________________
૧૭૪
શ્રી શત્રુંજય-વૃત્તિ-ભાષાંતર
आसन्न सिद्धिआणं-विहिबहुमाणो होइ णायव्वो । विहिचाओ अविहिभत्ती, अभव्यजिय दूरभव्वाणं ॥ २ ॥ धण्णाणं विहिजोगो, विहिपक्खाराहगा सया धण्णा । विहिबहुमाणा धण्णा - विहिपक्खअदूसया धण्णा ॥३॥
હે ભવ્ય જીવો ! સંસારરૂપી રેંટને વિષે અવિરતિરૂપી ઘડીઓવડે કર્મરૂપી જલને ગ્રહણ કરીને દુઃખરૂપી વિષનીવેલ આરોપણ કરીને (વાવીને) જીરૂપી મંડપમાં સિંચન ન કરો. (ન ચઢાવો) જિનેશ્વરની દીક્ષા ગ્રહણ કરીને પણ જ્ઞાનાવરણીયકર્મના ઘેષવડે પરમાર્થને નહિ જાણનારા જીવો વારંવાર સંસારમાં ભ્રમણ કરે છે. આસન્ત સિધ્ધિ જીવોને વિધિનું બહુમાન હોય છે, એમ જાણવું, વિધિનો ત્યાગ અને અવિધિની ભક્તિ અભવ્ય અને દૂભવ્ય જીવોને વિષે જાણવી. ધન્ય પુરુષોને વિધિનો યોગ થાય છે. વિધિમાર્ગનું આરાધન કરનારા ધન્ય છે. અને વિધિમાર્ગને દ્વેષ નહિ લગાડનારા ધન્ય છે. ઇત્યાદિ દેશના સાંભળીને નમિ વિનમિએ બે પુત્રોને રાજ્યઉપર અભિષેક કરી તે વખતે સંયમ લીધું.
શ્રી આદિનાથ પ્રભુનાં બે ચરણોની સેવાકરતાં તે બન્ને ઉત્તમ સાધુ આગમનો અભ્યાસ કરવાથી પંડિતોમાં મુગટ સરખા થયા. શુધ્ધ વ્રતનું પાલન કરતાં નમિ અને વિનમિ તે બન્ને આચાર્યપદ પામી, ઘણાં ભવ્યજીવોને બોધકરવા લાગ્યા. બે કરોડ સાધુઓ સહિત નમિ અને વિનમિ સાધુ શ્રી સિધ્ધગિરિ ઉપર કેવલજ્ઞાન પામ્યા. બે કરોડ મુનિ સહિત અનુક્રમે આયુષ્યનો ક્ષય થવાથી તે બન્ને મુનીશ્વરો શ્રી સિધ્ધગિરિઉપર મુક્તિનગરીને પામ્યા.
નમિ અને વિનમિનો મુક્તિએ જવાનો સંબંધ સંપૂર્ણ
નમિરાજાની પુત્રીના મુક્તિગમનનું સ્વરૂપ
આ પ્રમાણે :–એક વખત ભરતરાજા શ્રી શત્રુંજ્યગિરિઉપર જિનેશ્વરોને નમસ્કાર કરી ઉજજયંતગિરિઉપર જિનેશ્વરોને નમસ્કાર કરવા માટે હર્ષવડે જેટલામાં ચાલ્યો. તે વખતે નમિ અને વિનમિ મુનીશ્વરે કહયું કે હેરાજન ! અમે બન્ને અહીં બે કરોડ મુનિ સહિત રહીશું. તેઓ અને અમારા બન્નેની શ્રી સિધ્ધગિરિ ઉપર મુક્તિ થશે. તેથી તે મુનિઓને નમીને ભરતરાજા રૈવતગિરિ ઉપર ગયા. ફાગણ સુદિ દશમને દિવસે તે બન્ને મુનિઓ બે કરોડ સાધુઓથી સેવાયેલાં શુક્લ ઘ્યાનમાં પરાયણ એવા તે લોક અને અલોકને પ્રકાશ કરનાર કેવલજ્ઞાન પામીને નમિ અને વિનમિ પહેલાં