________________
૨૦૪
શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર
ત્યાં એક વખત ભિક્ષા માટે એક સાધુ ગયા. તેટલામાં તે બાહ્મણે તે સાધુને કર્કશપણે હાંક મારી. સાધુએ હયું કે શ્રી ઋષભદેવ પ્રભુના પુત્ર ભરતરાજાએ બ્રાહ્મણોને ભણવા માટે જે અહિંસક વેદો ર્યા હતા તે વો લોભી એવા બ્રાહ્મણોએ કાળક્રમે આજીવિકાને માટે દુર્ગતિને માટે હિંસાત્મક ક્ય. આ પ્રમાણે સાંભળીને રોષ પામેલો તે બ્રાહ્મણ વિગથી કડછે ઉપાડીને મુનિ હણવા માટે ઘડ્યો. થાંભલામાં અથડાયેલો પૃથ્વી ઉપર પડી ગયો. પીડાથી મરીને તે બ્રાહ્મણ શ્રી સિધ્ધગિરિની પાસે સિંહનામના ઉધાનમાં અત્યંત ક્રૂર ચિત્તવાળો સિંહ થયો. ત્યાં રહેલો તે સિંહ લેપના વશથી અનેક પ્રાણીઓને હણે છે. તેથી ત્યાં કોઈ પણ આવતું નથી. ભમતો ભમતો તે સિંહ શ્રી શાંતિનાથ ભગવાનને જોઈને પોતાના હાથને (પંજાને) ઉપાડીને લાલ નેત્રવાલો હણવા માટે ઘડ્યો. ઘેલો સિંહ વૃક્ષના અંધ ઉપર ઢેફાની જેમ દઢપણે અફળાઈને પાછો પડ્યો. ને ક્ષણવારમાં લાકડાની જેમ ભૂમિપર પડી ગયો.
વારંવાર ઊભા થઈને પ્રભુને હણવા માટે ઘેલો સિંહ – ઢેફાની માફક પૃથ્વી પર પડ્યો. ને તે પછી તેના દેહમાં કોઢ થયો. તે પછી વારંવાર મુનિને જોતાં હૃદયમાં આ પ્રમાણે વિચારવા લાગ્યો કે કોઈક સ્થળે આવા પ્રકારના સાધુને મેં જોયા છે. આ પ્રમાણે વિચાર કરતો સિંહ ક્ષણવારમાં જાતિસ્મરણજ્ઞાન પામીને શાંત મનવાલો તે પોતાના બ્રાહ્મણના પૂર્વભવને ચિત્તમાં યાદ કરવા લાગ્યો. તે વખતે પ્રભુએ કહયું કે હે અધમ દ્વિજ! પોતાના પૂર્વભવને તું યાદ કર. સાધુની હિસા કરતો એવો તું મરીને હમણાં અહીં સિંહ થયો છે. તે પછી શાંત થયું છે ચિત્ત જેનું એવો તે સિંહ પ્રભુનાં બે ચરણોને નમસ્કાર કરતો પૂર્વભવમાં ઉપાર્જન કરેલાં પોતાનાં કર્મની પોતે જાતે નિંદા કરે છે.
જે વખતે સ્વામી વિહાર કરતાં શ્રી સિધ્ધગિરિઉપર આવ્યા તે વખતે શાંત મનવાલો સિંહ પણ ત્યાં આવ્યો. ત્યાં તે સિંહ પ્રભુની પાસે અનશન સ્વીકારીને બીજા દેવલોકમાં દેદીપ્યમાન કાંતિવાળો દેવ થયો. સાધુઓ અને દેવતાઓથી પરિવરેલા સ્વામી શાંતિનાથ પ્રભુ મરુદેવ નામના શિખરઉપર વર્ષાઋતુનું આગમન થયું ત્યારે શ્રી અજિતનાથસ્વામીની પેઠે ચાર માસ રહયા. ત્યાં આવીને સિંહના જીવે (દેવે) પ્રભુને પ્રણામ કરીને છ્યું કે તમારા પ્રાસાદથી હું મરીને ઉત્તમ દેવ થયો છું. તમે જ મારી માતા છો. તમે મારા પિતા છે. તમે મારા પૂજ્ય છો. તમે મારા ભાઈ છે. તમે મારા મિત્ર છો. સ્વર્ગના સુખને આપવાથી તમે મારા સ્વામી છો. શ્રી શાંતિનાથ તીર્થકરે બીજા સ્થલે વિહાર કર્યો ત્યારે તે શિખરઉપર સિંહ એવા દેવે શ્રી શાંતિનાથ જિનેશ્વરનું મોટું ચૈત્ય કર્યું. તે ચૈત્યને વિષે પોતાને અને બીજાને બોધ કરનાર સુરાયમાન રત્નમય મનોહર બિંબ મોક્ષની પ્રાપ્તિ માટે સ્થાપન કર્યું.
શ્રી શાંતિનાથ પ્રભુની સેવામાં તત્પર એવા વાકોડદેવો શ્રી શાંતિનાથ ભગવાનની આરાધના કરનારા મનુષ્યોને ઈક્તિ આપે છે. તે શિખરઉપર તે દેવે મોક્ષના સુખની પ્રાપ્તિ માટે ક્લાસપર્વત જેવડા (મોટા) અરિહંતોના ઘણા પ્રાસાદે ક્યું. હવે શાંતિનાથ ભગવાન વિહાર કરીને પૃથ્વીને પવિત્ર કરતા અનુક્રમે સુંદર એવા ગજપુરનગરના ઉદ્યાનમાં સમવસર્યા. તે વખતે ચક્રધર નામનો શ્રી શાંતિનાથ પ્રભુનો પુત્ર જલદી આવીને પ્રભુને નમસ્કાર કરીને ધર્મ સાંભળવા માટે યોગ્ય સ્થાને બેઠો.
તે વખતે શાંતિનાથ પ્રભુએ મોક્ષના સુખને આપનાર સંસારનો નાશકરનાર દાન – શીલ – તપ અને ભાવરૂપ ચારે પ્રકારે ધર્મ કયો.