________________
૧૯૬
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર
તેજસ્વી એવા રાજાઓ સાથે ચક્વર્તિ ભાટચારણોસાથે ગીત ગાતા હતા ત્યારે નટલોકો નાચતા હતા ત્યારે, સ્ત્રીઓવડે ધવલમંગલ અપાતાં હતાં ( ગવાતાં હતાં.) ત્યારે તે ચાલ્યો. દરેક ગામમાં દરેક શહેરમાં સારા ઉત્સવપૂર્વક શ્રી જિનેશ્વરોની પૂજા કરતો મુનિઓને નમસ્કાર કરતો અને દાન આપતો ચક્રવર્તિ શ્રી સિધ્ધાચલઉપર ગયો.
ત્યાં વડનગર નામ છે જેનું એવા આનંદપુર નગરમાં ભરતરાજાએ કરાવેલા શ્રી ઋષભદેવપ્રભુના મંદિરમાં શ્રી જિનેશ્વરને નમસ્કાર ક્ય. આનંદપુર નામના નગરમાં ઘણા વિસ્તારપૂર્વક દેવપૂજા કરીને તે વખતે ચક્વર્તિએ મોટું સાધર્મિક વાત્સલ્ય ક્યું. તીર્થને ત્રણ પ્રદક્ષિણા કરતો સંઘવડે શોભતો રાજા દાન આપતો ઉત્સવપૂર્વક શ્રી ગિરિરાજ ઉપર ચઢયો. ચક્રવર્તિએ પ્રથમ શ્રી ઋષભદેવ પ્રભુની પુષ્પો વડે પૂજા કરીને રાયણવૃક્ષના તળિયામાં પ્રભુનાં બે ચરણોની હર્ષવડે પૂજા કરી.
તે વખતે ત્યાં ઈન્દ્ર મહારાજા આવ્યા. શ્રીષભદેવ પ્રભુને નમીને રાયણવૃક્ષના તળિયામાં ચક્રવર્તિને હર્ષવડે મલ્યા. તે પછી રાજાએ મૂળનાયક ભગવંતની સન્મુખ જઇને વિસ્તારથી – સ્નાત્રપૂજા – ધ્વજારોપણ અને આતિ આદિ વિધિ કર્યો.
તે પછી દેવનામના શિખરઉપર – બાહુબલી નામના શિખર ઉપર – તાલધ્વજ નામના શિખર ઉપર – દંબ નામના શિખર ઉપર – હસ્તિસેન નામના શિખર ઉપર - લૌહિત નામના શિખર ઉપર – મુકુંદ નામના શિખર ઉપર સુંદર એવા પુરંદર નામના શિખર ઉપર ઇત્યાદિ બધા શિખરો ઉપર રાજાએ અરિહંતોની પૂજા કરી. હર્ષથી ભરાયેલા ચક્રવર્તિએ પ્રભુની પૂજા માટે મૃદંગ – ઝાલર – ઘંટ – છત્ર – ચામર મૂક્વાનું કાર્ય કર્યું. ચક્રવર્તિએ ગુરુની વાણીવડે Sોત્સવ હારપૂજા – છત્રને ચામરનું મૂકવું અને રથ – પૃથ્વી ને ઘોડાનાં દાન ક્ય. બીજા રાજાઓવડે કરાયેલા રૂપા - સોના ને રત્નમય પ્રાસાદોને (મંદિરોને) જોઈને સગરરાજાએ આ પ્રમાણે વિચાર્યું. કાલના પ્રભાવથી લોકો આગળ - વિવેક રહિત – ધર્મથી રહિત અને લોભથી અંધ થઈ છે આંખ જેની એવા ખરેખર થશે. તે કારણથી પાપથીમલિન એવા લોકો સુવર્ણઆદિના લોભથી જિનપ્રાસાદે અને જિનબિંબોનો પણ વિનાશ કરશે. તેથી હું સમદ્રના તરંગને ખેંચવાથી આ તીર્થની ચારે બાજુ ખાઈ કરીને આ તીર્થની રક્ષા કરું
તે સગરચવર્તિ પર્વતની ચારે બાજુ સમુદ્રના પ્રવાહને લઈ જતો. ટેક કંm – સ્વર્ણ – બર્બર – સિંહલ - લાટ - સુરાષ્ટ્ર - ભટ વગેરે આ જુદા જુદા દેશોને ભીજવતો ચક્રવર્તિ ઇન્દવડે સારી ભક્તિપૂર્વક આ પ્રમાણે હેવાયો. હમણાં સમુદ્રના તરંગવડે પૃથ્વીને ભીજવતો તું ખરેખર શ્રી શત્રુંજય તીર્થનો નાશ કરશે. અને તીર્થનો નાશ થવાથી ભવ્યજીવો ક્યા સ્થાનમાં યાત્રા કરીને મુક્તિને યોગ્ય એવો ધર્મ કરશે?
रविं विना यथा घस्रो- विना पुत्रं तथा कुलम् विना जीवं यथा देहो, विना दीपं यथा गृहम् ॥१॥ विना विद्यां यथा मो, विना चक्षुर्यथा मुखम्। विना छायां यथा वृक्षो, यथा धर्मो दयां विना॥२॥