________________
પુણ્ય પાલ રાજાની ક્યા
૧૨૫
- તાંબૂલ – વાળ – વસ્ત્ર- ચંદનનો લેપ – કંચુક – ક્રિીડા માટેનું કમલ – દેદીપ્યમાન દાંતની કાંતિ – નખરૂપી છીપમાં અલતાની રચના આ સોલ શૃંગારો છે.
પ્રજાપાલ રાજાની નંદાનામની પુત્રીને સારા ઉત્સવપૂર્વક પરણીને પ્રાપ્ત ર્યા છે સો ગામ જેણે એવો પુણ્યપાલ રાજા પોતાના નગરમાં ગયો. તે પછી દશ વર્ષે નંદાએ શ્રેષ્ઠ પુત્રને જન્મ આપ્યો. પિતાએ સુંદર ઉત્સવપૂર્વક પુત્રનું નામ રામ આપ્યું. જ્યારે પુત્ર રામ આઠ વર્ષનો થયો ત્યારે દુષ્ટકર્મના યોગે તેના શરીરમાં નિદવા લાયક એવો કોઢ રોગ થયો. અનેક ઉપચારો કરવા છતાં પણ પુત્રના દેહમાં ગુણ ના થયો ત્યારે રાજા દુ:ખી થયો.
આ બાજુ તે નગરમાં પુણ્યધર્મ નામે ઉત્તમશ્રાવક દરેકગામમાં જિનેશ્વરોને વંદન કરતો આવ્યો. દેવમંદિરોમાં અરિહંતોની પૂજા કરીને તે શ્રાવક અનુક્રમે રાજાના ઘરે તે દેવોનાદેવ જિનેશ્વરને પૂજવા માટે ગયો. શ્રાવકે જિનેશ્વરની પૂજા કરીને રાજાને આ પ્રમાણે પૂછ્યું કે હે રાજન! હમણાં તમારું મુખ કેમ શ્યામ દેખાય છે ? રાજાએ કહયું કે મારા પુત્રને તીવ્ર એવો કોઢ રોગ થયો છે. ઘણાં ઔષધો કરવા છતાં પણ તે રોગ જતો નથી. તેથી મને દુઃખ છે. હયું છે કે: – ઘી વગરનું અલ્પભોજન, પ્રિય સાથેનો વિયોગ, અપ્રિય સાથે સંયોગ આ સર્વ પાપની ચેષ્ટા છે.
હે રાજન ! શ્રેષ્ઠ એવા સોરઠ દેશમાં શ્રી શત્રુંજયગિરિની પાસે શ્રેષ્ઠ શગુંજ્યા નદી છે. તે નદીના પાણી વડે શ્રી ઋષભદેવનું સ્નાત્ર કરીને પોતાના અંગને સ્નાન કરાવવું તો તે પુરુષ દિવ્યશરીરવાલો થાય. એ પ્રમાણે સાંભળી રાજા સંઘલોક સહિત પુત્રને લઈ જઈને શ્રી શત્રુંજયનીયાત્રા કરવા માટે જલ્દી નીકળ્યો શત્રુંજ્યા નદીનું પાણી લઈને રાજાએ પ્રભુનું સ્નાત્ર કરીને ભાવથી તે પાણીવડે પુત્રના અંગનો અભિષેક ર્યો. તે વખતે રાજાના પુત્રના શરીરમાંથી જલ્દી કોઢ રોગ ચાલી ગયો. તેથી રાજાએ હર્ષથી વિશેષ પ્રકારે જિનભક્તિ કરી.
રાજાએ શત્રુંજયા નદીના ક્લિારે વિશાલ જિનમંદિર કરાવીને હર્ષથી શ્રી આદિનાથ પ્રભુનું બિંબ સ્થાપન ક્યું. ક્લિાસપર્વતને અનુકરણ કરનાર એક જિનમંદિર કરાવીને રાજાએ તે વખતે શ્રી શાંતિનાથપ્રભુની પ્રતિમા સ્થાપન કરી. પુણ્યપાલે સારા ઉત્સવપૂર્વક પોતાના પુત્રને રાજ્ય આપી સયંમ ગ્રહણ કરી મુક્તિસુખને આપનારું તીવ્રતાક્યું હંમેશાં તપને રતા પુણ્યપાલમુનિ ધ્યાનથી હર્ષિતમનવાલા મેમ્પર્વતની પેઠે જરા પણ ચલાયમાન ન થયા. કહયું છે કે :સંસારમાં રહેલા પણ સપુરુષો પોતાની સ્થિતિ – મર્યાદાને લેતા નથી.
સમુદ્રમાં પણ મહીરાવણ = શૃંગી મત્સ્યનો પ્રવાહ મીઠો જ હોય છે (લવણ જલધિમાંહે મીઠું જલ, પીવે શૃંગી મસ્યજી – વીરજિણંદ જગત ઉપકારી.) તપમાં તત્પર એવા પુણ્યપાલ મુનિ અનુક્રમે ઘણા સાધુઓ સાથે શ્રી શત્રુંજયમાં જઈને પુણ્ય અને પાપના ક્ષયે મોક્ષમાં ગયા.
આ પ્રમાણે પુણ્યપાલ રાજાની કથા સંપૂર્ણ