SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ પરંતુ, ખરી રીતે એવી ગોઠવણ કરવી જોઈએ-કે-જે મુનિ મહારાજ જે વિષયમાં તૈયાર થઇ શકે તેમ હોય, તેના સાંગોપાંગ સંગીન સાધનો અને અધ્યાપકો તેમની પાસે તેઓ જ્યાં હોય, ત્યાં ગોઠવી આપવા જોઈએ, કે-જેથી એક એક મુનિરાજ તે તે એક એક વિષયમાં પારંગત થઇ શકે. દાખલા તરીકે કોઇ ધર્મશાસ્ત્રમાં, કોઈ કર્મગ્રંથમાં, કોઇ ન્યાયમાં, કોઇ વ્યાકરણમાં, કોઇ શિલ્પમાં, કોઈ જ્યોતિષમાં, કોઇ વૈદ્યકમાં, કોઇ સંગીતમાં, કોઇ પ્રતિમા નિર્માણના શાસ્ત્રમાં, કોઈ પ્રતિષ્ઠા-શાંતિસ્નાત્રાદિમાં, કોઇ મંત્રશક્તિ, વ્યાખ્યાન-કળા, ઉપદેશૌલિ, શાસ્ત્રનિર્માણ, પ્રતિબોધશક્તિ, કાયદા, બંધારણ, સંઘ વ્યવસ્થા, સ્થાનિક સંઘોમાં વ્યવસ્થા, આચાર, ક્રિયાઓ, ગણિતાનુયોગ, વિધિઓના હેતુઓ, સંઘની મિલ્કતો, દ્રવ્યાનુયોગ, કથાનુયોગ, સત્ય ઇતિહાસ, પ્રાચીન સત્ય સંશોધન, વિગેરે વિવિધ વિષયોમાં જેની જે શક્તિ હોય, તેમાં આગળ વધારવા સંપૂર્ણ સાધનો તેમની પાસે જ પહોંચાડવા જોઈએ, જેથી થોડા ખર્ચે એક એક વિષયમાં સારા નિષ્ણાત મુનિરાજે તૈયાર થઇ શકે. અને તેઓ શાસનનું તમામ ચાલુ કામ સંભાળી શકે. આ વ્યવસ્થા વિના થતો ખર્ચ સંગીન પરીણામ નિપજાવી શકતો નથી, નિપજાવી શકશે નહીં. આ આપણી પ્રાચીન શૈલિ પણ છે. આ ઉપરાંત-શ્રી સંઘે એક એવો વર્ગ તૈયાર કરવો જોઇએ કે-જેમ મલવાદી મહારાજ ભોંયરામાં ભણીને તૈયાર થયા અને પછી વલ્લભીપુરમાં બૌદ્ધવાદીને હરાવીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી કાઢી મૂકાયેલા છે. મૂ. જૈનોને પાછા લાવી શક્યા હતા. તેવી રીતે સર્વધર્મપરિષદ્ અને વિશ્વધર્મપરિષદના ઘોંઘાટો બંધ પડે, તેઓના પ્રયાસોના પરિણામો ન છૂટકે જે આવવાના હોય તે આવી જાય, ત્યાર પછી પણ નીચે પ્રમાણે તૈયાર થયેલા મુનિ મહાત્માઓ જૈન ધર્મનો પ્રતાપ જગતમાં ફ્લાવી શકે, તેવા તૈયાર કરવા જોઇએ, અને તેનો કમ નીચે પ્રમાણે: ૧. નાની ઉમ્મરના બાળ અને કુળવાન શ્રાવક પુત્રોને વૈરાગ્યવાસિત કરી દીક્ષિત બનાવવા જોઈએ, અને તે માટે સારા સારા કુટુંબોએ પોતાના પુત્રો સૌપવા જોઈએ. સેવાભાવનાવાળા ઐચ્છિક રીતે સમર્પિત થવા જોઈએ. ૨. તેઓને એવા શાંત અને એકાંત વાતાવરણમાં રાખવા જોઇએ, કે જેથી તેઓ ઉપર દુનિયાના ઝેરી વાતાવરણની અસર ન થાય. ૩. તેમના ખાનપાન અને જાળવણીની એવી ગોઠવણ થવી જોઈએ કે તેઓને યોગ તો ન થાય, પરંતુ શરીર એવા સુદઢ અને શાંત ઠંડા વીર્યથી ગુંથાઈ જાય, કે તેઓ લગભગ ઊધ્વરિતા યોગી જેવા બની જાય. (યોગ્ય પ્રયાસથી બની શકે છે.) ૩૭
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy