________________
થી શરુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર
શ્રી શત્રુંજયપર થાકુથનાથતીર્થકરનું આગમન ને
સમવસરણનું સ્વરૂપ
હસ્તિનાપુર નગરમાં સુરરાજાને “ શ્રી " નામે પ્રિયા હતી. વૈશાખ વદિ – ૧૪ – ની તિથિએ તેણીએ પુત્રને જન્મ આપ્યો. ઇન્દ્ર જન્મોત્સવ ર્યા પછી પિતાએ જન્મોત્સવ કરીને સજજનોની સાક્ષીએ પુત્રનું કુંથુ એ પ્રમાણે નામ આપ્યું. છખંડની પૃથ્વીને સાધીને રજ – ધૂળ ની જેમ પૃથ્વીને છેડીને એક વર્ષ સુધી દાન આપીને સંયમ ગ્રહણ ર્યો. કર્મનો ક્ષયરી કેવલજ્ઞાન પામી પ્રાણીઓને પ્રતિબોધ કરતાં શ્રી કુંથુનાથ તીર્થકર શ્રી શત્રુંજયતીર્થપર આવ્યા.
ત્યાં બારપર્ષદા બેઠી ત્યારે જિનેશ્વરે મોક્ષને આપનાર ધર્મોપદેશ આપવાની શઆત કરી. અહીં કથા કહે છે..
સિધ્ધનામના નગરમાં પ્રજાનું પાલન કરતાં સિધ્ધસેનરાજાની સર્વપ્રજા અનુક્રમે સુખી થઈ. ત્યાં ભીમનામનો કુંભાર ઘણો ચતુર હતો. પારકાંની સાથે બોલવામાં ને આબાદીમાં તે અક્ષર કરે છે. (એટલે સ્પષ્ટ શબ્દન સંભળાય એવીરીતે બડબડ કરે છે.) પારકાની સાથે જવામાં – વસ્ત્રને આભૂષણ પહેરવામાં ને બોલવાનું જોઈને તે કુંભાર હંમેશાં આણક્ષર કરે છે. (બડબડ કરે છે.) આ અનક્ષર આવે છે, જમે છે, સૂએ છે, બોલે છે. આ પ્રમાણે લોકોએ તે કુંભારનું નામ અનક્ષર આપ્યું. લોકોમાં બોલવા આદિ કાર્યોને જોઈને સહન કરવામાટે અસમર્થ એવા તે કુમારે માણસવગરના જંગલમાં નિવાસ કર્યો. ઘાસની ઝૂંપડીમાં રહેતા એવા તે કુંભારે ઘોડાવડે હરણ કરાયેલા અને ત્યાં આવેલા રાજાને જોયા. ભૂખ્યા એવા રાજાને ભક્તિવડે કુમારે પોતાનું અન્નપાન આપીને સ્વસ્થ ર્યા અને તે આનંદ પામ્યો.
નગરીની અંદર તેને લાવીને તેને ઘર આપી ઘણું દ્રવ્ય આપવાવડે કુંભારને આનંદ પમાડ્યો. આ બાજુ જંગલમાં બોરડીના ફલને (બોરને) ચૂંટતી દેવી સખી ઘાંચીની પુત્રીને જોઈને રાજા તેના પર રાગી થયો. અને તેને પરણી સુંદરવસ્ત્રને આભૂષણવાલી તેણીને ઈન્દ જેમ ઈન્દાણીને રાખે તેમ રાજાએ તેને મોટા મકાનમાં રાખી. દેદીપ્યમાન પાલખીમાં બેઠેલી – શ્રેલ્વેશને ધારણ કરતી મુખને મરડતી – સખી સહિત રાજમાર્ગમાં જતી પોતાના ઉત્કર્ષને બોલતી ઘાંચીની પુત્રી રાણીને ઈષ્યરતી જોઈને અનફરે તે વખતે કહયું કાલે જે બોર વીણતી હતી તે આજે તું તેલને જાણતી નથી. નહિ સહન કરનારા અનેક્ષરે ફરીથી જંગલમાં ઘર ક્યું. તે પછી કુભાર નગરીની બહાર જઈને ત્યાં ઘર કરીને સર્વજનોને વિષે ઇર્ષ્યા કરતો રહ્યો. આ બાજુ ત્યાં ધર્મસુંદરસૂરિ આવ્યા. તેઓએ અક્ષરની આગળ ધર્મદેશના કરી તે આ પ્રમાણે :