________________
શ્રી રામ ક્થા અથવા જૈન ગીતા સંબંધ
વ્યાધિવડે પીડા પામેલો થયો. ખ઼ આ પ્રકારના રોગથી ગ્રસિત થયેલા તેણે દેદીપ્યમાન પૌરુષથી શોભતાં (એવા) તેણે દુઃસાઘ્ય એવા પણ સેંકડો રાજાઓને સાધ્યા. તે રાજા શત્રુઓને જીતતો સુરાષ્ટ્ર દેશમાં ગયો. ત્યાં શ્રી શત્રુંજય ગિરિ ઉપર દેવોને નમસ્કાર કરીને દેવપત્તન નગરમાં ગયો. આ બાજુ રત્નસાર નામનો વહાણવટી ધનમાટે વસ્તુઓવડે વહાણભરીને સમુદ્રમાર્ગે ચાલ્યો. શુભવાયુથી સમુદ્રમાં વહાણ ત્રીસ દિવસ ચાલ્યું. એકત્રીસમા દિવસે વણિકપતિ રત્નસાર વણિકે દ્વીપને જોઇને ( દીવ બંદરને જોઇને ) – ઘણું દાન આપીને ઘણાં વાજિંત્રોના અવાજોવડે સર્વ આકાશતલને ભરી દીધું.
૨૧૯
તે વખતે અકસ્માત વાદળાંના મંડપવડે આકાશતલને ઢાંકી દેતો હાથીની જેમ ગર્જના કરતો ભયંકર આકારવાલો મેઘ ક્ષણવારમાં ત્યાં આવ્યો. વંટોળિયાથી આવર્તમાં ભમતા વહાણને જોઇને વહાણવટીએ લોકોને કહયું કે વહાણ ભાંગવાથી હમણાં તમારા પ્રાણો ચાલ્યા જશે. માટે હે લોકો ! તમે આદરપૂર્વક પોતપોતાના દેવને યાદ કરો. તે પછી સર્વલોકો સાધુની જેમ ધ્યાનને પામેલા એકાગ્રમનવાલા થયા. વરસતાં એવા વરસાદવડે મનુષ્યો ખરેખર જીવે છે. તે જ હમણાં શીઘ્રપણે જીવોનો વિનાશ કરશે. આળોટતાં દડાની જેમ હમણાં ચારે તરફથી તરંગરૂપી લાકડીવડે કરીને હણાયેલું વહાણ એક્દમ ટુકડા થઇ જશે. જેટલામાં આ વહાણ ભાંગી ન જાય. જયાં સુધીમાં લોકો ડૂબી ના જાય ત્યાં સુધીમાં સમુદ્રમાં પડીને હું પ્રાણોનો ત્યાગ કરું આ પ્રમાણે વિચારીને શેઠ જેટલામાં વહાણના છેડે પ્રાણોનો ત્યાગ કરવા માટે ગયા. તે વખતે અકસ્માત્ તેમના કાનને હર્ષઆપનારી દેવવાણી થઇ.
હે રત્નસાર વણિક ! તું મર નહિ – સ્થિર રહે. આ બધું મેં હમણાં તારા હિતને માટે કર્યું છે. કે આ સમુદ્રની અંદર લ્પવૃક્ષના સંપુટમાં ઢંકાયેલી ભાવિ જિનેશ્વર શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા છે. બલિના ( ઇન્દના ) ઘરમાં તે પ્રતિમા એક લાખવર્ષ સુધી ધરણેન્દ્રે પૂજી છે. અને એક લાખ અને છસો વર્ષસુધી કુબેરે પૂજી છે. અને વરુણદેવે પોતાના ઘરમાં સાતલાખ વર્ષસુધી પ્રતિમાની ક્લ્યાણ અને સુખને માટે પૂજા કરી છે. હમણાં ઇક્ષ્વાકુ કુળમાં ઉત્પન્ન થયેલ અજયરાજાના ભાગ્યથી તેના રોગને દૂર કરવા માટે આ શ્રી પાર્શ્વનાથનું બિંબ તમને આપવા માટે હું ઇચ્છું છું. તે રાજા સર્વ દિશાઓને જીતીને આ શ્રેષ્ઠ દીવનામના પત્તનમાં આવ્યો છે. તેથી તેને ઉત્તમ સંપત્તિમાટે તે બિંબ તું આપ.
દેવીનું આ વચન - રત્નસાર
શ્રી અજયપાલ રાજાના બધા રોગો શ્રી પાર્શ્વનાથ ભગવંતની પૂજા કરવાથી દૂર થશે. ને સંપતિઓ થશે. તે પાર્શ્વનાથ ભગવંતની નિરંતર પૂજા કરતા તને સંપત્તિઓ અને રાજમાન્યપણું આ લોકમાં થશે, ને પરલોકમાં મોક્ષ થશે. હું તે પ્રતિમાની સેવા કરનારી પ્રભાવતી દેવી છું. આ મેઘવિણા વગેરે સર્વ મેં કર્યું છે. સાંભળીને રત્નસારે સમુદ્રમાં સેવકોને પ્રવેશ કરાવીને સંપુટમાં રહેલા શ્રી પાર્શ્વનાથપ્રભુને બહાર કાઢ્યા. વણિક તે સંપુટને જેટલામાં ઘરની અંદર લઇ ગયો. તેટલામાં મેઘ નાશ પામ્યો. ને સમુદ્ર ગંભીર થયો. શ્રી પાર્શ્વનાથ પ્રભુ દ્વીપમાં રહ્યા હતા ત્યારે કરિયાણું વેચીને તે કરિયાણાથી ત્રણગણું ધન ઉપાર્જન કર્યું. તે વહાણવટીએ સોંઘી વસ્તુઓવડે વહાણભરીને તે વહાણ જિનેશ્વરનું સ્મરણ કરતાં દીવબંદર તરફ ચલાવ્યું. પાર્શ્વનાથ પ્રભુના પ્રભાવવડે કરીને રત્નસાર વણિક સુખપૂર્વક અતિસુંદર એવા દ્વીપપત્તનમાં વહાણને લઇ ગયો.
તે પછી
તે પછી
શ્રી