________________
શ્રી અભિનંદન સ્વામીનો શત્રુંજયમાં આવવાનો સંબંધ
કરતાં ઘણાં તપસ્વીઓ સાથે શ્રી શત્રુંજયમાં મોક્ષે ગયા. આ પ્રમાણે અભિનંદન સ્વામી પાસેથી ઘણાં ભવ્યજીવો ધર્મ સાંભળીને સિધ્ધપર્વતના ( મસ્તક ) શિખરપર મોક્ષે ગયા.
તારાપુર નામના નગરમાં હર નામનો ભારવાહક ( ભાર ઉપાડનારો ) ઘણાં વજનને ઉપાડતો વધીને છેલ્લે એક મણથી માંડીને વીશમણસુધી ઉપાડતો હતો. તે હંમેશાં દિવસમાં પાંચ – સાત કે આઠ ક્રમને ( ક્રમ એટલે પૈસા જેવું એક જાતનું નાણું ) કમાતો હતો. તેમાંથી એક દ્રમને ધર્મમાં, પાંચ દ્રમને ઘરમાં, અને બે ક્રમ ભંડાર ( તિજોરી )માં મૂક્યો, તે હર નામનો ભારવાહક સુખદુ:ખમાં ધર્મકાર્યને છોડતો નથી. અને યથાશક્તિ ગુરુસાક્ષીએ પચ્ચકખાણ કરે છે . મસ્તવડે ઉપાર્જન કરેલી લક્ષ્મીને ધર્મકૃત્યમાં વાપરતો હરભારવાહક સારા ભાવથી સર્વજ્ઞ એવા શ્રી અભિનંદન સ્વામીની સેવા કરતો હતો. શ્રી અભિનંદન સ્વામીપાસે હર દીક્ષા લઇને અનુક્રમે સર્વકર્મના ક્ષયથી સિધ્ધગિરિ પર્વતપર મોક્ષને પામ્યો.
જંબૂ નામના નગરમાં મધુનામનો શ્રેષ્ઠિ શ્રેષ્ઠ એવી બુધ્ધિને વેચતો સુંદર વેશને ધારણ કરીને પોતાની કિમતી દુકાને હંમેશા બેસતો હતો. એક વખતે તે જ નગરીનો રહેવાસી, ચંપક શ્રેષ્ઠિનોપુત્ર ત્યાં આવીને બોલ્યો કે અહીં તારી દુકાનમાં કરીયાણું કેમ દેખાતું નથી ? ત્યારે મધુશ્રેષ્ઠિ ક્યુ છે કે મારી દુકાનમાં બુઘ્ધિરૂપી મનોહર કરીયાણું છે. તે બુધ્ધિરૂપી કરીયાણું જે ગ્રહણ કરે છે. તે કાયમ માટે સુખી થાય છે. તેણે પાંચસો ક્રમ આપીને એક બુધ્ધિ (વેચાતી) લીધી. બે જણાં ઝગડો કરતાં હોય ત્યાં તમારે સ્થિરતા પૂર્વક ઊભા ન રહેવું. ત્યારે કોઇક માણસે આવીને શ્રેષ્ઠિની આગળ કયું કે તમારા પુત્રે શ્રેષ્ઠ કરીયાણું લીધું. તેનાથી તમને લાભ થશે. તેથી શ્રેષ્ઠિએ મધુશ્રેષ્ઠિ પાસે જઇને કહયું કે તું સારો નથી કારણ કે તેં બુધ્ધિ આપવાવડે મારા પુત્રને શિક્ષા કરી છે ( છેતર્યો છે. ) ત્યારે મધુ શ્રેષ્ઠિએ કહયું કે જો મારું કરીયાણું ન ગમે તો મારી બુધ્ધિ પાછી આપ. અને તારું ધન પાછું ગ્રહણ કર. હવે આ ચંપક શ્રેષ્ઠિના પુત્રે જ્યાં બન્ને જણાં લડતાં હોય તો ત્યાં તે ન ઊભો રહે તો મને એક હજાર ક્રમ આપે. ચંપક શેઠે એ પ્રમાણે કબૂલ કરીને તે બુધ્ધિ પાછી આપી દઈને પોતાનું ધન લઇને પોતાને ઘરે પુત્ર સાથે ગયો. લડાઇ કરતા એવા મંત્રીના અને સેલ્લહસ્તના પુત્રની પાસે જેટલામાં શ્રેષ્ઠિનો પુત્ર ઊભો રહયો. તેટલામાં તે બન્નેએ તેને સાક્ષી ર્યો. ત્યારે ઝગડો કરતા મંત્રીના અને સેલ્વહસ્તના પુત્રોએ રાજા પાસે જઇને પરસ્પર એકબીજાનો ઘેષ યો. ત્યારે બન્નેએ સાક્ષી એવા શેઠના પુત્રને બોલાવ્યો. તેણે મંત્રીના પુત્રનો પક્ષ લીધો ત્યારે સેલ્લહસ્ત તેનાઉપર ગુસ્સે થયો. આ બાજુ સેલ્લહસ્તે કપટથી રાજાપાસે તેની ઘણીલક્ષ્મી લૂંટી લેવાવડે દંડ કરાવ્યો. ત્યાર પછી બુધ્ધિના વેપારીને ઘણું ધન આપીને બુધ્ધિ લઇને એના કહેવા પ્રમાણે આનંદથી તે ચંપક શેઠ ત્રણ રસ્તે ઊભો રહયો. ચંપક શ્રેષ્ઠિ ત્રણ રસ્તે ઊભો રહીને માર્ગે જતાં મનુષ્યોને પૂછે છે કે હમણાં તમે શું જોયું ? તે ક્યો. એક મુસાફર બોલ્યો મને હમણાં એક પત્થર મળ્યો છે. તને જો ગમતો હોય તો મને આઠ ક્રમ આપીને લઇ લ્યો. અને ચંપક શ્રેષ્ઠિ તે પથિકને આહ્વમ આપીને તે પત્થર લઇને પોતાના ઘરે આવ્યો. તે પત્થરમાંથી ક્રોક્રમ મેળવીને ચંપક શ્રેષ્ઠિનો પુત્ર રાજ્યમાન્ય થયો. પોતાના પિતા મૃત્યુ પામ્યા ત્યારે ચંપક શ્રેષ્ઠિ ઘરનો માલિક થયો. ને તેણે અભિનંદનપ્રભુ પાસે જૈનધર્મને અંગીકાર કર્યો. અને અનુક્રમે પોતાના પુત્રને ઘરનો ભાર સોંપીને ચંપક શ્રેષ્ઠિએ અભિનંદન ભગવાન પાસે આનંદથી દીક્ષા લીધી. ગુરુની પાસે મધુનામના શ્રેષ્ઠિએ ધર્મ સાંભળીને જિનપૂજન કરતાં મોક્ષે જવા માટેનું યોગ્યપુણ્ય ઉપાર્જન કર્યું. ધર્મીઓમાં ધર્મની બુધ્ધિ અને કર્મીઓમાં કર્મની બુધ્ધિને હંમેશાં આપતો એવો મધુશેઠ રાજા વગેરેમાં પ્રશંસાને પાત્ર થયો. અનુક્રમે સંસારરૂપી ખાડામાંથી