________________
શ્રી વીરભુનો શ્રી શત્રુંજયમાં આવવાનો સંબંધ
૧૧૯
પ્રમાણે પ્રભુના વચનને સાંભળતો લેપ નામના મુનિરાજ લોકાલોને પ્રકાશકરનારા કેવલજ્ઞાનને પામ્યા. તે ઋષિના કેવલજ્ઞાનના ઉત્સવને રતાં દેવોને જાણીને ભવ્યજીવોના પ્રતિબોધ માટે ગૌતમે શ્રી વીરપ્રભુને પૂછ્યું. હે ભગવંત ! હમણાં જેમને ક્વલજ્ઞાન થયું તે મુનિ કોણ છે? તેણે શા માટે દીક્ષા લીધી ? અને કઈ રીતે બધાં કર્મો ખપાવ્યાં? (જિજ્ઞાસા ભાવથી જાણવા છતાં પૂછીને જવાબ સાંભળે છે.) જેથી આ પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામી ભદ્ર છે. વિનયથી વિનમ છે. સમસ્તશ્રુત જ્ઞાની છે. જાણવા માં પણ સર્વઅર્થોને વિસ્મિત હૃદયવાલા સાંભળે છે.
પ્રભુએ કહ્યું કે હે ઈદભૂતિ ગૌતમ! તું હમણાં સાંભળ રાજગૃહનગરમાં લેપનામનો મિથ્યાદ્રષ્ટિવાલો શેઠ હતો. શિવભૂતિ ગુની પાસે હંમેશાં ધર્મને સાંભળતો લેપશેઠ વાવ-કૂવા – તળાવ વગેરે પુણ્યસ્થાનો કરાવતો હતો. નાન કરીને તે ભોજન કરતો હતો. વળી રાત્રે ભોજન કરતો હતો. અને હંમેશાં કંદમૂલ વગેરે અભક્ષ્યને ખાતો હતો. જયારે
જ્યારે શિવભૂતિ તાપસ આવે છે ત્યારે તે પાંચ યોજન સુધી સારીભક્તિથી સન્મુખ જતો હતો. એક વખત શિવભૂતિ બીજા દેશમાં ગયો ત્યારે મનોહર એવા ઉધાનમાં મૅનિવાસ ર્યો તે વખતે શ્રેણિક રાજા વગેરે ઘણા મનુષ્યો ધર્મ સાંભળવા માટે પોતપોતાના ઘરેથી મારી પાસે આવ્યા. જિનદત્ત નામના મિત્રની સાથે તે લેપવણિક મનવિના પણ સર્વજ્ઞ એવા મને પ્રણામ કરીને બેઠો. જન્મ – જરા અને મરણથી વિશેષ પ્રકારે મુકાયેલા એવા જિનેશ્વરોવડે આ લોકમાં ઉત્તમ સાધુધર્મ ને ઉત્તમશ્રાવકધર્મ આ બે માર્ગો કહેવાયા છે.
સમ્યક્વમૂલ – પાંચ અણુવ્રત – ત્રણગુણવ્રત અને ચારશિક્ષાવ્રત એ બાર વ્રતો નિચ્ચે પાલન કરવાં જોઇએ. તે વ્રતધારી આત્મા સ્વર્ગ અને મોક્ષ આદિના સુખની પરંપરાને પામે છે. કારણ કે સારી રીતે પાલનકરેલી જીવદયા મોક્ષસુખને આપનારી છે. હયું છે કે : –
जयणा ज धम्मजणणी, जयणा धम्स्स पालणी होइ। तव्वुढिकरी जयणा, एगंत सुहावहा जयणा ॥२५॥
જયણા ધર્મને ઉત્પન્ન કરનારી છે. અને ધર્મનું પાલન કરનારી છે. ને તેની વૃધ્ધિ કરનારી છે અને જ્યણા એકાંતે સુખને પમાડનારી છે. પુરાણમાં પણ કહયું છે કે:- હે યુધિષ્ઠિર ! જે સોનાના પર્વતને આપે, ને સમસ્ત પૃથ્વીને (દાનમાં) આપે તે એકને જીવિતદાન આપનાર સરખો નથી. હે યુધિષ્ઠિર ! હું પૃથ્વીમાં છું. હું વાયુ અને અગ્નિમાં છું. હું પાણીમાં પણ છું. વનસ્પતિમાં પણ હું રહેલો છું અને હું સર્વ પ્રાણીઓમાં રહેલો છું. જેમને સર્વમાં રહેલો જાણીને તેની ક્યારે પણ હિંસા કરતો નથી, તેનો હું વિનાશ કરતો નથી, ને તે પણ મારો વિનાશ કરતો નથી.
अस्तंगते दिवानाथे, आपो रूधिरमुच्यते; " अनं मांससमं प्रोक्तं, मार्कण्डेन महर्षिणा॥२९।।
સૂર્ય અસ્ત થાય ત્યારે પાણી લોહી કહેવાય છે. અને અન્ન તે માંસ સરખું માર્કડ ઋષિએ કહયું છે. આ