SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ ગામ: પદનું ગણણું અથવા એકવારનું દેવવંદન ભૂલી જવાય, તો બીજે દિવસે પારણું કરવા અગાઉ તે કરી લે, તો સુઝે? કે નહિ ? ઉત્તર :— પ્રથમ દિવસે વિસ્મરણથી રહી ગયેલ પદનું ગણણું અથવા એક વખતનું દેવવંદન બીજા દિવસે પારણા પહેલાં તપનો છેલ્લો દિવસ હોય વિગેરે મહાન્ કારણ સિવાય કરવું પૂં નહિ. પરંતુ થતું જોવામાં આવે છે. II ૩-૬૫૪૫ પ્રશ્ન: પાંચમી શ્રાવક પરિમામાં કછોટો વાળવાનો નિષેધ છે, તે બાબત કોઈ કહે છે કે-“રાત્રિએ ચારે દિશાના કાઉસ્સગ્ગમાં કછોટો વાળવો નહિ. બીજા તમામ અવસરે કછોટો વાળવો જ.” તો આમાં શું તત્ત્વ છે? ઉત્તર :— પાંચમી પડિમાથી અવનુજી “અબકચ્છવાળો શ્રાવક રહે” આમ ગ્રંથમાં જોવામાં આવ્યું છે. “કાઉસ્સગ્ગ વખતેજ કછોટો વાળવો નહિ” એમ જે બોલે છે, તેને પૂછવું કે-એવા અક્ષરો કયા ગ્રંથમાં છે? ॥૩-૬૫૫॥ પ્રશ્ન: સમવસરણ સ્તોત્રમાં “યક્ષો ચામરો વીંઝ,” એમ કહ્યું છે. करकलिअकणयदंडा सोहम्मीसाण सुरवरा ताव । ढालिंति चामराइ उभओ पासेसु उद्घट्ठिआ ॥ १ ॥ શીલભાવના સૂત્ર ટીકાની આ બતાવેલ ગાથામાં તો “સૌધર્મ ઈન્દ્ર અને ઈશાનઈન્દ્ર ચામરો ઢાલે છે, એમ કહ્યું. તો આ બેમાંથી પ્રમાણ શું? ઉત્તર :—શીયભાવના ગ્રંથ અહીં મળી શક્યો નથી.॥૩-૬૫૬॥ પ્રશ્ન : તીર્થંકરદેવનું વ્યાખ્યાન શ્રાવિકાઓ ઊભી ઊભી સાંભળે, તેવો પાઠ ક્યાં છે? ઉત્તર : આચારાંગ ટીકામાં “સ્રીઓ ઊભા ઊભા સાંભળે,” તેમ કહેલ 9.113-44911 JyŔ: : શ્રાવિકા પેઠે દેવીઓ પણ ઊભા વ્યાખ્યાન સાંભળે? કે બેઠા બેઠા સાંભળે ? ઉત્તર :— દેવીઓ ઊભા ઊભા સાંભળે.” તેમ આવશ્યકસૂત્રની ટીકામાં કહેલ છે.॥૩-૬૫૮॥
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy