________________
૨૧૬
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર
ભરતરાજા મોક્ષ પામ્યા પછી એક ફ્રોડ પૂર્વ ગયા ત્યારે દ્રાવિડને વારિખિલ્લ શ્રી સિદ્ધગિરિઉપર મોક્ષ પામ્યા. જ્યારે શ્રી સિદ્ધગિરિઉપર ક્ષય થયાં છે કર્મ જેમનાં એવા તે તાપસી મુક્તિ પામ્યા ત્યારે દેવોએ મહોત્સવ કર્યો. દ્રાવિડના પુત્રે ઘણા ધનનો વ્યય કરતાં તે તાપસનો મહોદય (નિર્વાણ) મહોત્સવ ર્યો. દ્રાવિડને વારિખિલ્લના ઘણા પુત્રોએ રાજય પામી અને રાજ્યને છેડી સંયમ લક્ષ્મીને ગ્રહણ કરી અનુક્રમે શ્રી શત્રુંજયગિરિઉપર જઈ બાકીનાં કર્મના સમૂહનો ક્ષયકરી મોક્ષનગરીના સુખને તેઓ પામ્યા. જે શ્રી શત્રુંજયની પાસે દશ ક્રોડ મુનિઓ સાથે વારિખિલ્લ સહિત દ્રાવિડ મુક્તિનગરીને પામ્યા. તે સ્થાનની મનુષ્ય અને દેવોએ તે વખતે ઘણી ભક્તિપૂર્વક પૂજા કરી.
ત્યાં હમણાં સિધ્ધનામનું શ્રેષ્ઠ નગર છે. મિથ્યાત્વથી તીર્થનો (નાશ) અભાવ થવાથી સમ્યક્વવાળાઓવડે તે તીર્થ છોડી દેવાયું છે.
શ્રી દ્રાવિડ અને વારિખિલ્લ રાજાને મુક્તિએ જવાનો સંબંધ સંપૂર્ણ.
શ્રી રામ કથા – અથવા - જૈનગીતાસંબંધ
जहिं रामाइ तिकोडी, इगनवई अनारयाइ मुणिलक्खा। जायाउ सिद्धिराया, जयउ तयं पुंडरीतित्थं ॥२०॥
જ્યાં શ્રી રામની સાથે ત્રણ કરોડ અને નારદની સાથે એકાણું લાખ મુનિઓ સિધ્ધિના રાજા થયા. તે પુંડરીક તીર્થ જયવંતુ વર્તે છે તે આ પ્રમાણે :
આદિત્યયશા વગેરે પુણ્યશાળી એવા અસંખ્યરાજાઓ થયા ત્યારે ઉત્તમ શોભાવાલી અયોધ્યા નગરીમાં વિજયનામના રાજાને હિમચૂલાનામે પ્રિયા હતી. વજુબાહુ અને પુરંદર નામના બે શ્રેષ્ઠ પુત્રો હતા 5
(૧-૨) રામાયણની અંદર કુલ શ્લોકો-૧૯૫૫ - હોવાથી દરેક શ્લોકને છેડે નંબર આંક મૂકયો નથી. પણ તેના ઠેકાણે મૂક્યો છે. અને દરેક - ૧૦૦ - શ્લોક નંબર મૂકેલ છે. તથા સુભાષિતના નંબર છે તે જ રાખ્યા છે. તેની નોંધ લેવી.