SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૩ હોય, તો માંડવીનાં સાત આયંબિલો કરાવી શકાય? કે નહી? ઉત્તર:–-દશવૈકાલિકના યોગ થઈ ગયા હોય, તો પણ વડી દીક્ષા થયા સિવાય માંડલીનાં આયંબિલો કરાવી શકાય નહિ. યોગવિધિમાં પણ તેમજ કહેલ છે. આ ૩-૪૭૦ છે. પ્રશ્ન: ગ્રીષભદેવ ભગવાન સાથે મોલમાં ગયેલા ૪ લાખ પૂર્વના આયુષ્યવાળા ૯૮ પુત્રોના આયુષ્યનું અપવર્તન કેવી રીતે થયું? ઉત્તર: બાહુબલિની પેઠે જે તે ૯૮ પુત્રોનું આયુષ્ય ૮૪ લાખ પૂર્વ પ્રમાણ કોઈ ગ્રંથમાં કહ્યું હોય, તો તેઓના આયુષ્યનું અપવર્તન હરિવંશકુલમાં ઉપજવું, યુગલિયાના આયુષ્યનું અપવર્તન વિગેરે થયું તે મુજબ આશ્ચર્યમાં સમાઈ જાય છે, તેથી કોઈ દોષ નથી. ૩-૪૭૧૫ પ્રશ્ન: સાધુ શ્રાવકને ઘેર જઈ બેસીને ગોચરી વહોરે? કે નહિ? ઉત્તર:-કારણ વિના સાધુ ગૃહસ્થને ઘેર બેસીને આહાર-પાણી વહોરે નહિ; કેમકે દશવૈકાલિક છઠ્ઠા અધ્યયનમાંतिहमण्णयरागस्स, निसिज्जा तस्स कप्पइ। जराए अभिभूयस्स, गिलाणस्स तवस्सिणो॥. . . “ખૂબ જ વૃદ્ધ થઈ ગયેલ ગ્લાન અને તપસ્વી આ ત્રણમાંથી કોઈને ગોચરી લેતાં બેસવું હોય, તો કલ્પે” એમ કહ્યું છે. ૩-૪૭રા :જ પોસહના દિવસે શ્રાવક પ્રતિક્રમણ કરી દેવ વાંધીને પછી પોસહ ઉચ્ચરે, આ તો કહ્યું? કે નહિ? ઉત્તર:-પોસહ સવારે કાલવેળાએ ઉચ્ચરી, પછી પ્રતિક્રમણ કરી, દેવ વાંદે, એમ વિધિ છે. કાલાસિકમ વિગેરે કારણોથી તો દેવ વાંદીને પોસહ - લઈ શકે છે. જે ૩-૪૭૩ . પ્રશ્ન: પરવાળા વિગેરેની નવકારવાળી સ્થાપીને પ્રતિક્રમણ કરવું ઘે? કે નહિ? ઉત્તર:-સુતરની નિશ્ચલ મણકાવાળી નવકારવાળી સ્થાપીને પરંપરાથી કિયા કરતી દેખાય છે. ૩-૪૭૪ . પુન: સાધુને દિવસમાં સાત વખત ચૈત્યવંદન કરવા કહ્યા છે, તેમાં બે ચૈત્યવંદન પ્રતિક્રમણમાં બતાવ્યા, તે કયા કયા સ્થાને કરાય છે?
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy