SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ આપણે કોઇની સાથે હરિફાઇ કરવી નથી. પરંતુ જગતના મહાનું કલ્યાણ માર્ગ ઉપર આવી પડતી આફતમાંથી બચાવીને જગતની સેવા જ કરવાની આજે ઘણા કહે છે કે “જૈન ધર્મ માત્ર જૈનોનો જ નથી. તીર્થકરોએ આખા જગતના કલ્યાણ માટે ઉપદેશ્યો છે. માટે સર્વનો છે. જેનો એકલા જ તેનો ઈજારો લઈને બેઠા છે, તે કેમ સાંખાય?” આ શબ્દોથી જૈનો સામે પરચુરણ પ્રજાને ઉશ્કેરવાની કોઈએ યુક્તિ કરી લાગે છે. એમ કરીને જૈનોના હાથમાં જૈન ધર્મની જે જે મિક્સ અને વસ્તુઓ હોય, તેના ઉપર કબજો મેળવવાને સામાન્ય પ્રજાને આમ ઉશ્કેરી લાગે છે. પરંતુ જે માણસ એમ કહે છે, કે “જૈન ધર્મ આખા જગતના તમામ પ્રાણીઓ માટે છે” એ વાત તદ્દન ખરી છે. અને જૈનો પણ જૈન ધર્મનું રક્ષણ આખા જગતના તમામ પ્રાણીઓ માટે જ કરે છે. પરંતુ ન ધર્મ એક એવી ગહન વસ્તુ છે, કે તેનો વહીવટ, તેના ટકાવના માર્ગો તેના સાધનો, યોગ્ય ઉપયોગ વિગેરે પૂર્વ પરંપરાથી જૈનોજ જાણી શકે છે. અને તેના ગીતાર્થ આચાર્યોની દોરવણી જ તેમાં ઉપયોગી થાય તેમ છે. બીજાની એ તાકાતજ નથી. માટે, ચતુર્વિધ જૈન સંઘ જૈન ધર્મના ટ્રસ્ટી તરીકે તેની ઉપર પોતાનો કબજે રાખે છે, જેથી કરીને તેને ભવિષ્યમાં પણ નુકશાન ન પહોંચે, તેવી ખબરદારી રાખી જગતુ ખાતર જ એ મિલ્કત કાયમને માટે બચાવી સુરક્ષિત રાખે છે. માટે સર્વ જૈનોના જ હાથમાં રહે તે ન્યાયસર જ છે. બીજાએ તેમાં માથું મારવાની જરૂર નથી. અને માથું મારે, તો જગતને નુકશાન થાય; માટે ગતના ભલા માટે તેનું માથું મારનારને હરેક ભોગે દૂર રાખવા જે કાંઈ પ્રયાસો કરવામાં આવે, તે જરૂરી અને ન્યાયસરના જ છે. માટે બીજાને ઘુસવાની કે ઘુસાડવા દેવાની જરૂર નથી જ. શહેરમાં ચાલતું વીજળીના દીવા કરવાનું કારખાનું આખા શહેરને માટે હોવા છતાં, મોટામાં મોટી રકમનો ચાર્જ ભરનારને પણ તે કારખાનામાં પેસવા દેવામાં નથી આવતો. માત્ર તેમાં નિયુક્ત થયેલા અધિકારીઓ, અમલદારો, અને કારીગરોના હાથમાં તે સર્વ સંચાઓનું યંત્રણ હોય છે. જે ગમે તેને પેસવા દે તો મહાન અનર્થ થઇ જાય. તેવી જ રીતે રૂપિયાની થેલી લઇ જતા હોઈએ, ત્યારે રસ્તામાં સ્તુતિ કરનારા કે નિંદા કરનારા મળે, તેથી ફ્લાઈને કે ગભરાઈને આપણે થેલી સોંપી દેતા નથી. પરંતુ જીવને જોખમે પણ બચાવીને શેઠને ઘેર પહોંચાડીએ - ૪૨
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy