________________
જ ચારો ચરે છે. દૂધ જ પીએ છે. તેઓ એવી ફરિયાદ નથી કરતા કે આ દૂધમાં પાણી કેમ છે ? એ તો પોતાને જોઇતા દૂધને લઇ લે છે. અને પાણીને બ્રેડી દે છે. તે રીતે આમાં રહેલી સારી વાતોને વાચક સજજનો ગ્રહણ કરશે. અને પાણી જેવી ક્ષતિઓને બ્રેડી દેશે. નજરમાં ન લાવે ના ના – અરે મિત્રભાવે તે બધી ક્ષતિઓને જણાવવા હું વિનંતિ કરું છું. જેથી બીજા પ્રયત્નમાં સુધારી લેવાય.
અમે આ ગ્રંથનું સાદી ને સરળ ગૂજરાતી ભાષામાં ભાષાંતર કરેલ છે. હવે તે બધી વાતોને મુનિવરો વક્તાઓ લેખકો-કથાકારો પોતપોતાની ભાષામાં સજાવીને રોચક બનાવીને જૈન સમાજ પાસે રજૂ કરે.
બીજું મારા મનની એક મંગલ ભાવના છે કે :– આ ગ્રંથના આધારે કોઇક મુનિરાજ આ વાતોને ગોવીને વિવેચનને પ્રાર્થના સાથે ૧૮- પારાયણની જેમ શ્રી શત્રુંજ્યનાં – ૧૮ – વ્યાખ્યાનો ક્લાક–ક્લાક ચાલે તેવાં તૈયાર કરીને સમાજપર એક વધુ ઉપકાર કરે. અને શ્રી શત્રુંજ્યનાં −૧૦૮– પારાયણોનું વાંચન શરુ કરે. પોતાના હૈયામાં રહેલી શ્રી શત્રુંજ્યની ભક્તિ પ્રદર્શિત કરતાં બીજા માટે પણ શ્રી શત્રુંજયની ભક્તિનું અનેરું સાધન બને.
આ સંસ્કૃત ટીકાવાલા મૂલ ગ્રંથના ર્તા શુભ શીલગણિ મહારાજ છે. અને તેઓ જૈન સમાજના સાહિત્ય વિભાગમાં કથાકાર તરીકે એક નંબરનું સ્થાન શોભાવે છે. આ ગ્રંથના વિષયમાં સહુ પ્રથમ શ્રી શત્રુંજ્યનાં ૨૧–નામોની–૧– કથાઓ છે. રત્નાકર – વિવર – ઔષધને રસકૂપિકા આ ચાર ઉપમાઓમાં ચાર કથાઓ છે. ૨૩– તીર્થંકર ભગવંતો શ્રી શત્રુંજ્યપર પધાર્યા સમવસરણ થયું. અને આપેલો ઉપદેશ. બીજી પણ કથાઓ, શ્રી શત્રુંજ્યના થયેલા ઉધ્ધારો – શ્રી રામચંદ્રજી – શ્રી કૃષ્ણવાસુદેવ અને પાંચ પાંડવોનું ચરિત્ર વિવેચન સહિત છે. આ સિવાય પણ બીજી અનેક કથાઓ છે. આ ગ્રંથમાં કુલ નાની – મોટીથઇને –૧૧૦ – કથાઓ લેવામાં આવી છે. જેનો ખરેખર ખ્યાલ તો અનુક્રમણિકા જોવાથી અથવા આ ગ્રંથ વાંચવાથી જ આવશે..
મૂલ સંસ્કૃત ટીકાવાલો આ “ શ્રી શત્રુંજ્યકલ્પ ” નામનો ગ્રંથ – પર૯ – વર્ષ પહેલાં વિક્રમ સંવત – ૧૫૧૮ – માં બનેલો છે. તેથી તે ગ્રંથમાં પાછળથી થયેલી વાતોનો સંગ્રહ ન જ હોય એ એ સ્વાભાવિક છે. અને કેટલીક અત્યંત પ્રચલિત પહેલાંની વાત પણ ગ્રંથ વિસ્તારના ભયથી લેવામાં આવી ન હોય. જેમ કે સમરાશા—ને કરમાશાએ કરેલો ઉદ્ધાર. અને ચંદરાજાનું ચરિત્ર વગેરે, તેથી આવી અવનવી વસ્તુઓનો મેં મારી અલ્પબુદ્ધિએ આ ગ્રંથની અંદર બીજા ભાગમાં પૂર્તિ તરીકે સંગ્રહ કર્યો છે જે વાંચવાથી જ ખ્યાલ આવશે.
આ પૂર્તિના સંગ્રહમાં જરુર કાંઇક અધૂરપ હશે, કોઇ ઠેકાણે ક્ષતિ પણ હશે અને કોઇ ઠેકાણે સંક્લનમાં ખામી પણ હશે. ફક્ત મેં તો મારા ક્ષયોપશમ પ્રમાણે મારા દૃષ્ટિ બિંદુ પ્રમાણે સંગ્રહ કરવા પ્રયત્ન કર્યો છે. તેની ખાસ નોંધ લેવી.