SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ જુદા ચોથ-ભક્તો કરતો હોય, તો ત્રણેય દિવસમાં પણ પદનું ગણણું કરી શકે, પણ લાગલગટ કરે, તો સંભવ પ્રમાણે કરે, એમ જાણવું. ૩-૬૩૬ * આ જગતમાં કેટલાક જીવો પહેલાં અનેક પ્રકારની યોનિ વાળા બની પોતે કરેલ કર્મને આધીન બનેલા હોવાથી, બસ અને સ્થાવરના સચિત્ત અને અચિત્ત શરીરોમાં પૃથ્વીકાયપણાએ ઉત્પન્ન થાય છે. જેમ “મસ્તકમાં મણિ પેદા થાય, હાથીદાંતમાં મોતીઓ પેદા થાય, વિક્લેન્દ્રિય સીપો વિગેરેમાં પણ મોતીઓ થાય, અને પારકર વિગેરે ભૂમિમાં લવણપાણે ઉપજે છે.” આ પાઠ સૂયગડાંગ સૂત્રની દીપિકામાં છે. આમ કહીને ખરતરો મોતીને સચિત્ત કહે છે. અને હીરપ્રશ્નમાં મોતી અચિત્ત કહેલ છે, તો તે કેવી રીતે છે? ઉત્તર:-સૂયગડાંગ સૂત્રની દીપિકા વિગેરેમાં “મોતી જોકે સચિત્તપણે ઉપજે” એમ કહેલ છે, તોપણ અનુયોગદ્વાર વિગેરેમાં અચિત્ત મોતી કહ્યા છે. તેથી ઉપજવાના સ્થાને મોતી સચિત્ત હોય, અને ત્યાંથી બહાર નીકળેલા અચિત્ત હોય છે. એમ બહુ સુતો કહે છે. જેઓ સર્વદા મોતીનું સચિતપણું કહેતા હોય, તેઓને મોતીના ચુડલાવાળી શ્રાવિકાઓના હાથે આહારાદિકનું વહોરવું વિગેરે વજી દેવું પડશે. ૩-૬૩૭ મ: “ગાય- કાનિફૂar” ઈત્યાદિ. આમાં સૂતક શબ્દ દરેક સાથે જોડાય છે, તેથી જતસતા જન્મ પછી દશ દિવસ સુધી, અને મૃતસૂતક-મરણ પછી ૧૦ દિવસ સુધી હોય છે. તેમાં જે વય છે, તે બે પ્રકારે છે. લૌકિક અને લોકોત્તર. તેમાં લૌકિક બે પ્રકારે છે. ઈશ્વર અને પાવતકથિક. તેમાં ઈશ્વર મરણ વિગેરેનું તે બતાવે છે. લોકમાં સૂતકના દશ દિવસ વય છે, તે ઈશ્વર છે. અને યાવત્રુથિક એટલે વરુડ છીપા, ચામડીઆ, ડોંબ વિગેરે- અસ્પૃશ્ય જાતિઓનો સ્પર્શ વર્જવો, આ પ્રમાણે યવહાર ટીકામાં છે.” એમ કહીને ખરતરો સુકનું ઘર ૧૦ દિવસ સુધી વર્જે છે. અને હીરપ્રશ્નમાં તો કહ્યું છે કે “દશ દિવસનો પ્રતિબંધ જામ્યો નથી.” તો આ બાબત કેમ છે? ઉત્તર-વ્યવહારની ટીકામાં જે દશ દિવસનું વર્જન છે, તે દેશવિશેષને આશ્રયીને છે, તેથી જે દેશમાં સૂતકસંબંધી જે મર્યાદા હોય, તેટલા દિવસ વર્જવા, તેથી પ્રશ્નોત્તર સંઘ સાથે કોઈ વિરોધ આવશે નહિ. ૩-૬૩૮
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy