________________
શ્રી ભરત ચક્રવર્તીનો ટૂંકો સંબંધ
નગરની અંદર મુખ્ય તીર્થોમાં ( મંદિરોમાં ) પ્રથમ પ્રભુને નમીને – ગુરુઓને પણ – પહેરામણી કરીને રાજા પોતાના આવાસમાં ગયો. ફરીથી રાજા સો વર્ષને અંતે ઘણા સંઘને ભેગો કરીને યાત્રા કરવા માટે ચાલ્યો. માર્ગમાં દરેક નગરે નગરે ને ગામે ગામે તીર્થંકરની પૂજાકરતો ને દાન આપતો આદરથી જતો હતો. શ્રી સિધ્ધગિરિની નીચેની ભૂમિમાં જઈને પ્રથમ તીર્થંકરની વિસ્તારથી પૂજા કરીને જ ચઢાવવાની વિધિ કરી. સારા દિવસે સંઘનાયકે ઘણાં ધનનો વ્યયકરી શ્રેષ્ઠ તિલક કરાવ્યું. ત્યાં તે વખતે રાજાએ આદિનાથ પ્રભુનો શ્રેષ્ઠ પ્રાસાદ કરાવીને શ્રી ઋષભદેવ પ્રભુની સ્થાપના કરી. યાચકોને મોંઢે માંગ્યા પ્રમાણે આદરથી દાન આપતો સંઘપતિ એવો રાજા સિધ્ધપર્વતની ઉપર ગયો. ભરતરાજાએ શ્રી આદિનાથ તીર્થંકરના સ્નાત્રપૂજા અને ધ્વજદાન આદિ અનેક કાર્યો કરીને ભાવના ભાવી.. ( કરી), ચક્રવર્તિ તે તે શિખર ઉપર વિસ્તારથી યાત્રા કરીને સંઘ સહિત સારા ઉત્સવપૂર્વક અયોધ્યામાં આવ્યો. એક વખત ફરીથી ચક્રવર્તિ પુંડરીકગિરિની તળેટીની ભૂમિમાં આવીને સંઘ સહિત રહયો. ત્યાં મોટું સોપારક નામનું શહેર સ્થાપન કરીને શ્રી ઋષભદેવપ્રભુનો મોટો પ્રાસાદ ર્યો. તે વખતે તેમાં શ્રી આદિનાથપ્રભુની પ્રતિમા સ્થાપન કરીને મહોત્સવ કરતો પર્વતના મુખ્ય શિખરઉપર ચઢયો. સ્નાત્રપૂજા – ધ્વજઆરોપણ – વગેરે અનેક કાર્યો ત્યાં કરીને સંઘપતિ વિનીતા નગરીમાં આવ્યો.
ફરીથી એક વખત સિધ્ધગિરિની નજીકની ભૂમિમાં આવીને ચવર્તી સંઘ સહિત રહયો. અને ત્યાં પોતાના નગરના સરખું “પારકર ” નામે મોટું નગર સ્થાપન કરીને શ્રી ઋષભદેવપ્રભુનું મોટું મંદિર કર્યું. અને તેમાં ચક્રવર્તિએ શ્રી ઋષભદેવપ્રભુની પ્રતિમા સ્થાપન કરીને જલ્દી સિધ્ધગિરિના શિખરઉપર ચઢયો. પ્રથમ ચક્રવર્તિએ ત્યાં વિસ્તારથી પૂજા કરીને ઘણાં ધનનો વ્યયકરતો પોતાની નગરીમાં આવ્યો. ફરીથી શત્રુંજ્યની નીચે જઇને “ ભાકપુર ” નામે નગર સ્થાપન કરીને શ્રી ઋષભદેવ પ્રભુનો મોટો આવાસ કરાવ્યો. ત્યાં ઋષભદેવપ્રભુનું મોટું મંદિર કરીને ઘણાં ધનનો વ્યય કરી સુંદર ઉત્સવ પૂર્વક બિંબ સ્થાપન કર્યું. તે શત્રુંજ્યના શિખરઉપર ચઢીને ચક્રવર્તિએ હર્ષથી પ્રથમપ્રભુનું સ્નાત્ર વિસ્તારપૂર્વક કર્યું. તે પછી આરતિ ને દેદીપ્યમાન મંગલદીવો કરીને ઇન્દ્રમાલા પહેરીને ચક્વર્તિએ યાત્રા કરી. ગુરુઓને પહેરામણી કરીને ( વહોરાવીને ) યાચકોને મુખ માંગ્યું દાન આપીને ચક્વર્તિએ ઘણી વિધિ કરી. ને જુદા જુદા ઉત્સવ પૂર્વક પોતાના નગરમાં આવ્યો,એક વખત ઇન્દ્રે અસંખ્ય દેવોની શ્રેણીથી યુક્ત અયોધ્યાની પાસે આવીને શ્રી ઋષભદેભ પ્રભુને હર્ષથી નમસ્કાર કર્યો. ત્યાં ભરતચક્રવર્તિએ શક્રાવતાર નામના તીર્થમાં શ્રી ઋષભદેવ પ્રભુનો પ્રાસાદ ઘણાં ધનનો વ્યય કરી કરાવ્યો. અને ત્યાં શ્રી ઋષભદેવપ્રભુનું રત્નમય બિંબ સ્થાપન કરાવી પ્રથમ ચક્રવર્તિએ હર્ષથી ઉત્તમ ભક્તિવડે શ્રી શત્રુંજયગિરિઉપર ઘણી યાત્રા કરતો ઘણું ધન વાપરવા લાગ્યો.
-
૧૬૩
· અષ્ટાપદ પર્વતઉપર શ્રી આદિનાથ જિનેશ્વર ઘણા હજાર સાધુઓ સાથે મોક્ષમાં ગયા. ત્યાં ભરતરાજાએ બેઠેલા સિંહના જેવા આકારવાલો અદ્દભુત “ સિંહ નિષધા '' નામનો ચાર દ્વારવાલો સુવર્ણમય પ્રાસાદ કરાવ્યો. અને તેમાં ભરતરાજાએ શ્રી ઋષભદેવપ્રભુથી માંડીને વીરપ્રભુ સુધીના જિનેશ્વરોની – શ્રેષ્ઠપ્રતિમા – માન – પ્રમાણ આદિવાળી સ્થાપન કરી.
–
उसभी पंच धणुसय नवपासो सत्त रयणीओ वीरो । सेसट्ठ पंच अट्ठय पन्ना दस पंच परिहाणी ॥८०॥