________________
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર
દેશનાના અંતે ઘણાં આદરપૂર્વક સોમે અભિગ્રહ લીધો કે હવે પછી મારે જરા પણ અદત્ત ન લેવું. ભીમે ગુએ હયાં હતાં પણ અદત્તનો અભિગ્રહ ન લીધો. કારણકે સર્વે મનુષ્યો કોઈ ઠેકાણે સરખા હોતા નથી.
ફ્લોર સમુત્પન્ન:, નક્ષત્ર નાતા: न भवन्ति समाः शीलै;, यथा बदरीकण्टका: ।।८।।
એક પેટમાં ઉત્પન્ન થયેલા. એક નક્ષત્રમાં જન્મેલા જીવો સમાન શીલવાળા હોતા નથી, જેમ બોર અને કાંટા. બન્ને ભાઈ એવખત હર્ષવડે દ્રવ્ય ઉપાર્જન કરવા માટે વીરપુર નજીક બીજા દેશમાં ગયા. તે પછી આગળ જતાં સોમે કરોડના મૂલ્યવાલા મણિથીજડિત કુંડલને જોઈને નિર્લોભાણાવડે તે વખતે તેણે ન લીધું.
ભીમે તે ગુપ્તપણે લઈને માર્ગમાં ભાઈને મલ્યો. સોમે કહયું કે – તે શું જોયું? ભીમે કહ્યું કે મેં જોયું નથી. તે પછી તે બન્ને ભાઈઓ પદ્મપુરીમાં આવ્યા.અનુક્રમે બન્ને ભાઈઓએ લક્ષ્મી ઉપાર્જન કરી. ભીમે ગુપ્તપણે કુંડલ વેચીને જયારે ઘણાં કરીયાણાં ગ્રહણ કર્યા ત્યારે સોમે આદરપૂર્વક પૂછ્યું તારી પાસે ઘણાં કરીયાણાં કેમ જોવાય છે ? ભીમે કહયું કે ભાઈ ! હમણાં તારે અહીં પુછવું નહિ. ઘણાં આગ્રહથી પુછાયેલા ભાઈ ભીમે
જ્યારે કુંડલનાં ગ્રહણને હયું. ત્યારે સોમે ભાઈને આ પ્રમાણે કહયું. તમારાવડે હમણાં કુંડલવડે જે કરીયાણું ગ્રહણ કરાયું તે તારું થાઓ. હે ભાઈ ! તેનો ભાગ હું લઈશ નહિ. હવે પછી આપણે બંને ભાઈઓ જુદો વ્યાપાર કરીએ. પ્રાણોનો નાશ થાય તો પણ ક્યારે પણ પારકું ધન હું લઈશ નહિં. તે પછી તે બન્ને ભાઈઓ જુદું જુદું પોતાનું કરીયાણું લઈને નગરમાં આવીને પોતપોતાના ઘરમાં લઈ ગયાં. તે જ રાત્રિમાં ભીમના ઘરમાં ધાડે પ્રવેશ કરીને સર્વ ધનનો સમૂહ હરણ કર્યો. સર્વધન ગયેલું જોઈ પેટને અત્યંત કૂટતો ભીમ બોલ્યો કે આજે રાત્રિમાં ધાડે મારા મકાનને લૂંટી લીધું છે. સામે આવીને કહયું કે હે ભાઈ ! તારા રૂદનવડે શું છે ? તે જે આપ્યા વગરનું ધન લીધું હતું તે સારું ન કર્યું. વગર આપેલો લીધેલો વૈભવને આગલા વૈભવને સાથેલાં રાજા – અગ્નિ ને ચોર આદિવડે નાશ પામે છે. અન્યાયથી ઉપાર્જન કરેલ દ્રવ્ય ૧૦ વર્ષ રહે છે. સોલખું વર્ષ આવે ત્યારે મૂલસહિત નાશ પામે છે. અગ્નિશિખાને પીવી સારી. સર્પનું કરવું સારું. હલાહલ ઝેર પીવું સારું. પરંતુ પરધનને હરણ કરવું સારું નથી.
चौरश्चौरापको मन्त्री, भेदज्ञः काणकक्रयी; ૩૯ઃ સ્થાનકી, ચૌર: વિધ: મૃત: પરવા हरिऊण परदव्वं, पूअं जो करइ जिणवरिंदाणं। दहिऊण चंदणतरू, कुणइ अंगार वाणिज्ज॥२६।।
ચોર, ચોરી કરાવનાર, ચોરીનો વિચાર કરનાર – ચોરીના ભેદને જાણનાર, ચોરીના ધનને ખરીદ કરનાર,