________________
૧૫૬
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર
છે કે જે જુએ છે તે બોલતી નથી અને જે બોલે છે તે જોતી નથી, હું કઈ રીતે બોલું? તે તું કહે તે પછી શેષ પામેલા તે ભિલ્લે મુનિને બાણોવડે હાસ્યા. નમસ્કારનું સ્મરણ કરતાં એવા તે મુનિએ એક્કમ પરલોકની સાધના કરી. તે પછી ભિલ્લે આગળ જતાં ને સિંહને જોઈને ઘડતો તે સિંહવડે હણાયેલો પર્વતના શિખરની જેમ પૃથ્વી પર પડ્યો. મેં આજે પાપ વગરના અને અપરાધ વગરના ઉત્તમમુનિનો ધાત ર્યો, તેનું આ ફલ આવ્યું છે. એ પ્રમાણે ભિલ્લ પોતાના મનમાં વિચારવા લાગ્યો. તે સાધુના ઘાતથી ઉત્પન્ન થયેલા પાપથી મરીને સાતમી નરકમાં ગયો. અને ત્યાં ૩૩- સાગરોપમ સુધી દુ:ખોને સહન કરતો હતો. ત્યાંથી નીકળીને સિંહ આદિ ઘણા ભવોમાં ભ્રમણ કરતો અનુક્રમે તે ભિલ્લનો જીવ તીવ્ર દુઃખના સમૂહના ઘરસરખી નરકમાં ગયો અને યાદ આવેલ મુનિના વધથી કરેલી છે પાપની નિદા જેણે એવો તે નરકમાંથી નીકળીને તારો નીલનામે પુત્ર થયો. હયું છેકે:- જીવો પોતે કરેલા પાપની નિદા અને ગર્ધા કરવાથી પ્રાણીઓ પાપ રહિત થાય છે. અને સ્વર્ગને ભજનારા થાય છે. તારા આ પુત્રે ભિલ્લના ભાવમાં મુનિનો વધ કરવાથી જે કર્મ ઉપાર્જન ક્યું તે કર્મની અંતે પોતાની જાતે વેગપૂર્વક તરત નિંદા કરી. હે રાજન ! જે કારણથી – પુણ્યથી તારા કુલમાં નીલનામે પુત્ર થયો. અને પુત્રના બાકી રહેલા પાપવડે દુ:ખ આવ્યું.
નીલ પુત્રનો સંબંધ સંપૂર્ણ
બીજા મહાનાલ પુત્રનો સંબંધ
- કંકાપુરી નગરીમાં ભીમરાજાને ધન નામે સેવક હતો. તે પોતાના ગામમાં જતો મંત્રીઓને હણવા ઇચ્છે છે. દારિદ્રથી હણાયેલો એક વખત જમતા એવા ધનને અન્નમાંથી અસારને તજતો જોઈને પત્નીએ તે વખતે આ પ્રમાણે હયું. હે પતિ તમે જેવા પ્રકારનું ધાન્ય ઘરમાં લાવ્યા છે. તેવા પ્રકારનું રાંધ્યું છે. તમે તેમાં નાક શા માટે મરડો છો? એ સાંભળીને ક્રોધ પામેલા ધને મોટા ઢેફાવડે સ્ત્રીને તેવી રીતે પ્રહાર ર્યો, જેથી તે મૂર્છા પામેલી મરણને પામી. ધનવડે હણાયેલી પત્નીને જાણીને રાજાના સેવકો તેને બાંધીને રાજાની પાસે લઈ ગયા અને સ્ત્રીનો વધ કહયો. રાજાના આદેશથી કોટવાલવડે શલિપર આરોપણ કરાયેલો ધન મુનિએ આપેલા નમસ્કારને એકાગ્રચિત્તથી યાદ કરવા લાગ્યો. પૂર્વે બાંધેલા કુકર્મોના યોગેતે છટકી નરકમાં જઇને નમસ્કારના સ્મરણથી તમારો મહાનલ નામનો પુત્ર થયો. કહયું છેકે શરણવગરની હંમેશાં બીકણ – એવી સ્ત્રીનો ઘાત ન કરવો જોઈએ. કારણકે કોપ પામેલી તે બન્ને લોક્ના ઘાત માટે થાય છે.
બીજા મહાનાલ પુત્રનો સંબંધ - સંપૂર્ણ