SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર rrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrror નમિ - વિનમિનો મુક્તિમાં જવાનો સંબંધ णमि विणमी खयरिंदा-सह मुणि कोडीहिं दोहिं संजाया। जहिं सिद्ध सेहरा सइ - जयउ तयं पुंडरी तित्थं ॥१५।। ગાથાર્થ:- બે કરોડમુનિઓસાથે નમિ અને વિનમિ નામના ખેચન્દ્રો જ્યાં સિધ્ધોમાં શિરોમણિ થયાં. તે પુંડરીક તીર્થ જય પામે છે ટીકાર્ય :- નમિ અને વિનમિ ખેચરેન્દ્રો બે કરડ પ્રમાણ સાધુઓ સાથે જ્યાં સિધ્ધના મુકુટ સરખા થયાં તે પુંડરિતીર્થ ય પામો. છે શ્રી ઋષભદેવપ્રભુના કચ્છ –મહાકચ્છનામના બે પાલક પુત્રો મનોહર બલવાન – સ્વામીના ભક્ત સુંદર મનવાલા હતા. કચ્છને વિનીત એવો નિર્મલ ચિત્તવાલો નમિનામે પુત્ર થયો. અને મહાકચ્છને પિતાના હિતને કરનારો વિનમિ નામે પુત્ર થયો. પોતપોતાના પુત્રસહિત ભક્તિથી ભાવિતનવાલા કચ્છ ને મહાકચ્છ નિરંતર પ્રભુની સેવા કરે છે. એક વર્ષ સુધી યાચકોને મુખ માંગ્યું દાન આપીને તે વખતે વૃષભતીર્થકરે વૃષભ નામનું સંવત્સર કર્યું. કહયું છે કે :- રોજ એક કરોડ આઠ લાખ સોનૈયા – સૂર્યોદયથી માંડીને ભોજનના સમય સુધીમાં અપાય છે. આ પ્રમાણે એક વર્ષમાં ત્રણસો અઢ્યાસી ક્રોડને એંશી લાખ સોનૈયાનું દાન આપ્યું. પુત્રોને જુદા જુદા સર્વ દેશો વહેંચીને આપતાં શ્રી ઋષભદેવે ભરતરાજાને અયોધ્યાનું રાજ્ય આપ્યું. બાહુબલી પુત્રને તક્ષશીલા નગરી આપી. તે પછી પ્રભુએ સંસારસમુદ્રને તારનારી દીક્ષા લીધી. તે વખતે કચ્છ– મહાકચ્છ વગેરે શ્રી ઋષભદેવના ચારહજાર સેવકોએ પ્રભુની સાથે દીક્ષા લીધી. પ્રભુએ ચાર મુષ્ટિવડે લોચ ર્યો ત્યારે ઇન્ટે કહયું કે પાંચમી મુષ્ટિ દૂર રહો. કારણ કે તમારું મસ્તક તેનાથી શોભે છે. તે પછી કચ્છ વગેરે સર્વેએ પોતપોતાના સ્વામીની ભક્તિથી ચારમુષ્ટિવડે લોચ કર્યો. કચ્છ આદિથી શોભતાં પ્રભુએ બીજે ઠેકાણે વિહાર ર્યો. ત્યાં પરદેશમાંથી નમિ અને વિનમિ જલ્દી આવ્યા. બન્નેની માતાવડે તે બન્ને કહેવાયા. હે વત્સ! નમિ – વિનમિ ! તમે જલ્દી ભરતપાસે રાજય માંગો. અને તેનાં બે ચરણોને હંમેશાં સેવો. તે બન્ને કહે છે કે અમે બને ઋષભદેવના પુત્ર ભરતપાસે વાણીવડે ન માંગીએ, પરંતુ પ્રભુ પાસે રાજ્ય માંગીશું. આ પ્રમાણે કહીને શ્રી ઋષભદેવની પાસે જઈને તે વખતે બોલ્યા કે હે પ્રભુ! રાજય આપો કારણ કે અમે તમારા સેવકો છીએ. પ્રભુ માર્ગમાં જતા હતા ત્યારે બન્ને ચાકો રસ્તમાંથી કાંટા દૂર કરવાથી સાંજસુધી ખેદરહિત મનવાલા સેવા
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy