SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ મહાબાહુ રાજા અને ત્રિવિક્રમ રાજર્ષિના મુક્તિગમનનો સંબંધ शत्रुज्जये गिरौ राजा - दनीवृक्षोऽस्ति योऽधुना । સ વ શાશ્વતોને-તેવવાનવસેવિતઃ ૫૪શા હમણાં શત્રુંજયગિરિઉપર જે રાયણવૃક્ષ છે તે શાશ્વત છે. અને અનેક દેવદાનવોવડે સેવાય છે. वैताल - शाकिनी - भूत- दुष्टदेवादिदोषहृत् તત્વમાવો યુનાનીશા-તાવામ્યાં વહુશ: શ્રુતઃ ।।૪૪॥ વૈતાલ – શાક્નિી – ભૂત અને દુષ્ટ દેવ આદિ દ્વેષને હરણ કરનારો રાયણવૃક્ષનો પ્રભાવ શ્રી ઋષભદેવપ્રભુ પાસેથી અમે બંનેએ ઘણા પ્રકારે સાંભલ્યો છે. तत्स्तम्बमृत्तिका शाखा पत्राद्यं विद्यते ऽत्र च । तच्चूर्णसेवनात् सर्वे - भवन्ति नीरूजो जनाः ॥४५॥ - - ૧૨૯ – તેની શીંગ – માટી – શાખા – અને પાંદડાં વગેરે જે અહીં છે તેના ચૂર્ણના સેવનથી સર્વલોકો નીરોગી થાય છે. ચક્વર્તિવડે કહેવાયેલા તે બન્ને વિધાધરોએ રાયણવૃક્ષની માટી અને પાંદડાંના યોગથી સૈન્યને નીરોગી કર્યું. રાયણના પાંદડાં અને પાણીના યોગથી પોતાના સૈન્યને નીરોગી જાણીને ચક્વર્તિએ ક્હયું કે – આ શત્રુંજયગિરિ શ્રેષ્ઠ છે. જ્યાં રાયણવૃક્ષનાં પત્ર અને પુષ્પ આદિ મનુષ્યોના રોગને દૂર કરનારાં છે. તે વૃક્ષની નીચે અસંખ્ય મનુષ્યો મોક્ષમાં ગયા છે. હું દિગ્વિજયના છેડે અંતે – ઘણા સંઘહિત સદ્ગતિ માટે શ્રી શત્રુંજ્યઉપર યાત્રા કરીશ. જ્યારે હું શત્રુંજ્યગિરિઉપર યાત્રા કરીશ ત્યારે મારે બીજી વખતનું ભોજન જમવું અન્યથા નહિ. ભરતરાજાએ પૃથ્વીને સાધતા પ્રભાસ નામના તીર્થમાં દિવ્યબાણવાલા પ્રભાસપતિને ક્ષણવારમાં વશ કર્યો પ્રભાસપતિએ ભરતમહારાજાને ચૂડામણિ – વક્ષમણિ – મનોહરહાર – કડાં ને ક્યો આપ્યાં. અને તેના હાથમાં સુવર્ણકુંભમાં રહેલું પાણી જોઇને રાજાએ ક્હયું કે હે પ્રભાસપતિ ! તમે આ જીવની જેમ છુપાવેલું (રક્ષેલું) શું છે ? ત્યારે પ્રભાસપતિએ ક્હયું કે – શ્રેષ્ઠ એવા સોરદેશમાં મોક્ષનાસુખને આપનાર શ્રી શત્રુંજ્યનામે તીર્થ છે. अनन्तमहिमापूर्ण - मनन्त सुकृताऽऽस्पदम् । नानारत्नौषधिकुण्ड - रसकूपीमहर्द्धिमत् ॥ ५५ ॥ वीक्षणात् - कीर्त्तनात् - स्पर्शाच्छ्रवणादपि पापहृत् । स्वर्गापवर्गसातानि - दत्ते यत् प्राणिनां क्षणात् ॥५६॥
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy