________________
શ્રી રામ કથા અથવા જૈન ગીતા સંબંધ
ૐ આ તરફ વૈતાઢ્ય પર્વતઉપરથી શ્રી કંઠ નામના વિદ્યાધરને લાવીને તે કીર્તિધવલ વિદ્યાધરે વાનદ્વીપને વિષે નિવાસ ર્યો. ત્યાં ત્રણસો યોજન પ્રમાણવાલા કિષ્કિંધ નામના પર્વતઉપર કિષ્કિંધા નામની નગરીમાં તેણે નવીરાજધાની સ્થાપન કરી. જે વિદ્યાધરો વાનરદ્વીપમાં રહેતા હતા તેઓ • વાનર • હેવાયા અને જેઓ વાનરના અંગને ધારણ કરનારી વાનર ” નામની વિધાને સાધતા હતા
૨૩૩
66
6
.
શ્રીકંઠ નામના વિધાધરથી “ વાનરી ” વિધાને જાણનારા ઘણા રાજાઓ થયા ત્યારે મુનિસુવ્રતસ્વામીના તીર્થમાં ઘનોદધિ ” નામે વાનર વિધાધર થયો. તે વખતે લંકાદ્વીપનો અધિપતિ તડિકેશ નામે રાજા થયો * તડિકેશ • અને “ ઘનોધિ ” એ બન્નેને પરસ્પર પ્રીતિ થઇ. કિષ્કિંધા નગરીમાં ઘનોદધિનો પુત્ર િિધિ થયો. લંકાનગરીમાં તડિકેશ રાજા પછી સુકેશ નામે વિદ્યાધરપતિ થયો. આ બાજુ વૈતાઢ્યપર્વતઉપર ચક્રવાલ નામના નગરમાં ઘણી વિધાઓને ધારણ કરનાર “ અશનિવેગ ” નામે વિદ્યાધર થયો. ૬ એક વખત સવારમાં ઊઠીને અશનિવેગ વિચારવા લાગ્યો કે જો પૃથ્વીપીઠને જોઇએ તો જન્મ સફલ થાય. TM હયું છે કે :- જુદાં જુદાં તીર્થ અને નગરથી યુક્ત એવી આ પૃથ્વી ભ્રમણ કરતાં જોઇએ તો આ જન્મ વખાણવા લાયક ગણાય. અને પોતાની શક્તિ જાણી શકાય.
મનુષ્ય બહાર નીક્ળીને અનેક આશ્ચર્યથી ભરેલી – સઘળી પૃથ્વીને જોતો નથી તે મનુષ્ય કૂવાના દેડકા જેવો છે. કહયું છે કે જુદાં જુદાં ચરિત્રો જોવાય. સજજન અને દુર્જનોનો વિશેષ ( તફાવત ) જણાય. અને પોતાને પણ ઓળખી શકાય. તે કારણે પૃથ્વીપર ભ્રમણ કરવું જોઇએ. આ પ્રમાણે વિચાર કરી તે વિદ્યાધર પોતાના નગરમાંથી તે વખતે પૃથ્વીમંડલ જોવામાટે પોતાના વિમાનમાં રહેલો નીક્ળ્યો. ભમતો એવો તે અશનિવેગ કિષ્કિંધા નગરીમાં કિષ્કિંધી અને સુકેશવડે જરાપણ સન્માન ન કરાયો. ત્યારે અનેિવેગ જેટલામાં તે બન્નેને હણવાની ઇચ્છાવાલો થયો. તેટલામાં કિષ્કિંધી અને સુકેશ યુધ્ધમાં તૈયાર થયા. તે અશનિવેગે તે વખતે યુધ્ધમાં કિષ્કિંધી અને સુકેશને જીતી લીધા. ત્યારે તેનાથી ભયપામતાં તે બન્નેએ પાતાલલંકામાં વાસ કર્યો. તે પાતાલલંકામાં સુકેશરાજાને ઉત્તમશીલગુણથી શોભતી ઇંદ્રાણી નામે પત્ની થઇ. તે ઇન્દ્રાણીએ સારા લગ્નમાં સારા દિવસે અનુક્રમે માલિ – સુમાલિ અને માલ્યવાન નામના પુત્રોને જન્મ આપ્યો. કિષ્કિંધી રાજાની વિશિષ્ટ પત્ની શ્રીમાલાએ આદિત્યરજા અને ઋક્ષરજા નામના બે પુત્રોને
જન્મ આપ્યો. કિષ્કિંધિ શાશ્વત તીર્થંકરોને પ્રણામ કરીને મધુપર્વતપર આવ્યો. અને ત્યાં કિષ્કિંધ નામનું નગર સ્થાપન
કરીને નિવાસ ર્યો. રોષ પામેલા સુકેશના પુત્રોએ લંકાનગરીમાં આવીને અશનિવેગના નિર્ધાત નામના સેવકને મારી
卐
તે વખતે લંકાનગરીમાં પૃથ્વીનું પાલન કરનાર માલી રાજા થયો. અને કિષ્કિંધા નગરીમાં ઉત્તમ
નાંખ્યો. નીતિવાળો આદિત્યરજા રાજા થયો. તે માલિરાજાને આદિત્યરજા ઉપર ઘણી પ્રીતિ હતી. અને ભેટ્યાં આદિ આપવાવડે
તે બન્નેની પ્રીતિ વધે છે. મૈં અશનિવેગ વિધાધરને ગુણસુંદરી નામે પત્ની હતી. અને સહસ્રાર નામે મનોહર પુત્ર હતો. સહસ્રારને ચિત્રસુંદરી નામે પત્ની થઇ અને માતા–પિતાને હર્ષ આપનારો ઇન્દ નામે પુત્ર થયો. અને તે ઇન્દ્ર – ઇન્દ્રની જેમ સમસ્ત લોકપાલની વ્યવસ્થાવડે રાજ્ય કરતો સઘળા જગતને તૃણ જેમ માને છે.
ઇન્દે પાતાલલંકામાં ઘણા સેવકો સહિત – રાક્ષસવંશના વાનોને સેવક ભાવે કર્યાં. આ બાજુ પૃથ્વીનું રક્ષણ કરતા વિદ્યાધરના સ્વામી ઇન્દે – રાજાઓને નામ આપીને લોકપાલો સ્થાપન કર્યા. 6 ચાર લોકપાલો – સાત સૈન્ય – ત્રણ પર્ષદાઓ ઐરાવણ નામે હાથી અને વજ નામે મહાહથિયાર. (૧) તેને ત્રણ હજારને ચાલીશ સ્ત્રીઓ હતી.