________________
શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર સોમયશાએ પોતાના ભાઇઓ અને પોતાના પિતાના પ્રાસાદો ત્યાં વાર્ષિકરત્ન પાસે હર્ષથી કરાવ્યા. મહાયશા પોતાના પુત્રને સારા ઉત્સવપૂર્વક રાજ્ય આપીને દીક્ષા લઇને શ્રી શત્રુંજય નામના તીર્થને વિષે મુક્તિ પામ્યા. એ પ્રમાણે શ્રી ઋષભદેવપ્રભુના વંશમાં અસંખ્ય રાજાઓ દીક્ષા લઇને શ્રી સિધ્ધાચલ નામના તીર્થને વિષે મુક્તિ પામ્યા. અને બીજા પણ તે કાલને વિષે મુક્તિ પામ્યા. તે સંખ્યા સર્વજ્ઞ જાણે છે બીજો મનુષ્ય નહિ. હવે આદિત્યયશા આદિ આઠ રાજાઓનો સંબંધ હેવાય છે. તે આ પ્રમાણે :
૧૭૬
સૂર્યયશા રાજાએ ન્યાયમાર્ગવડે રાજયકરતાં એક વખત નાભિરાજાના પુત્ર એવા શ્રી ઋષભદેવનો પ્રાસાદ કરાવ્યો. અખંડ શાસનવાલો ( તે ) દુષ્ટ શત્રુઓનું ખંડન કરતો સૂર્યયશારાજા અનુક્રમે ત્રણ ખંડવાલી પૃથ્વીઉપર નીતિથી રાજ્ય કરતો હતો. ઇન્દ્રવડે અપાયેલાં શ્રેષ્ઠ મુગટને જાતે ધારણ કરતો સૂર્યયશારાજા દેવેન્દની જેમ રાજ્ય કરતો હતો. કનક નામના વિદ્યાધરની શ્રેષ્ઠ એવી જ્યશ્રી નામની પુત્રીને રાધાવેધ કરીને તે રાજા પરણ્યો. વિદ્યાધર રાજાઓથી ઉત્પન્ન થયેલી બાવીશ હજાર સ્ત્રીઓ અને બીજી પણ પવિત્ર સ્ત્રીઓ તેને થઇ. ભરતરાજાનો પુત્ર સૂર્યયશા અષ્ટમી અને ચૌદશને દિવસે પૌષધને ગ્રહણ કરતો ઉપવાસ કરતો હતો. આ બાજુ ધર્મમાં સ્થિર એવા ભરતચક્વર્તિના પુત્ર સૂર્યયશારાજાને જાણીને ઇન્દએ દેવદેવીઓની આગળ આમ યું. ઉર્વશીએ કહયું કે હે ઇન્દ ! સ્વામી પોતે જે જે બોલે તે સારું હોય કે અસાર હોય તે બાળક સ્વીકારે છે. (કે) તે રાજા ક્યારે પણ અષ્ટમી અને ચતુર્દશીના પર્વના નિશ્ચયથી દેવોવડે યત્ન કરવા છતાં પણ ચલાયમાન કરી શકાતો નથી. કયું છે કે : -
यतः - पूर्वांकाष्ठामतिक्रम्य - भानुश्चेदभ्युदेत्यहो મેરુર્વાતે વાતે - મર્યાતાં વાસ્તુધિસ્ત્યનેત્ાા सुरगुर्वावकेशीस्यात् तथाप्येष स्वनिश्चयम् સપિપ્રાગૈ: hå - નિંનાનાં નૈવમુખ્વતે। શ્ય
પૂર્વદિશાનું ઉલ્લંઘન કરીને સૂર્ય ક્દાચ બીજી દિશામાં ઊગે, કદાચ મેરુપર્વત વાયુવડે કંપાયમાન થાય. ક્દાચ સમુદ્ર પોતાની મર્યાદા મૂકે. કલ્પવૃક્ષ ક્દાચ વાંઝિયું થાય.તો પણ આ સૂર્યયશા રાજા પોતાના નિશ્ચયથી કંઠે આવેલા પ્રાણોવડે પણ જિનેશ્વરની આજ્ઞાને છોડતો નથી. તે પછી ઉર્વશી દેવીએ કહયું સ્વામી જે અહીં બોલે છે તે ક્દાચ સાચું હોય. સાત ધાતુમય શરીરવાલો, ચામડાના દેહવાલો – અન્નખાવાવાળો તે દેવોવડે ચલાયમાન ન કરી શકાય એવું જે હેલ છે. તેની શ્રધ્ધા કોણ કરે ?
આ પ્રમાણે કહીને રંભાસહિત ઉર્વશી તે વખતેજ કરી છે ઉતાવળ જેણે એવી તે સ્વર્ગમાંથી અયોધ્યા નગરી પાસે આવી . રંભાસહિત ઉર્વશી હાથમાં વીણાને ધારણ કરતી પોતે અયોધ્યાની પાસે પ્રથમ અરિહંત ભગવંતનાં મંદિરમાં આવી. મધુર ગીતને ગાતી પક્ષીઓને મોહ પમાડતી ઉર્વશીએ જાણે ચિત્રમાં આલેખ્યાં હોય તેમ પક્ષીઓને સ્થિર કર્યા, ઉર્વશીનું શ્રેષ્ઠગીત સાંભળતાં ધો – નોળિયા– સર્પ વગેરે જીવો જાણે ચિત્રેલાં ન હોય ? તેવાં સ્થિર થયાં.
આ બાજુ સૂર્યયશરાજા અશ્ર્વક્રીડા માટે નગરની બહાર નીક્ળ્યો. ભરતરાજાના પુત્રે તે બન્નેના શ્રેષ્ઠગીતના