SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ બે ઘડી હોય છે. કેમકે-પછી તો નોમ વિગેરે બેસી જાય છે. તેથી સંપૂર્ણની વિરાધના થાય છે. કેમકે- તે પૂર્વ દિનમાં હોય છે. હવે જે પચ્ચક્ખાણની વેળાએ જોવાય, તો પૂર્વ દિનમાં બન્ને ઠેકાણે પણ છે-પચ્ચક્ખાણના વખતે છે, અને આખા દિવસમાં પણ છે. માટે સારું આરાધન થાય. ઉત્તર :— હાથે પૂર્વા તિથિ: ાવા, વૃદ્ધો ા તથોત્તા = “ક્ષયમાં પૂર્વલી-એટલે પહેલાની પર્વતથી કરવી, અને વૃદ્ધિમાં ઉત્તરા એટલે બીજી પર્વતથી કરવી.” આ પ્રમાણે ઉમાસ્વાતિવાચકજીનું વચન છે. તો તે વચન પ્રમાણથી (લૌકિક ટિપ્પણામાં ) વૃદ્ધિતિથિ આવે, ત્યારે બીજી તિથિ (પર્વતિથિ હોવાથી, લૌકિક ટિપ્પણામાં) અલ્પ હોય છતાં માન્ય કરવી. ॥ ૩-૫૩૩ ॥ પ્રશ્ન: ઉત્તરાધ્યયન સૂત્રની ચૌદ હજારી ટીકામાં ૧૩૧મા પાને ખોળનું ફાળવ આ બે વિશેષણો શિષ્યના કહ્યા છે, તો એક સાધુને અને બીજું શ્રાવકને શી રીતે લગાડાય છે? ઉત્તર :— મન, વચન, કાયાનો વ્યાપાર તે યોગ ક્લેવાય અને ઉપધાન એટલે તપવિશેષ છે, તે બંનેય વિશેષણો સાધુઓનાજ કહ્યા છે. શ્રાવકોને તો જે ઉપધાન વહન કરાવાય છે, તે મહાનિશીથ સૂત્રના અક્ષરોથી કરાવાય છે. ॥ ૩-૫૩૪ ॥ પ્રશ્ન: સેચનક હસ્તીએ ગુપ્ત ખાઈ કેવી રીતે જાણી ? ઉત્તર :—ગુપ્ત ખાઈ સેચનક હાથીએ વિભંગશાને કરી જાણી. એમ હૈમવીર ચરિત્રમાં કહ્યું છે. ॥ ૩-૫૩૫ ॥ પ્રશ્ન: દ્રોણનું માન કેટલું ? ઉત્તર: " — ચાર કુડવોએ એક પ્રસ્થ થાય; ચાર પ્રસ્થોએ એક આઢક થાય, ચાર આઢકોએ એક દ્રોણ થાય. આ બાબતમાં નામમાલા ટીકામાં “કુડવ એટલે બે પસલી” એમ વ્યાખ્યા કરી છે. માટે તે અનુસારે જે થાય, તે દ્રોણનું માન જાણવું. પરંતુ “આટલા મણપ્રમાણ દ્રોણ” એમ કોઈ ઠેકાણે સ્પષ્ટ થયું હોય તેમ સાંભરતું નથી. ॥ ૩-૫૩૬ ॥ પ્રશ્ન: કલ્પસૂત્ર વંચાતું હોય ત્યારે પડખે અસજ્ઝાય થઈ હોય, અને તે
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy