેલાએ સ્બિાને જોઈ શક્તા નથી. ક કુંભકર્ણ વગેરે રાજાઓ તે નગરીમાં પ્રવેશ કરવા માટે અશક્ત – દીનમાનવાળાને લજજા પામેલા ચિત્તવાલા થયા ત્યાંથી પાછા ફરી રાવણની પાસે આવીને તેઓએ દુર્લધ્ય નગરનું અગ્રાહ્ય સ્વરૂપ જણાવ્યું. ક હવે રાવણ – દુર્લધ્ય નગર પાસે આવીને ત્વરિતપણે સળગતાં અનિમય લ્લિાને જોયો ક ત્યાં રાવણરાજાએ અગ્રાય નગર જાણીને અદ્વિતીય ચિત્તવાલા તેણે સર્વ ઈચ્છિત આપનારી વિદ્યાને યાદ કરી. હવે રાવણ ઉપર અનુરાગવાલી નલકુબરની પત્નીએ પોતાની જાતે આવીને તે રાવણને જલદી આશાલીની નામની વિધા આપી. ક તેજ વિધાથી જલદીથી અગ્નિમય ફ્લિો દૂર કરીને તે નગર અને સુદર્શન નામનું ચક્ર – તેણે ગ્રહણ કર્યું. (૫૦) કહયું છે કે:
ધર્મથી ઉત્તમ કુલમાં જન્મ થાય છે. ધર્મથી દિવ્યરૂપની પ્રાપ્તિ થાય છે. ધર્મથી ધનની સમૃદ્ધિ થાય છે. ધર્મથી – વિસ્તારવાલી કીર્તિ થાય છે. (૧)
ધર્મ એ તુલના ન કરી શકાય એવું મંગલ છે. ધર્મ એ સર્વ દુઃખોનું અતુલ ઔષધ છે. ધર્મ એ મોટું બલ છે. ધર્મ એ ત્રાણ અને શરણ છે (૨)
હવે નલકુબર રાજાએ રાવણને પ્રણામ કરીને હયું કે હે રાવણ હવે પછી હું તમારોજ સેવક છું " રાવણે તેને તે રાજ્ય આપીને તેની પ્રિયાને તું મારી બહેન છે એમ કહીને પોતાની નગરીમાં મોક્લી. તે પછી રાવણે