SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ પષ્ઠિત શ્રી ધર્મવિજય ગણિકૃત પ્રશ્નોત્તરો પ્રશ્ન: આરાધના પ્રકરણ રાણકપુરની પ્રતિષ્ઠા કરાવનાર શ્રી સોમસુંદરસૂરીશ્વરે રચેલ છે? કે શ્રી સોમપ્રભસૂરીશ્વરે બનાવેલ છે? ઉત્તર:-આરાધનાસૂત્ર ૪૭મી પાટે થયેલ શ્રી સોમપ્રભસૂરીશ્વરે બનાવેલ છે. ૩-૭૭૭ પ્રશ્ન: જિનેશ્વરદેવને નમસ્કાર કર્યા પહેલાં ઘંટ વગાડાય ? કે પછી? ઉત્તર:–“અન્યદ્રવ્યોથી પૂજા કર્યા પછી તુરત નાદપૂજારૂપ ઘંટ વગાડાય” છે એમ પૂજા કરનાર વૃદ્ધશ્રાવકોની પરંપરા ચાલી આવી છે. તેથી પૂજામાં કુલ વિગેરે દ્રવ્યપૂજા કરી રહ્યા પછી તુરત ઘંટ તો વગાડાય છે. અને ફક્ત ચૈત્યવંદન કરવા શ્રાવક આવ્યા હોય તો સાથીઆ વિગેરે દ્રવ્યપૂજા કરી રહ્યા પછી તુરત ઘંટ વગાડાય છે, એમ જણાય છે. બીજી રીતે ઘંટ વગાડવાનું થાય છે, તે તો હષવિશને સૂચવનાર લોકપ્રવાહમાં પડેલું છે. પણ પરંપરાને અનુસરતું નથી ૩-૭૭૮ પષ્ઠિત શ્રી વિદ્યાવિજય ગણિકૃત પ્રશ્નોત્તર મ: ઉઘાડે મુખે બોલવામાં ઈરિયાવહિયા કરવા પડે છે, તો વાંદણાં દેતાં જે બોલાય છે, તેમાં કેમ ઇરિયાવહિયા કરાતા નથી? ઉત્તર-વાંદણાં આપતી વખતે વિધિ સાચવવા માટે ઉઘાડે મુખે બોલ્યા છતાં પણ પ્રમાદનો અભાવ હોવાથી ઈરિયાવહિયા કરાતા નથી, તે સમજી લેવું. ૩-૭૭૯ પ્રશ્ન: ઉપાશ્રયમાં સંવચ્છરી વિગેરે પ્રતિક્રમણ વખતે જે કેશર, તેલ વિગેરે આપવાનું કબૂલ કરવામાં આવે છે, તે દેવદ્રવ્યમાં લઈ જવાય ? કે સાધારણ દ્રવ્યમાં લઈ જવાય? ઉત્તર:-પ્રતિજ્ઞા મુજબ દેવદ્રવ્યમાં અથવા સાધારણ દ્રવ્યમાં લઈ જવાય છે, તે જાણવું..I ૩-૭૮૦ પ્રશ્ન: પોસહમાં શ્રાવકને યાચક વિગેરેને દાન આપવું કહ્યું? કે નહિ? ઉત્તર:-મુખ્ય રીતિએ પોસહમાં યાચક વિગેરેને દાન આપવું કલ્પ નહિ. પણ કોઇ કારાણ વિશેષ હોય, તે વખતે “તેવા પ્રકારની જિનશાસનની ઉન્નતિ થશે, તેમ જાણીને કદાચિત આપે તો, નિષેધ જાણ્યો નથી. ૩-૭૮૧ પ્રશ્ન: ચોમાસું પૂરું થયા પછી તુરત બે માસ સુધી કપડાં વિગેરે વહોરવા કલ્પ નહિ, તેવા અક્ષરો કયા ગ્રંથમાં છે?
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy