SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૩ વટ્ટપલીના શ્રી સંઘના પ્રશ્નોત્તરો. શ્ન: ૧૦ દોકડાના માળી પાસેથી પુષ્પો લઈ પ્રભુપ્રતિમાને ચડાવ્યા, માળીને * સો દોડાના મૂલ્યમાં અનાજ વસ્ત્રો વિગેરે આપ્યું. તે આપવામાં દશ દોકડાનો નફો ક્ય, તે દશ ઠેકડા દેવદ્રવ્ય ગણાય? કે માળીનું દ્રવ્ય ગણાય? ઉત્તર-સો દોકડાના પુષ્પો લઇ ચઢાવ્યા, તેના બદલે ધાન્ય, વસ્ત્ર વિગેરે માળીને આપ્યું. તેમાં કરકસર કરી જેટલા દોકડા નફો થાય, તે દેવદ્રવ્ય ગણાય છે. પણ માળીનું દ્રવ્ય ગણાતું નથી. કેમકે-લોકમાં સો દોકડાના કુલો ચઢાવ્યાનો જશવાદ ગવાય છે, તેથી જૂન ચઢાવવામાં દોષ લાગે છે. તેથી જે નફો મલ્યો હોય, તે દેવદ્રવ્યમાં નાંખી દે, તો દોષ લાગતો નથી. ૪-૯૩૭ પ્રશ્ન: પ્રથમ બંધાવેલું જિનમંદિર કદાચિત કાંઈક પડી ગયું હોય, તેટલું દ્રવ્ય લિંગીના દ્રવ્યથી નવું બનાવ્યું હોય, તો તે મંદિરમાં રહેલી જિનપ્રતિમાને વંદન કરાય કે નહિ? ઉત્તર:-તેમાં રહેલી જિનપ્રતિમાને વંદન કરાય છે, એમ જણાય છે. ૪-૯૩૮ પ્રશ્ન: લીલી વનસ્પતિના પચ્ચકખાણવાળાને તે દિવસનો બનેલો કેરીપાક વિગેરે * ધે? કે નહિ? ઉત્તર:-પરંપરાએ તે દિવસનો બનેલ કેરી પાક વિગેરે કહ્યું છે, તેવી પ્રવૃત્તિ દેખાય છે. ૪-૯૩૯ પ્રશ્ન: આજનું દૂધ, છાશ સાથે મેળવી દીધું હોય, તે કઈ વિગઈમાં ગણાય? ઉત્તર-આજનું છાશ સાથે મેળવેલ દૂધ દહીં વિગઈમાં ગણાય છે. ૪-૪૦ પાટણના શ્રીસંઘના પ્રશ્નોત્તરો. પ્રશ્ન: ચક્રવતીના નવ નિધાનો તેની પાછળ પાછળ ફર્યા કરે છે, તે ભૂમિની ઉપર ચાલે છે? કે ભૂમિની અંદર ર્યા કરે છે? ઉત્તરઃ—જબૂદ્વીપ પન્નતિ અને આવશ્યક ચર્ણિ વિગેરેમાં ના મહાનિદિો चत्तारि सेणाओ न पविसंति- . “નવ મહાનિધિઓ અને ચાર સેનાઓ પેસતા નથી.”આવા પ્રકારના
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy