________________
શ્રી પાર્શ્વનાથ પ્રભુનું શ્રી શત્રુંજયમાં આવવાનું સ્વરૂપ
સારું છે. જો મારી પાસે લાડવાવગેરે હોય તો હું પણ એ વખતે આપીશ. હું અહીં શું કરું ? કારણકે શેઠ કરતાં હું અલ્પપુણ્યવાલો છું.
૧૧૭
કહયું છે કે જે અન્યજન્મમાં પુણ્ય કે પાપ પોતાના કર્મના પરિણામવડે ઉપાર્જન કરાયું હોય તે દેવો અને અસુરોવડે પણ અન્યથા કરવા માટે શક્તિમાન નથી. સૂર્ય ઉદય પામે ત્યારે નેત્રવાલો સંપૂર્ણ લોકને જુએ છે. જે ઘુવડ જોતો નથી તેમાં સૂર્યનો શું ઘેષ ? આ પ્રમાણે ઉત્તમ ભાવનાને ભાવતાં તેણે મોક્ષનગરીમાં જવાને યોગ્ય એવું પુણ્ય કર્યું. શેઠવડે શિખામણ અપાયેલો સોમ શ્રેષ્ઠપુષ્પોવડે પ્રભુના શરીરપર તેવીરીતે આંગી કરતો હતો કે જેથી બીજાને હર્ષ થતો હતો. અનુક્રમે સોમ મરણ પામ્યો ને તારો પુત્ર ગુણરાજ થયો. અને ભીમ મરીને વત્સરાજ નામે તમારો બીજો પુત્ર થયો. તમારો પુત્ર ગુણરાજ આ સંસારમાં જિનેશ્વરપ્રભુની આંગી કરવાથી નામ અને રૂપને કરનારી ક્લાને પામ્યો. અને સુપાત્રને વિષે ચન્દ્રે આપેલા દાનની અનુમોદના કરતો ભીમ, તે વત્સરાજ સવારમાં પાંચસો સોનામહોર પ્રાપ્ત કરતો હતો.
ચંદ્ર મરીને ક્લાપુરી નગરીમાં પાંચ લાડવા આપવાથી પાંચ ક્રોડ સોનામહોરનો અધિપતિ ધનનામે શેઠ થયો. તે ધનથી ધનશેઠ પાંચમા ભવમાં મોક્ષે જશે. ને તારા પુત્રનો છઠ્ઠા ભવમાં મોક્ષ થશે. આ પ્રમાણે તું જાણ. દુષ્કર્મના ક્ષયને માટે પુણ્યની ક્યિા છોડવી ન જોઇએ કારણ કે જ્યાં સુધી પાપ હોય ત્યાં સુધી પ્રાણીઓની મુક્તિ થતી નથી.
આ પ્રમાણે બન્ને પુત્રોએ પૂર્વભવમાં કરેલા ધર્મને સાંભળીને પુત્રસહિત કુબેરશેઠે સમ્યક્ત્વ સહિત ધર્મે સ્વીકાર્યો. માતાપિતા સહિત તે બન્ને ભાઇ અરિહંતના ધર્મને કરતાં શ્રી સિધ્ધક્ષેત્ર આદિ તીર્થમાં અનુક્રમે યાત્રા કરતા હતા. કુબેરશેઠ પત્નીસહિત ગુરુપાસે સંયમ લઈને પાલન કરતાં નિર્મલમનવાલા છા દેવલોકમાં ગયા. પૂજા અને દાનના પ્રભાવથી કુબેરશેઠના બન્ને પુત્રો ત્યાંથી ચ્યવી થોડાભવમાં ક્લ્યાણકારી એવી મુક્તિને અહીં પામ્યા. ઇત્યાદિ શ્રી પાર્શ્વનાથ જિનેશ્વરની પાસે દેશના સાંભળીને ઘણાં પ્રાણીઓ તે વખતે શ્રાવક અને સાધુના વ્રતને પામ્યાં. અનુક્રમે તે શ્રી પાર્શ્વનાથ પ્રભુના ત્રણસો શિષ્યો કેવલજ્ઞાન પામી પોતાના આયુષ્યના ક્ષયે જલદી મોક્ષ પામ્યા.
શ્રી પાર્શ્વનાથ પ્રભુનું શ્રી શત્રુંજયમાં આવવાનું સ્વરૂપ સંપૂર્ણ