________________
૧૩૧
ભરત મહારાજાએ સમસ્ત દેશોને સાધીને રાજાઓ પાસે ચક્રવર્તિપણાનો અભિષેક કરાવ્યો. એક વખત ભરત મહારાજા જયારે સભામાં બેઠા હતા ત્યારે એક મનુષ્ય આવીને આદરપૂર્વક આ પ્રમાણે ક્હયું હે સ્વામિ ! તમારા પુત્ર પુંડરીક આ તંગ પર્વતપર પ્રથમ તીર્થંકરના પ્રથમ ગણધર પાંચ ક્રોડ સાધુઓ સાથે સર્વકર્મનો ક્ષયકરી ચૈત્ર માસની પૂર્ણિમાની રાત્રિમાં મુક્તિપુરીમાં ગયા છે. તે વખતે ચક્વર્તિએ આ સાંભળી તેને ઘણું દાન આપી પોતાના ચિત્તમાં વારંવાર આ પ્રમાણે વિચારવા લાગ્યા. સમસ્ત ક્લેશના સમૂહમાંથી નીકળેલા આ પુણ્યશાલી પુંડરીક ગણધર મુક્તિપુરીમાં ગયા. મોહપાશવડે બંધાયેલો હું પગલે પગલે રાગવગેરે શત્રુઓથી ક્લેશ પામેલો દુ:ખને સહન કરું છું હું શું કરું ?
તે પછી ચક્રવર્તિએ તંગગિરિઉપર શ્રી ઋષભદેવ પ્રભુનો વિશાલ સુવર્ણમય પ્રાસાદ ઘણા ભાવથી કરાવ્યો. અને ત્યાં ઋષભદેવપ્રભુ અને પુંડરીક સ્વામીના રત્નમય બિંબ – ભરતચક્રવર્તિએ શુભ લગ્નમાં સ્થાપન કર્યાં. દેવોવડે પૂજાયેલા – નેમિનાથ સિવાયના બીજા બાવીશ જિનેશ્વરો અનુક્રમે પૃથ્વીને પવિત્રકરતાં શત્રુંજયગિરિઉપર આવશે. આ પ્રમાણે સાંભળીને ચક્વર્તિએ તે જિનેશ્વરોનાં સુવર્ણ ને રુપામય બાવીશ જિનાલયો ઘણી લક્ષ્મીનો વ્યય કરવાથી બનાવ્યાં.
તે દેવમંદિરોમાં શ્રી નેમિનાથપ્રભુને છોડીને મણિ ને સુવર્ણમય બાવીશ જિનેશ્વરોની હર્ષવડે સ્થાપના કરી. તે જિનેશ્વરોનાં બિંબોની ચંદ્રગચ્છના અધિપતિપાસે ઘણા સંઘ સહિત પ્રતિષ્ઠા કરાવી. શ્રી ઋષભદેવપ્રભુપાસે શ્રી સિધ્ધગિરિનું માહાત્મ્ય સાંભળીને સંઘાધિપતિપદની ઇચ્છા કરતાં તેણે બેહાથ જોડી આ પ્રમાણે કયું. હે સ્વામી ! મને સંઘપતિપદ (લોકો પાસેથી )કેવી રીતે પ્રાપ્ત થાય ? સ્વામીએ ક્હયું કે હે ભરતરાજા ! હમણાં સાંભળ . લોકો ભાગ્યવિના સંઘપતિપદ પ્રાપ્ત કરી શક્તા નથી. ખરેખર સંઘપતિની પદવી ભાગ્યથી પ્રાપ્ત થાય છે. ઇન્દની
પદવી અને ચક્રવર્તિની પદવી વખાણવા લાયક છે., પરંતુ અત્યંત વખાણવા લાયક એવું સંઘપતિનુંપદ પ્રાણીઓ ભાગ્યથી મેળવે છે. શુધ્ધમનવાલો ભવ્યજીવ સંઘપતિ થઇને અત્યંત દુર્લભ એવા તીર્થંકર નામગોત્રને–નામકર્મને ઉપાર્જન કરે છે.
ચતુર્વિધસંઘ સાથે શુભભાવનાવાળો પૃથ્વીઉપર જિનેશ્વરોનાં બિંબોને સુંદર ઉત્સવપૂર્વક આરોપણ ( સ્થાપન) કરીને પાંચપ્રકારે દાનઆપતો દીનજનના સમૂહનો ઉધ્ધાર કરતો દરેક નગરે જિનમંદિરમાં ધજાનું આરોપણ કરતો શ્રી શત્રુંજ્યાદિ તીર્થોમાં જઇને જે જિનેશ્વરોની પૂજા કરે છે તે નિશ્ચે વેગપૂર્વક મોક્ષના સુખને મેળવે છે. આ પ્રમાણે સ્વામીના મુખેથી સાંભળીને ઉલ્લસિત ચિત્તવાલા ચક્રવર્તિએ કુમ કુમ પત્રિકાઓ મોક્લી ઘણા સંઘને બોલાવ્યો. જુદા જુદા