________________
શ્રી અરનાથ જિનેશ્વરનો શ્રી શત્રુંજ્યમાં આવવાનો સંબંધ
૧૦૫
કાઢી નથી મૂક્યો. જ્યાં સુધી પતિ મોઘા એવા સ્નેહપક્ષને વહે છે ત્યાં સુધીજ લક્ષ્મી – સૌભાગ્યને સ્ત્રી મોટાં હોય છે. માતા – પિતા ને ભાઈએ તેવા પ્રકારનું વાત્સલ્ય કરીને અપરાધથી રહિત એવી મારું સર્વનાશ કેમ કર્યું? આ પ્રમાણે વિચારીને આભરણ વગેરેને પોટલામાં જાતે બાંધીને શ્વેતવસ્ત્રધારણ કરતી મદનની સ્ત્રી પોતાના ઘરે આવી. પુત્રવધૂ ઉત્તમ ભક્તિથી જેટલામાં સાસુના પગમાં પડી તેટલામાં સાસુએ કહયું કે મારા પુત્રનું મંગલ છેને? પુત્રવધૂએ કહયું કે તમારો પુત્ર કુશલ છે. મને પગબંધન જાણીને એકાંતમાં મૂકીને દૂરદેશ તરફ તેઓ ચાલ્યા ગયા. પતિ વગરની કરાયેલી જો હું ઘરમાં ઉત્તમ વસ્ત્ર ને આભરણવાલી રહીશ તો મારું મન સન્માર્ગમાં નહિ રહે.
એ પ્રમાણે વિચારીને શરીર ઉપરથી આભૂષણવગેરે ઉતારી સાસુ એવા તમારી પાસે આવી રીતે આવી છું. બલવાળોખોરાક અને રાગકરનાર તાંબુલ વગેરેનો તે વખતે પ્રીતિમતીએ શીલની રક્ષામાટે ત્યાગ કર્યો. પતિ આવ્યો ત્યારે પ્રીતિમતી ઉત્તમ વસ્ત્રો ધારણ કરનારી ઉચિત બોલવા આદિવડેકરીને પતિનો વિનય કરતી હતી. માતા-પિતાની વાણીવડે સતીનેઉચિત પત્નીનું આચરણ જાણીને આભૂષણ આપવાવડે પ્રિયાનું સન્માન કર્યું. પિતાની આગળ ઘણી લક્ષ્મી ભેટ કરીને નમસ્કાર ર્યો. અને તે પછી પુત્રમદન ભક્તિ વડે માતાનાં બે ચરણોને નમ્યો. અનુક્રમે ગુરુપાસે ચારિત્રનું ફલ મોક્ષ સાંભળીને પ્રિયાસહિત મદનકુમારે મોક્ષનેઆપનારી દીક્ષા ગ્રહણ કરી. શુધ્ધચારિત્રની આરાધના કરીને મદનમુનિ અનુક્રમે શ્રી શત્રુંજયગિરિ ઉપર તપતપીને મોક્ષનગરીમાં ગયા. પ્રીતિમતી પણ શુધ્ધચારિત્રને આદરથી આરાધીને પહેલા દેવલોકમાં દેદીપ્યમાન શરીરવાલો દેવ થયો. ઈત્યાદિ શ્રી અરનાથ જિનેશ્વરનાં વચન સાંભળીને ઘણાં લોકો તે તીર્થમાં સર્વકર્મના ક્ષયથી મોક્ષમાં ગયાં. તે તીર્થમાં ઘણાં દિવસ રહીને શ્રી અરનાથ તીર્થકરે સર્વ પ્રાણીઓને બોધકરવામાટે બીજા દેશમાં વિહાર ક્યું.
શ્રી શત્રુંજયમાં શ્રી અરનાથ જિનેશ્વરને આવવાનો સંબંધ.
શ્રી શત્રુંજયપર-શ્રીમલ્લિનાથપ્રભુને આવવાનો સંબંધ.
મિથિલા નામની નગરીમાં કુંભરાજાની પત્ની પ્રભાવતીએ હાથીવગેરે મુખ્ય સ્વપ્નોથી સુચિત પુત્રીને જન્મ આપ્યો. ઈદે જન્મોત્સવ ર્યા પછી પિતાએ જન્મોત્સવ કરીને હર્ષવડે પુત્રીનું નામ મલ્લિકુમારી એ પ્રમાણે આપ્યું.
અનુક્રમે ગૃહવાસનો ત્યાગ કરી છેવ્રત – દીક્ષાલઈ સમસ્ત કર્મનો ક્ષયરી મલ્લિનાથપ્રભુ નિર્મલજ્ઞાન – ક્વલજ્ઞાન પામ્યા. એક વખત શ્રી મલ્લિનાથ વિહાર કરતાં લોકોને પ્રતિબોધ કરતાં ઘણા સાધુઓ અને દેવોવડે આશ્રય