________________
શ્રી શત્રુંજયપર શ્રીમલ્લિનાથ પ્રભુને આવવાનો સંબંધ
૧૭
परवादे दशवदनः, परदोषनिरीक्षणे सहस्त्राक्षः
सव्वृत्तवित्तहरणे, बाहुसहस्त्रार्जुन: पिशुनः ॥१९॥ સર્વનો આત્મા ગુણવાન છે, પારકાના શેષને જોવામાં સર્વકાલ છે. સર્વ બીજાની નિદાન કરે છે. પણ કોઇ પોતાના શેષને બોલતું નથી.
દુર્જન પારકાના ઘોષને કહેવામાં દશ મુખવાલો હોય છે. પારકાના દોષ જોવામાં હજાર આંખવાલો હોય છે. સદાચાર રૂપી ધનને હરણ કરવામાં હજાર હાથવાલો અર્જુન જેવો (દુર્જન) ચાડિયો હોય છે. રાજાવડે છૂટા કરાયેલા તેઓ બીજા રાજાની પાસે ગયા. તેઓવડે પણ પરીક્ષા કરીને ન રખાયા. તેથી તેઓ જીવનપર્યત પરસ્પર કજિયો કરતાં આલોક અને પરલોકમાં લાંબા કાળસુધી દુઃખી થયા. જે જે લોકે દેવ – ગુરુ – માતા – પિતા અને ધર્મને માને છે. તે તે જીવો સ્વર્ગ અને અપવર્ગના સુખને ભોગવનારા થાય છે. ઈત્યાદિ આ વગેરે શ્રી જિનેશ્વરે હેલાં વચનને સાંભળીને તે વખતે ઘણાં લોકો તે પર્વત ઉપર સ્વર્ગ અને મોક્ષનાસુખને પામ્યાં. આ રીતે મંત્રીશ્વરે પાંચસો શ્રેષ્ઠ સેવકોની પરીક્ષા કરીને જેઓને રાખ્યા. તેઓ ભક્તિથી રાજાની સેવા કરે છે. એક વખત તે રાજા ઘણા મંત્રી અને સુભટઆદિની સાથે શ્રી શત્રુંજયગિરિપર યુગાજિનપુંગવને નમન કરવા માટે ગયો. તે વખતે ત્યાં હર્ષવડે શ્રી ઋષભદેવજિનેશ્વરનું આનંદથી ધ્યાન કરતાં તે સુભટને અને મંત્રીશ્વરને ક્વલજ્ઞાન ઉત્પન્ન થયું. અનુક્રમે તે સર્વે મંત્રીશ્વર વગેરે સુભટો શ્રી સિધ્ધિગિરિઉપર સર્વકર્મનો ક્ષય કરી મુક્તિપુરીમાં ગયા. શ્રી મલ્લિનાથતીર્થંકરના આહજાર મુનિઓ આ શત્રુંજયગિરિઉપર કર્મનો ક્ષય કરી મુક્તિપુરીમાં ગયા.
શ્રી શત્રુંજયગિરિઉપર મલ્લિનાથ જિનેશ્વરને આવવાનો સંબંધ સંપૂર્ણ
શ્રી શત્રંથપર શ્રી મુનિસુવ્રતસ્વામીને આવવાનું સ્વરૂપ
શ્રી રાજગૃહનગરમાં સુમિત્રનામે નીતિવાન અને ધનવાન રાજા હતો. તે તેવી રીતે લોકોનું રક્ષણ કરતો હતો કે જેથી સર્વે લોકો સુખી થયા. તેની પધા નામની પ્રિયાએ હાથી વગેરે ઉત્તમવનોથી સુચિત શ્રેષ્ઠપુત્રને જેઠ વદિ આઠમની રાત્રિએ જન્મ આપ્યો. ઈદે જન્મોત્સવ ર્યા પછી પિતાએ જન્મોત્સવ કરીને પુત્રનું મુનિસુવ્રત એ પ્રમાણે