________________
શ્રી પાર્શ્વનાથ પ્રભુનું શ્રી શત્રુંજયમાં આવવાનું સ્વરૂપ
પુત્ર વગરનાનું ઘર શૂન્ય છે. બાંધવ વગરનાની દિશાઓ શૂન્ય છે. મૂર્ખનું હૃદય શૂન્ય છે. અને દારિદ્રતા એ સર્વ શૂન્ય છે. શેઠે કહ્યું કે સુંદર એવા પણ સોનાવડે શું કરાય ? જેનાવડે બે કાન તૂટે અને પ્રાણીઓને દુ:ખ થાય ? યોગીએ ક્હયું કે હમણાં આ બન્ને પુત્રોને તું મને આપ. જેથી સર્વે મનોહર ક્લાઓ તે બન્ને ને હું જલ્દીથી શિખવાડું. શેઠે હ્યું કે આપને આ બન્ને પુત્રો કેમ અપાય ? તમે તો મારા બન્ને પુત્રોને લઇને દૂર નાસી જશો. (જ્યાં રહેશો ) યોગીએ કહયું કે હું તમારા બન્ને પુત્રોને તેવીરીતે ક્લા શિખવાડીશ કે જેથી તે બન્ને રાજા વગેરે મનુષ્યોને નિશ્ચે ખુશ કરશે.
-
હે વણિક ! તે બન્નેમાં જે તમારે મોટો પુત્ર છે. તે તમારે ગ્રહણ કરવો. અને બીજો મને આપવો. તમે જો આ પ્રમાણે મારું કહેલું કરશો તો નક્કી તમારા ઘરમાં ઘણી લક્ષ્મી થશે. કારણ કે મારી પાસેથી ઉત્તમ એવી ક્લાઓને શીખેલા મનુષ્યો સર્વમનુષ્યો અને રાજાઓને પણ પૂજનીય થાય છે. અશ્વ – શસ્ત્ર – શાસ્ત્ર – વીણા – વાણી – નર ને નારી. વિશિષ્ટ પુરુષને પામેલા યોગ્ય અને અયોગ્ય થાય છે. હાથી – ઘોડા – લોઢું – લાકડું – પથ્થર – વસ્ત્ર - સ્ત્રી પુરુષ ને પાણીનું ઘણું અંતર હોય છે. ( તે દરેકમાં તફાવત હોય છે. ) તે પછી શેઠે પત્ની સાથે વિચાર કરીને તે જ વખતે ક્લાઓ શિખવાડવા માટે પોતાના બન્ને પુત્રો યોગીને આપ્યા. તે ક્લક્લ નામના યોગીએ ઉજયંત ગિરિઉપર જઇને તે બન્ને શ્રેષ્ઠિપુત્રોને અનેકપ્રકારે સુંદર ક્લાઓ શિખવાડી. સવારે પહેલો શ્રેષ્ઠિપુત્ર પાણીથી એક કોગળો કરે છે ત્યારે તેના મુખમાંથી વેગથી પ∞ સોનામહોર પડે છે. બીજો પુત્ર ક્લાથી હાથી – ઘોડા – પાયદલ વગેરે સુંદર – બલ ( લશ્કર ) કરીને તેને વેચવાથી ઘણું ધન ઉપાર્જન કરતો હતો. યોગી હેલા દિવસે તે બન્ને પુત્રોને શેઠની આગળ લાવ્યો. અને સવારે તે બન્નેએ પોતાની સર્વક્લા બતાવી. શેઠે પહેલા પુત્રને લીધો, ને યોગીરાજે બીજા પુત્રને લીધો. યોગીએ કહયું કે આપના ( તમારા ) ઘરમાં ઘણી લક્ષ્મી થાઓ. યોગીરાજ બીજા શ્રેષ્ઠીપુત્રને લઇ ગયો. ને ત્યાં ( રહેલો પ્રથમ ) શ્રેષ્ઠિ પુત્ર – પિતાને રોજ પ∞ સોનામહોર આપે છે. શ્રેષ્ઠિએ ઘણું ધન થવાથી – ઘણા વૈભવને વાપરી કૈલાસપર્વત સરખો મોઢે આવાસ કરાવ્યો. કહયું છે કે :–
घोटकैः क्षत्रिया विप्रा, व्याजेन वणिजो गृहैः । ળૌટુમ્વિા: જે ઈક્ષ્મી, ગમયત્યનિતામપિરા
૧૧૩
ક્ષત્રિયો ઘોડાવડે, બ્રાહ્મણો વ્યાજ વડે – વણિકો ઘરવડે, ણબી – ખેડૂત લોકો ખેતીવડે ઉપાર્જન કરેલી લક્ષ્મીને વાપરે છે. લક્ષ્મીવડે ધનવાન પુરુષો હોય તેની પાસે આવીને સ્વજનો હંમેશાં સેવા કરે છે. ત્યારે નિર્ધન ક્યારે પણ સેવા કરાતાં નથી. ધર્મકાર્યને કરતો ને ઘણું દાન આપતો શેઠ દાનીપુરુષોમાં અનુક્રમે પ્રથમ રેખાને નગરમાં પામ્યો. કહયું છેકે :
विद्यावृध्दास्तपोवृध्दा, येच वृध्दा बहुश्रुता: ।
सर्वे ते धनवृध्दस्य, व्दारे तिष्ठन्ति किङ्कराः ॥ ५५ ॥