SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય સાધ્વીજી મહારાજા-માનસિક ઉન્નતિ ભોગવતી આર્ય સ્ત્રી જાતિનો એ જગતમાં અપૂર્વ નમુનો છે. તે પદ જળવાઈ રહે અને શ્રાવિકાવર્ગ શ્રાવિકા બની રહે, પરદેશનો અને પરપ્રજાના પરસંસ્કારનો ચેપ શ્રાવિકા વર્ગમાં પ્રવેશવા ન પામે, તેની ખુબ ખબરદારી રાખે, અને તે ખાતર પોતાના જીવનને વધુ કિયામય, વધુ સમજદાર રાખે. આર્ય સંસ્કૃતિની ભવ્યતાનું વિગતવાર જ્ઞાન, પાલન, અને સમજવાની શક્તિ કેળવે. પોતાનું બાહ્ય જીવન આજની ઉચ્છરતી શ્રાવક બાળાઓને ટીકા કરવા જેવું ન લાગે, તેવું રાખે. કેમકે સાધ્વીજીઓના આંતર જીવન તો પવિત્ર જ હોય જ છે. પરંતુ સ્ત્રીસ્વભાવ સુલભ કોઈ કોઇ વ્યક્તિમાં કોઈ કોઈ બાબતમાં ક્યાંક ક્યાંક પરસ્પર વૈમનસ્ય વિગેરે તત્ત્વો હોય, તે પણ ઓચ્છા થાય, તે હવે પછીના વખત માટે જરૂરી છે. કેમકે, આર્યત્વ અને આર્યસંસ્કૃતિ ઉપર એક જાતનો મોટો હલ્લો ચાલ્યો આવે છે. એવા સમયમાં દરેકે ખુબ જાગ્રત રહી, પોતપોતાના કર્તવ્યમાં એટલા બધા નિષ્ઠ રહેવાની જરૂર છે કે, એ ઝેરી તત્વ કોઈપણ ઠેકાણેથી પેસવા ન પામે. તેને માટે દરેકે સંપૂર્ણ ભોગ આપવાની અને સાવચેત રહેવાની જરૂર છે, જેમ બને તેમ કષાયો (કોધ માન માયા લોભ) અને નોકષાયો (હસવું, રોવું, ખુશી, આનંદ, નાખુશી, ગમગીની, કંટાળો, બીકણપણું, અને દુર્ગચ્છાવૃત્તિ વેદકામ વાસના) ને અલ્પ પણ સ્થાન ન આપવામાં આપણી વિશેષ વિશુદ્ધિ છે. અને જેમ જેમ વિશેષ વિશુદ્ધિ દીવો સળગશે, તેમ તેમ અંધકાર નાશ પામશે. હજુ આપણી આંતરવિશુદ્ધિનું માપ આજના પરદેશીઓને નથી આવ્યું ગોચરી વિગેરે પ્રસંગોએ વિદ્વાનું અને ચારિત્રપાત્ર તથા કુશળ સાધ્વીજી મહારાજાઓએ આજની નિશાળોમાં ભણતી શ્રાવક બાળાઓના પરિચયમાં આવવું, તેને ઉપાશ્રય આવવાના આકર્ષણભૂત બનવું, અને શ્રાવક કુટુંબોમાં જૈન ધર્મના સંસ્કાર ટકાવવાના પાયા ન ડગી ઉઠે તેની સાવચેતીના પગલાં અવશ્ય ભરવા. મુનિ મહારાજાઓ–ચાલુ વ્યવહાર કિયામાં બરાબર નિષ્ઠા, નિત્ય ક્રિયાઓ, પર્વની ક્રિયાઓ વિગેરેમાં રસપૂર્વક જાહેરમાં ભાગ લેવો અને એકાંતમાં પણ રસ પૂર્વક દરેક ક્રિયાઓ કરવી, શાસ્ત્રજ્ઞાન ઉડા રહસ્યો પ્રાપ્ત થાય તેવી રીતે સંગીન અને પરિણત થાય તેવી રીતે કરવું યોગોદ્વહન વિગેરે પરિપાટી ચાલુ રાખવી, તેનો આદર અને જાતે પાલન કરવું. વચન પાલન, વખતસર કામ કરવામાં અને ચોક્કસ કાર્ય વિભાગોમાં મક્કમતા, અપૂર્વ શાંતિ, અલ્પ ભાષિત્વ, સચોટ વ્યાખ્યાન શક્તિ, પ્રિય ભાયિત્વ, ખરે અવસરે સત્ય ખાતર ૨૯
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy