SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ શ્રી વિજયસેનસૂરિના પણ્ડિતકનકવિજય ગણિકૃત પ્રશ્નોત્તરો પ્રશ્ન: છ વિગેરે પચ્ચકખાણમાં બે ભક્ત અધિક કહેવાય છે, તેનું શું કારણ? ઉત્તર:- સામાન્યથી લોકમાં સંતપુરુષને બે વખત જમવાનું પ્રસિદ્ધ છે, માટે બે ઉપવાસ કરનારને ચાર ભોજનો બંધ થયા અને પારણે અને ઉત્તરપારણે એકાશન કર્યું હોય, તેના બે ભોજન બંધ થયા એટલે છ ભોજનો છાંડયા ગણાય છે. ૩-૭રદા પ્રશ્ન: શ્રીવીરભગવંત પછી કેટલા દુષ્કાળો પડયા? કેમકે કેટલાક કહે છે કે “બે દુષ્કાળ પડેલ છે, અને પરિશિષ્ટપર્વમાં તો ઘણા દુષ્કાળ પડયાનું બતાવેલ છે. માટે સત્ય શું છે? પ્રશ્ન: શ્રીવીરભગવંત પછીના કાળે ઘણા દુષ્કાળ પડેલ છે,પણ બારવર્ષના દુષ્કાળ સાક્ષાત્ શાસ્ત્રમાં ત્રણ બતાવ્યા છે. તેમાં પરિશિષ્ટપર્વમાં બે બતાવ્યા અને એક નંદી ટીકામાં બતાવેલ છે. જેઓ“બે દુષ્કાળ કહે છે' તે ક્યાં શાસ્ત્રમાં બતાવેલ છે ? તેનું નામ જણાવવું. પછી તે સંબંધી ઉત્તર અપાશે. ૩-૦૨૭ પ્રશ્ન: કૃષગવાસુદેવને સાડાત્રણ કોડ પુત્રપૌત્ર બતાવેલ છે, અને તરતચકીને સવા કોડ બતાવેલ છે, તેમાં કાળ તો પતનશીલ છે, તો કૃષણને અધિકપણું કેમ ઘટે? ઉત્તરઃ- દ્વારકાનગરીમાં સાડાત્રણકોડ કુમારો કહ્યા છે, અને તેઓ અનેક યાદવોના પુત્રો છે, પણ એક્લા કૃષણના પુત્રો નથી. અને ભરતને પોતાના સવાકોડપુત્રો કહ્યા છે. માટે કાંઈ પણ નહિ ઘટતી વાત નથી. ૩-૭૨૮ પષ્ઠિતશ્રી દયા વિગણિ અને ગુણવિજય ગણિકત પ્રશ્નોત્તરે : દર્શન અને સમકિતમાં શો તફાવત છે? જેથી બંનેયના અતિચારો બતાવ્યા? પરમાર્થથી તો કેટલાક માંહોમાંહે સરખા જણાય છે, તેથી તે બંનેયનો સ્પષ્ટ ભેદ જે હોય, તે બતાવવા કૃપા કરશો. ઉત્તર:–“દર્શન અને સમકિતની વસ્તુગતિએ અભેદ છતાં પણ કર્થચિત. નિ:શંકિતપણાના અભાવે જ સમકિતનો અતિચાર કહેવાય છે અને શંકા
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy