SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૯ સ્થિતિ ઘટે, ત્યારે સર્વવરિત પામી શકે છે,” એમ પ્રવચન સારોદ્ધારની ટીકામાં કહ્યું છે. ॥ ૩-૪૨૪ ॥ પ્રશ્ન : ગૃહસ્થોએ દહિં, ચોખા વિગેરે સાથે એકમેક ક્યું હોય, તો તે દિવસે બીજા પહોરે નિવિયાતું થાય? કે નહિ? તેમજ દૂધ પણ રાંધેલા કુરીયા વિગેરે સાથે એકમેક કર્યું હોય; તો તે નિવિયાતું થાય? કે નહિ ? ઉત્તર :— કુરીયા સાથે એકમેક કરેલું દહિં કરંબારૂપ થઈ જાય છે, તે બે ઘડી પછી નિવિષાતું થાય છે. અને જે દૂધ અથવા હિં સુદ્ધ હિ વસ્તુતે-આ ગાથા અનુસાર કુરાદિ મિશ્ર કરાય છે તે, ભાષ્યની અવસૂરિના વચનથી વાસી થઈને નિવિયાતું થાય છે. ॥ ૩-૪૨૫ ॥ પ્રશ્ન: મહાગિરિ અને સુહસ્તિ સ્વામીના નામની પહેલાં ક્યા કારણથી આર્ય શબ્દ જોડાયો છે? ઉત્તર :— સ્થૂલભદ્રસ્વામીએ બે શિષ્ય કર્યા, એક આર્ય મહાગિરિજી અને બીજા આર્ય સુહસ્તિજી. તૌ ફ્રિ યાર્નયા વાત્ત્વાલપિ માન્નેવ પાણિતો હત્યાપિપલી ખાતી, મહાભિતિ-મુહસ્તિનૌ શા “તે બન્નેયને યક્ષા આર્યાએ બાલપણાથી પણ માતાની જેમ પાળ્યા, તેથી તેમના નામ પહેલાં આર્ય શબ્દ જોડાય છે, આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તિ સ્વામીજી કહેવાય છે.” એમ પરિશિષ્ટ પર્વમાં કહ્યું છે. ૫૩-૪૨૬॥ પ્રશ્ન જેણે પંદર કર્માદાનનું પચ્ચક્ખાણ કર્યું હોય; તે અનાજ, નાલિએર વિગેરે ફળ, ગળી, હડતાળ, અને પશુઓનો વેપાર કરે, તો તેને નિયમનો ભંગ થાય ? કે નહિ? તથા સદ્દાલપુત્ર વિગેરે શ્રાવકોને કર્માદાનનો સંભવ છે? કે નિષેધ છે? ઉત્તર :— ધાન્ય વિગેરેનું જે પ્રમાણ રાખ્યું હોય, તેના ઉપરાંત જે વેપાર કરે, તો ભંગ થાય છે. નહિંતર થતો નથી. તેમજ સફાલપુત્ર વિગેરે શ્રાવકોનું પરિમિતપણું હોવાથી અંગારા વિગેરે કર્મ કરે છે, છતાં તેની કર્માદાન સંજ્ઞા નથી એમ વૃદ્ધપુરુષનું વચન છે. ॥ ૩-૪૨૭ ॥ પંચ ઉપવાસી શ્રાવક સાંજે સામાયિક ઉચ્ચરી મુહપત્તિ પડિલેહી પચ્ચક્ખાણ કરે કે 'બીજી રીતે કરે ? જે મુહપત્તિ પડિલેહી કરતા હોય, તો
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy