________________
શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર
દેવતાઓ દેવતા સંબંધી – મનુષ્યો મનુષ્ય સંબંધી – ભીલો ભીલ સંબંધી અને તિર્યંચો તિર્યંચ સંબંધી ભગવંતની વાણીને માનતાં ( સાંભળતાં ) હતાં.
૧૮૮
તે મયૂરોની સાથે સ્વામી યત્નથી પર્વતપર ચઢીને રાયણના વૃક્ષની નીચે મુખ્ય શિખરપર ત્રણ દિવસ રહયા. તે વખતે તે મયૂરો સ્વામીના મુખને જોવામાં તત્પર આલેખેલા ( ચિતરેલા ) હોય તેવા પોતાના પાપરૂપી અજ્ઞાનને છેદ માટે થયા. તે વખતે મયૂરોમાં એક વૃધ્ધ મયૂરને મરણ નજીક જાણીને સ્વામીએ સુંદર વાણીવડે સંલેખના આરાધના કરાવી. તે મયૂર મરીને ચોથા દેવલોકમાં ગયો ને દેદીપ્યમાન કાંતિવાલો તે પોતાના ઉપકારી જાણીને પ્રભુની પાસે આવ્યો. શ્રેષ્ઠ સમવસરણ કરીને પ્રભુની આગળ નૃત્ય કરતો * આ ક્યો દેવ છે ?” એમ સૌ ધર્મેન્દ્રદેવલોકના ઇન્દવડે સ્વામી પુછાયા. સ્વામીએ કહયું કે તે દેવની જેવી રીતે સ્વર્ગગતિ થઇ. તેવી રીતે આ મયૂરનો દેહવર્તે છે. પછી હર્ષિત થયેલા મયૂરદેવે સ્વામીની પાદુકાપાસે બીજાને બોધ કરવા માટે પોતાનું રૂપ આલેખ્યું. તે મયૂરદેવ અદ્દભુત એવા મનુષ્યભવને પામીને અનુક્રમે શ્રી સિધ્ધેશૈલપર્વત ઉપર જલ્દી મુક્તિને પામશે.
તે વખતે અનેક મયૂર આદિજીવો શ્રેષ્ઠ એવા જૈનધર્મને સ્વીકારીને દેવલોકમાં ગયા. ને પછી મોક્ષમાં જશે. છે કે : : – આ શ્રી શત્રુંજ્ય નામનો પર્વત શાશ્વત અને હંમેશાં સ્થિર છે. અને સંસારરૂપી સમુદ્રમાં ડૂબતાં પુરુષોને તારવા માટે હોડી સરખો છે. આ તીર્થની અંદર ઉત્તમ બુધ્ધિવાલો જીવ જે ક્થિાઓ કરે છે. તે ક્થિાઓ આ લોક ને પરલોકમાં કર્મના ક્ષયમાટે થાય છે. આ શ્રી શત્રુંજ્યગિરિઉપર જે જીવો સિધ્ધ થાય છે. અને હંમેશાં જે સિધ્ધ થશે. તેઓને ( તેની સંખ્યાને ) વલીને છોડીને બીજો માણસ જરાપણ જાણતો નથી. આ બાજુ ચક્વર્તિ પૂજાકરીને ચક્રની પાછળ છ ખંડરૂપ પૃથ્વીને સાધવા માટે ઘણા સૈનિવાળો ચાલ્યો. દંડ છે જેના હાથમાં એવો અને હાથી – છત્ર – મણિ – કાણિી – વર્ધકી – પુરોહિત – ગૃહરત્ન – ચક્રરત્ન – ચર્મરત્ન – વગેરે રસ્તો લઇને – લાખો યક્ષવડે અધિક્તિ અને પોતાના સૈન્યવડે જગતને ચલાયમાન કરતો અચલ છે. પરાક્રમ જેનું એવો રાજા ચાલ્યો. પૂર્વસમુદ્રમાં માગધપતિને વાયવ્ય દિશામાં વરદામને – પશ્ચિમ સમુદ્રને વિષે સૈન્યવડે અતિ બલવાન એવા પ્રભાસપતિને અઠ્ઠમ તપ કરીને સાધીને અનુક્રમે સગરરાજા સિંધુ અને મહાસિંધુ નદીના ક્વિારા વિષે ગયો. રાજાએ સિંધુપતિને જીતીને વૈતાઢયપર્વતના વિદ્યાધરોને પણ પોતાને વશ કર્યાં. અનુક્રમે બીજા રાજાઓને પણ વશ કર્યા. આ પ્રમાણે ચક્રને અનુસરતાં એવા રાજાએ સમસ્ત શત્રુ રાજાઓને જીતવાથી સંપૂર્ણ છખંડ પૃથ્વીને સાધી. ૮૪ – લાખ હાથી – ૮૪ – લાખ રથ – ૮૪ – લાખ ઘોડા સાથે અને સવા કરોડ સૈનિકો – પાયદલ સાથે અલંકૃત એવા સગરરાજાએ અનુક્રમે પોતાના બલવડે છખંડની પૃથ્વીને સાધીને મહોત્સવ કરતાં ઋષભકૂટ ઉપર પોતાનું નામ આલેખ્યું.
વિસ્તારથી દેશને સાધવાનો, વૈતાઢ્યપર્વતની ગુફામાં જવાનો, ગંગાનદીના કિનારે નવ નિધાનો પ્રગટ થવાની ઘટના આદિનો સંબંધ તેના ચરિત્રમાંથી જાણી લેવો.
સગર ચક્વર્તિએ પોતાના નગરમાં આવીને બારવર્ષસુધી રાજ્યાભિષેક્નો વિધિ ર્યો. એક વખત વિહાર કરતાં શ્રી અજિતનાથસ્વામી શ્રી સિધ્ધગિરિના સુભદ્રનામના શિખરઉપર વરસાદ વરસતો હતો ત્યારે ચોમાસું રહયા. બીજા પણ સાધુઓ જુદા જુદા શિખરોપર જુદી જુદી ગુફાઓમાં સંસારસમુદ્રને છેદ કરવા માટે તીવ્રતપ કરવા માટે રહયા. ત્યાં