SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યારે આજે યાંત્રિક વાહનો થતાં અને લોકોમાં બેકારી ફ્લામાં પાંજરાપોળના ખર્ચને ન પહોંચી વળવાના કેટલાક દાખલા બનતાં તેને ઈરાદાપૂર્વક “કસાઈ ખાનાની ઉપમા આપી, ખેતરો રાખી, ઘાસ ઉગાડી, દૂધ વેચી નિભાવ કરવો” વિગેરેથી ધંધાદારીને રસ્તે ચડાવી દઈ તેની દયામયતા ફેરવી નાંખવાના પ્રયાસ થાય છે. પશુ ઉચ્છેર પ્રજાએ ધંધાની દષ્ટિથી કરવો જોઈએ. નહીં કે દયાની ષ્ટિથી. અને નબળાની રક્ષા દયાની દષ્ટિથી થવી જોઈએ. પાંજરાપોળો ખર્ચને ન પહોંચી શક્તી હોય તો તેનો મૂળ રોગ યાત્રિક ધંધા છે. પાંજરાપોળોને દૂધાળા ઢોર ઉચ્છેરની ધંધાદારી પશુ શાળાઓ બનાવવા માટે તેને સાર્વજનિક બનાવરાવી હાથમાં રાખવાની ગોઠવણ કરવામાં આવી છે. દયાનું સાચુ ઝરણું રંધાવાનો ભય ઉત્પન્ન થયો છે. તેમજ મહાજનની અસરથી આખા દેશમાં જીવદયા જુદા જુદા સ્વરૂપમાં પળતી હતી, અને આજે પળે છે. આખા દેશના હિંદુ રાજાઓનો મોટો ભાગ મહિના મહિના સુધી લગભગ પર્યુષણા જેવા પર્વોની આસપાસ જીવદયા પળાવે છે. એટલી મહાજનની [પ્રજાની] અસર છે. અર્થાત્ મહાજનની અસર આડે જીવદયાની બાબતમાં રાજ્યના કાયદાઓ આવી શક્તા નથી. કેમકે-પ્રજાને માન આપવાની રાજ્યસંસ્થાની ફરજ છે. ત્યારે મુંબઈ-જીવદયા મંડળી અને તેને અનુસરતી સંસ્થાઓ : (૧) સમસ્ત મહાજનની પરવાનગી વિના જીવદયાની બાબતમાં રાજ્યના હિંસા પોષક કાયદા આડે આવે, તો આવવા દેવાનું ગર્ભિત રીતે કબુલી લે છે. (૨) લંડનમાં સ્થપાયેલી હ્યુમીનીટી લોજ નામની સંસ્થાની પેટા શાખા જેવી એ સંસ્થા છે. (૩) તેણે આપણી પાંજરાપોળો ઉપર ટીકા કરનારો ઠરાવ કર્યો છે. (૪) માનવદયાને ઉત્તેજન આપવાની નીતિ સ્વીકારીને બીજા પ્રાણીઓની દયા પાળવાનો સિદ્ધાંત ગર્ભિત રીતે ઢીલો ર્યો છે. (૫) મનુષ્યોની સગવડ માટે કુતરા, રખડતાં ગધેડાં-ગાયો કે બીજા ઢોરો પક્ષીઓ-વાંદરા-હરણ-રોજ-માકડ-ચાંચડ-મચ્છર તીડ-કાતરા વિગેરે જંતુઓનો નાશ કરવાના ઠરાવોને અનુકૂળ વાતાવરણ ફેલાઈ રહ્યું છે, તેવા આજના જમાનાના આદર્શને લગતા રાજ્યના કાયદાની દેશ ઉપર થતી અસર એ મંડળી અટકાવી શકતી નથી. અને તેનાથી વિશ્વાસમાં રહીને મહાજન પણ કાંઈ કરી શકે નહીં. (૬) ખેતીવાડી કૉલેજમાં અને ખાસ ઉગાડવામાં આવેલા તાલીમ વર્ગોમાં ખેતીને નુકશાન કરનારા ગણાતા તીડ, કાતરા, ઉંદર, વિગેરેને મારી ૨૧
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy