SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ મનુષ્યોએ માંસાદિ વર્ઝનરૂપ નીતિ આદરી. અને ગામડા વિગેરેની રચના, આદિ શબ્દથી અગ્નિ વિગેરેનો સંભવ થતાં પાકાદિક કરવાનું બીજા આરાને છેડે જાતિસ્મરણ-વાળા પહેલા વિમલવાહન કુલકરથી પ્રવર્ત્યે” એમ હૈમ વીર ચરિત્રમાં કહેલ છે. II૩-૬૪૦ ॥ પ્રશ્ન: પન્નવણાના બીજા પદમાં બેઈંદ્રિય વિગરે પર્યાપ્ત અને અપર્યાપ્તાના સ્થાનના પ્રશ્નના અધિકારમાં ૩૪નોર્ તવ વેસખાતે આ પદમાં-“ઊર્ધ્વલોકમાં તેના એક દેશ ભાગમાં એટલે મેરુપર્વત વિગેરેની વાવડીઓમાં શંખ વિગેરે બેઈંદ્રિયાદિ જીવો કહેલા છે, અને एगिंदिअ पंचिंदिय उड्ढे अ अहे अ तिरिअलोए अ । विगलिंदिअ जीवा पुण, तिरिअलोए मुणेअव्वा ॥ १ ॥ આ ગાથામાં “તિર્ધ્વલોકમાં વિલેંદ્રિય જીવો જાણવા” એમ કહ્યું તે કેવી રીતે છે? 99 ઉત્તર:— ભિલિય વિંયિ॰ આ ગાથામાં જે તિતિલોકમાં જ બેઈંદ્રિયજીવોનું પ્રતિપાદન કર્યું, તે બહુલતાને આશ્રયીને જાણવું. ॥ ૩-૬૪૧ ॥ પ્રશ્ન: પ્રથમપદમાં આસાલિકના અધિકારમાં સંતોમુકુત્તદ્વાઞા આ પાઠ દેખાય છે, અને ટીકામાં અદ્ધા એ પદનું વ્યાખ્યાન લેવામાં આવતું નથી, તેથી સૂત્રમાં તે પદ અધિક છે? કે ટીકામાં ન્યૂન છે? ઉત્તર:—સૂત્રમાં અન્ના પદ છે, ટીકામાં તેનું વ્યાખ્યાન કર્યું નથી, તે તો સુગમ હોવાથી કરેલ નથી, એમ જાણવું. ૩-૬૪૨ ૫, પ્રશ્નઃ પ્રશ્ન: લીલા નાળીએરમાં અથવા સૂકા નાળીએરમાં કેટલા જીવ હોય? તેમજ તેના બીયામાં સંખ્યાતા જીવ હોય? કે અસંખ્યાતા હોય? કે અનંતા જીવો હોય ? કેમકે કેટલાકો બીયામાં અનન્તા જીવો હોય, એમ પ્રતિપાદન કરે છે, માટે ખરું શું છે? ઉત્તર :—બી સહિત નાળીએરમાં એક જ જીવ હોય છે. ૩-૬૪૩ા પ્રશ્ન: લીલા તથા સૂકા સીંગોડામાં કેટલા જીવો હોય ? ઉત્તર :— લીલા અથવા સૂકા સીંગોડામાં બે જીવ કહેલ છે. ૫૩-૬૪૪ના પ્રશ્ન: આવળ વનસ્પતિમાં સંખ્યાતા જીવો? અસંખ્યાતા જીવો? કે અનંત જીવો હોય ? અને તેનું સ્વરૂપ કયા ગ્રંથમાં કહેલું છે?
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy