________________
8
શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર
संसाराभ्बुनिधौ सत्त्वाः कर्मोर्मिपरिघट्टिताः । સંયુષ્યન્તે વિપુષ્યન્તે, તંત્ર : ય વાન્ધવઃ? ।।।।
સંસારસમુદ્રમાં પ્રાણીઓ કર્મના તરંગવડે જોડાયેલા સંયોગ પામે છે ને વિયોગ પામે છે. ત્યાં કોણ કોનો બાંધવ ? આ પ્રમાણે ત્યાં સર્વજ્ઞના ધર્મને સાંભળીને ધર્મી પ્રાણીઓએ સમ્યક્ત્વસહિત શ્રાવકધર્મને આદરથી ગ્રહણ કર્યો. આયુષ્યનાઅંતે ઘણા સાધુસહિત તે જિનેશ્વર શ્રીશત્રુંજયગિરિઉપર ગયા. અને ક્ષીણ થયાં છે પાપ જેના એવા તે મુક્તિનગરીમાં ગયા તે પછી ચંદ્રધનસર્વજ્ઞ આકર્મનો ક્ષય કરી ઘણાં મુમુક્ષુઓ સહિત આ સિધ્ધગિરિઉપર મોક્ષ પામ્યા. તે પછી શ્રી અનંતજિન વિહાર કરતાં આયુષ્યના ક્ષયે આ જ ગિરિઉપર મુક્તિ નગરીને પામ્યા. આ પ્રમાણે અસંખ્ય સાધુઓ સહિત અસંખ્ય સર્વજ્ઞો શત્રુંજયગિરિપર આવ્યા અને મુક્તિનગરીને પામ્યા. ઉત્સર્પિણી વ્યતીત થયે તે સંપ્રતિનામના જિનેશ્વર થયા અને તેમના શ્રેષ્ઠ પ્રથમ ગણધર ંબ નામે થયા. અને તે શ્રીશત્રુંજયગિરિપર આવીને કરોડ મુનિસહિત – મોક્ષમાં ગયા. આથી આ ગિરિ કાદંબક કહેવાયો. અહીં પ્રભાવથી વ્યાપ્ત એવી દિવ્ય ઔષધિઓ છે. રસકૂપ – રત્નો તેમજ બીજા ક્લ્પવૃક્ષો છે.
દિવાળીના દિવસે સારા વારના દિવસે – સક્રાન્તિમાં અને ઉત્તરાયણમાં અહીં આવીને મંડલ સ્થાપન કરે તો દેવતાઓ પ્રત્યક્ષ થાય છે. તેવી કોઇ ઔષધિઓ નથી. તેવા કોઇ સરોવર કે કુંડ નથી. પૃથ્વીમાં તેવી કોઇ સિધ્ધિઓ નથી કે જે આ ગિરિઉપર ન હોય. સુરાષ્ટ્રદેશમાં રહેનારા લોકો દારિધ વડે કેમ પીડા પામે છે કે જ્યાં સિધ્ધિનું ઘર એવો દંબગિરિ છે.
જેની ઉપર આ ગિરિ તુષ્ટ થયો છે, તેને કામધેનુ – લ્પવૃક્ષ ને ચિંતામણિ આદિ તેની ઉપર ચારેબાજુથી સર્વતુષ્ટ થયા છે.
શ્રી પદ્મનાભવગેરે ભાવિપ્રભુનું શ્રી શત્રુંજયમાં આગમન
तह पउमनाहपमुहा - समोसरिस्संति जत्थ भाविजिणा । तं सिद्धखित्तनामं- सो विमलगिरी जयउ तित्थं ॥ ९ ॥
ગાથાર્થ : તેમજ પદ્મનાભ વગેરે ભાવિજિનેશ્વરો યાં સમવસરશે તે સિધ્ધક્ષેત્ર નામે વિમલગિરિતીર્થ