________________
શ્રી શત્રુંજયપર થી ધર્મનાથ જિનેશ્વર
આવવાનું વૃક્ષ
રનપુર નામના નગરમાં ભાનુરાજાની પત્ની સુવ્રતાએ માઘસુદિ ત્રીજને દિવસે શ્રેષ્ઠ પુત્રને જન્મ આપ્યો. ઈન્દ્ર જન્મોત્સવ ર્યો ત્યારે પિતાએ જન્મોત્સવ કરીને સજજનોની સાક્ષીએ પુત્રનું ધર્મ એ પ્રમાણે નામ આપ્યું. પિતાની પાસેથી રાજય પામી લાંબાસમય સુધી પ્રજાનું પાલન કરી દીક્ષા લઈ અનુક્રમે વેગપૂર્વક કેવલજ્ઞાન પામ્યા. એક વખત શ્રી ધર્મનાથ જિનેશ્વર શ્રી શત્રુંજયતીર્થપર આવ્યા. અને ભવ્ય પ્રાણીઓને મોક્ષને આપના ધર્મોપદેશ આપ્યો. જેઓ ગુએ કહેલ શુધ્ધજ્યિાના સમૂહને કરે છે તે પ્રાણીઓ સ્વર્ગ અને મોક્ષ વગેરેની સુખલક્ષ્મીને મેળવે છે.
धर्मादधिगतैश्वर्यो- धर्ममेव निहन्ति यः कथं शुभगति र्भावी, स स्वामिद्रोहपातकी॥६॥
ધર્મથી પ્રાપ્ત ક્યું છે ઐશ્વર્ય જેણે એવો જે ધર્મને જ હણે છે. તે સ્વામીનાદ્રોહનું પાપ કરનારા શુભગતિવાલો કેમ થાય ?
अङ्कस्थाने भवेद्धर्म: - शून्यस्थाने ततः परम् .अङ्कस्थाने पुनर्भग्ने, सर्वशून्यं दरिद्रता ॥७॥
ધર્મ અંનાં સ્થાનમાં છે તેથી બીજું બધું શૂન્યના સ્થાનમાં છે. જે અંકનું સ્થાન ભાંગી જાય તો સર્વશૂન્ય એવી દરિદ્રતા છે. (એકડા વગરના મીંડાં નકામાં) અહિ કથા કહે છે :
- કુંડ નામના નગરમાં સોમ- વીર – ધીર અને અમર નામના પરસ્પર પ્રીતિને ભજનારા તે વખતે ચાર મિત્રો હતા એhખત ધન ઉપાર્જન કરવા માટે બધા મિત્રો ચાલ્યા. અને મંગપર્વતપર શ્રેષ્ઠ સિધ્ધપુરુષની સેવા કરવા લાગ્યા. તેની સેવા કરતાં અમાસને અંતે તે પુરુષોને સિધ્ધપુરુષે હયું કે તમે હમણાં વરદાન માંગો. તે પુરુષોએ કહયું કે દાદ્ધિને ભેદનારુંધન આપો. સિધ્ધપુરુષે કહયું કે પહેલાં તુંબડીના ફ્લ લાવો. પુષ્યનક્ષત્રને સૂર્યના યોગમાં દિવસની અંદર સવાર પૃથ્વીને ખેડીને ભાવથી તુંબડીના બી વાવવાં. તેની ઉપર છાયાને માટે મંડપ કરવો અને એકાંતમાં રહી હું એ પ્રમાણે એક લાખ જાપ કરવો. ઈત્યાદિ વિધિવડે વાવેલાં તુંબડીનાં બીજ બીજીવાર વાવવાં માટે આદરપૂર્વક ગ્રહણ