________________
હજુપણ બીજા ભંડારોમાં શોધખોળ કરતાં તેની અન્ય પ્રતિઓ જરૂર મલશે. તો તેમાં પણ કોઇક વિદ્વાન મુનિવરે પ્રયત્ન કરવો જરૂરી છે.
અત્યાર સુધીમાં આપણા જૈનધર્મના સાહિત્ય વિભાગમાં શ્રી શત્રુંજય માટે સ્વતંત્ર બેજ ગ્રંથો હતા. તેમાંનો એક ગ્રંથ શ્રી શત્રુંજય માહાસ્ય. અને બીજો ગ્રંથ આ શ્રી શત્રુંજ્ય લ્પ છે.
'પહેલા ગ્રંથ શ્રી શત્રુંજ્ય માહાસ્યમાં શ્રી શત્રુંજ્યના મહિમાની કથાઓનું વર્ણન ખૂબ જ વિસ્તારપૂર્વક પૂ. ઘનેશ્વરસૂરિ મહારાજે કરેલ છે. જ્યારે આ ગ્રંથમાં તો શુભાશીલગણિ મહારાજે સાવ–સાદી-સીધી વર્ણન વગરની નાની નાની કથાઓ જ મૂકી છે. જે અત્યારના જમાનામાં લોકોને વધુ અનુલ આવશે. અને સાહિત્ય - કાવ્ય વગેરેના અભ્યાસીને તો શ્રી શત્રુંજય માહાસ્ય જ ગમશે.
જેના ઉપરથી આ ગ્રંથ બન્યો છે. તે શ્રી શત્રુંજ્ય ધૂની મૂળ –૩૯-ગાથાઓ છે. જેની રચના ધર્મઘોષ સુરિજીએ કરેલ છે. જેની મૂળગાથાઓ પૂર્તિમાં સ્મરણ માટે સાથે મુકેલ છે. જે નિત્ય સ્મરણ કરનારા પુણ્યાત્માઓને ગમશે. અને ઉપયોગ કરશે.
હવે “શ્રી શત્રુંજ્ય લ્પ " નામનો સંસ્કૃત ટીકાવાલો જે ગ્રંથ છે. તેનું શ્લોક પ્રમાણ -૧૪રર૪- છે. તે ગ્રંથ – વિ. સં. – ૧૫૮ –માં એટલે આજથી –પર૯- વર્ષ પહેલાં બનેલો છે. જેના í શુભશીલગણિ મહારાજ છે, જેમાં શ્રી શત્રુંજયની નાની મોટી ૧૧૦– કથાઓનો સંગ્રહ ગ્રંથકારે કર્યો છે. તેજ ગ્રંથનું આ ગુજરાતી ભાષાંતર છે.
આ ભાષાંતરની અંદર સહુ પ્રથમ શ્રી શત્રુંજયનાં –ર–નામની ર૧ કથાઓ –૩– તીર્થકર ભગવંતોની પધરામણી – સમવસરણ ને ઉપદેશ, શ્રી શત્રુંજ્યની – ૪ – ઉપમાની –૪– કથાઓ, શ્રીરામ – શ્રી કૃષ્ણ – અને પાંચ પાંડવોનું જીવનવૃત્તાંત વિસ્તારથી લીધેલ છે. તથા ઉદ્ધાર વગેરેની કથાઓ પણ લીધી છે. એક્ટરે આ ગ્રંથ જૈન સમાજને શ્રી શત્રુંજ્યના વાંચન માટે નવો જ છે.
આમ પણ જૈન શાસનમાં ગ્રંથ દ્વારા ઉપકાર કરનારા પૂજયોમાં કથાકાર તરીકે નામના મેળવનાર શ્રી શુભશીલગણિ મહારાજનું નામ મોખરે છે. પ્રથમ પંક્તિમાં રહેલું છે. તેમની કથાઓની રચનામાં એક ચોક્કસ પદ્ધતિ છે. અને તેઓએ તે કથાઓમાં વિવિધ – અવનવી વાતો – હેવતો વગેરે ને જુદી જ રીતે રજૂ કરી છે.
હવે આ ગ્રંથકારે –પર૯- વર્ષ પહેલાં આ ગ્રંથની રચના કરી હતી એટલે તે સમય પછી બનેલી વાતોનો સંગ્રહ ન હોય એ સાવ સ્વાભાવિક છે. પણ તે પહેલાં થયેલી વાતોનો સંગ્રહ અવશ્ય હોવો જ જોઈએ. તેના માટે ક્રમ બદ્ધ વિચાર કરીએ.