SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩) હિમાયત કરતાં છતાં, લાખો વર્ષની ચાલી આવતી પશુ ઉચ્છેરક અને તે બાબતમાં નિષગાત કોમોના લાખો માણસોની હિંસા નોતરી લે છે. આજના કેટલ કેમ્પો, પશ ઉચ્છેરની સંસ્થાઓ, પરદેશી પદ્ધતિની ડેરીઓ, આજના દૂધની તપાસણી ખાતાનું પણ છેવટે પરિણામ એ જ છે. દૂધાળાને જ બચાવવાની હિલચાલમાં, ખેતી અને વાહન વ્યવહાર માટે ગર્ભિત રીતે મશીનોનો સ્વીકાર છે. વધતી જતી બેકારી અને વિષમ જીવન સંજોગોને લીધે માનવોની આપઘાત વિગેરેથી હિંસાનો સંભવ ઉત્પન્ન થયો છે, તેવા પ્રસંગોમાં માનવોને બચાવનાર સરકારી અમલદારો કે જાહેર સજનોને ચાંદ આપવાના મેળાવડા કરી માનવદયા કરવાનો યશ એ સંસ્થા લઈ શકશે. પરંતુ માનવ હિંસા થવાના બેકારી વિગેરે સંજોગોની ગર્ભિત રીતે એ સંસ્થાઓ બરદાસ કરી ગણાય જ. જો કે નામદાર વાયસરોહ સાહેબ દ્વારા અમેરિકન બાઈના મળેલા ડોલરમાંથી ઈનામ અપાતું હોવાથી, આ દેશના આદર્શને બદલે એ દેશના આદર્શની અહિંસા તે સંસ્થા મારફતે મુખ્યપણે સચવાય, એ પણ દેખીતું જ છે. (૧૪), પરમાત્મા મહાવીરદેવના જન્મ દિવસને જીવદયાનો દિન રાખવામાં પોતાની સંસ્થા તરફ જૈનોની સહાનુભૂતી ખેંચવાની યોજના માત્ર છે. અને જીવદયાને નામે પરમાત્મા મહાવીર દેવની વધુ જાહેરાત કરીને એ દિવસ પબ્લીકનો બનાવી તેનો પબ્લીક ઉપયોગ કરવા માટે છે. એટલે પરમાત્મા મહાવીર અને તેનું શાસન પબ્લીકનું બનાવવાનો એ માર્ગ છે, અર્થાત્ જેનો સ્વતંત્રપણે તેની વ્યવસ્થા કરે છે, તેમાં પબ્લીકને ડખલ કરવાનો માર્ગ કરી આપવામાં આવે છે. સુધારા વધારાને નામે “પબ્લીક તેનો અને તેની મિલ્કતનો” પછી ગમે તે ઉપયોગ કરી શકે. એમ કહીને મૂળ સંસ્થાને બગાડવાનો માર્ગ મોકળો કરવામાં આવ્યો છે. શાસનના ખાસ ટ્રસ્ટી જૈનોના હાથમાંથી જૈન ધર્મની મિલ્કતો અને સત્તાઓ સેરવી લેવાની એ એક જાતની પેરવી છે. (૧૫) યુનિ. તે દિવસે કતલખાના બંધ રાખે તેનો સંતોષ આજના જીવદયા પ્રેમીઓ અનુભવે, તેનો બીજો અર્થ એ થાય છે, કે-મ્યુ. ના કતલખાના ૩૬૪ દિવસ ચાલે, તેમાં પબ્લીકનો સાથ છે, કેમકે-મુ. પબ્લીક સંસ્થાઓ ગણાવી છે, અને તેમાં જૈનો પણ-મતદાર અને પ્રતિનિધિઓ હવે થતા જોવાય છે. એવી સંસ્થાઓ હિંદમાં આ યુ. પહેલાં જાહેરની ન હતી, એટલે છુપા ચાલતા કસાઈખાનાઓમાં પબ્લીક હિંદુઓનો અને જૈનોનો સહકાર નહોતો. પરંતુ આજે ૩૬૪ દિવસની ૨૩
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy