SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ કૃપા કરશો. ઉત્તર :— જીવાભિગમાદિક સૂત્રોમાં આરતિ, મંગળ દીવાનો સાક્ષાત્ પાઠ જોવામાં આવતો નથી, ઘણા પ્રકરણોમાં તો છે. પણ તેમાં પંચાંગી સ્વીકારનારને કોઈ હરકત નથી. એમ તાત્પર્ય છે.॥૩-૬૮૨૫ પ્રશ્ન: ખાણમાંથી નિકળેલો હિંગલોક ગોયળવ તુ જંતુ આ વાક્યથી વહાણ મારફત સો ોજન આવ્યો હોય, તો અચિત્ત થાય છે. તો કૃત્રિમ અચિત્તપણામાં તો કાંઈપણ શંકા રહે નહિ. છતાં તેનો સચિત્ત વ્યવહાર કરવામાં આવે છે. તેનું શું કારણ? – ઉત્તર :— ખાણમાંથી નિકળેલો હિંગલોક સો યોજન વિગેરે દૂરથી આવેલો હોવાથી, અને કૃત્રિમ તો સ્વત: બનેલો હોવાથી એ બન્ને અચિત્ત જણાય છે. પણ અનાચીર્ણ હોવાથી ગ્રહણ કરાતો નથી. હાલમાં સંસ્કારિત કરેલો હોય તો લેવાય, એમ સાધુવ્યવહાર છે. ૩-૬૮૩॥ પણ્ડિતશ્રી દેવવિજ્ય ગણિકૃત પ્રશ્નોત્તરો પ્રશ્ન: સત્ય નાં તત્ત્વ વળ “જ્યાં જલ છે ત્યાં વનસ્પતિ છે.” આ નિયમ અવધારણવાળો છે? કે બીજા પ્રકારે પણ છે.? તે વનસ્પતિમાં પણ પ્રત્યેક હોય? કે સાધારણ હોય? કે ઉભય હોય? તેમજ અન્ય ખત્ત વિગેરે વચનથી શ્રાવકને ઘડા અગર ગોળા વિગેરેમાંથી પાણી વાપરતાં વનસ્પતિકાયની વિરાધના લાગે ? કે નહિ ? ઉત્તર :— આ નિયમ ચોક્કસ છે એમ જણાય છે. કેમકે દશવૈકાલિક પિંડષણાઅધ્યયનમાં સાધુ નિવિવિત્તાપ્ન ઈત્યાદિ ગાથાની ટીકામાં તે નિયમ અવધારણ સહિત બતાવેલ છે. તેમજ તે વનસ્પતિ બાદર અનંતકાય અને પ્રત્યેકરૂપ જણાય છે. ઘડા વિગેરનું પાણી વાપરવાથી વનસ્પતિની વિરાધના થાય છે. પરંતુ તેના પચ્ચક્ખાણનો ભંગ થતો નથી, કેમકે પચ્ચક્ખાણ વ્યવહારી વનસ્પતિને આશ્રયીને હોય છે.॥૩-૬૮૪॥ પ્રશ્ન: મહાનિશીથમાં નમસ્કારમ્રુતસ્કંધના પાઠમાં ઉપધાન ન કરનારને વિરાધનાનું ફળ અનંત સંસારમાં રખડપટી બતાવેલ છે; તેને આશ્રયીને કોઈ પૂછે તો શું પ્રરૂપણા કરવી? ઉત્તર :~ ઉપધાન નહિ કરવામાં જ અનન્તસંસારિપણું મહાનિશીથમાં બતાવ્યું, તે ઉત્સર્ગનયને આશ્રયીને છે. તેથી જે જીવ નાસ્તિક થઈને ઉપધાન કરવામાં નિરપેક્ષ થાય, તેને તે લ જાણવું, બીજાને નહિ. ॥૩-૬૮૫॥
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy