________________
૧૧૫
થયા. “આ લખાણથી ૬૦ હજાર પુત્રો ભિન્ન ભિન્ન માતાવાળા જણાય છે. અને ભોજચરિત્રમાં કહ્યું છે કે “સગર ચકવર્તીએ સિંહર્ષિ કેવલીને પૂછયું કે “હે ભગવાન! મારે પુત્ર થશે?” ત્યારે કહ્યું કે-“એકી સાથે ૬૦ હજાર પુત્રો થશે.” ત્યારે ચકવતીએ પૂછયું કે કેવી રીતે?” મુનિએ કહ્યું કે “સમુદાયકર્મના વશથી થશે. આજ રાત્રિએ અધિષ્ઠાયક દેવ એક આંબાનું ફળ તમને આપશે, તે ફળ થોડું થોડું ૬૦ હજાર સ્ત્રીઓને આપવું, તેથી તમામને પુત્રો થશે.” ચક્વતીને તેમજ કરવાનું હતું. પણ રાજ્યના લોભથી એશ્લી પટ્ટાણી જ તે ફલ ખાઈ ગઈ. તેથી જલોદર જેવું તેણીનું પેટ થયું. પૂર્ણમાસ થયા, ત્યારે પ્રસવ થયો, તો મંકોડા જેવડા પુત્રો જનમ્યા. તેઓને ઘીમાં ઝબોળેલા રૂના પોલથી વધાર્યા. તેમાં પહેલો જહનુનામા થયો.” આ લખાણથી સાઠેય હજારની એક માતા છે. અને ૬૦ હજાર એક પેટમાં સમાઈ ગયા, તે દેવશક્તિથી
બન્યું તેમ જણાય છે. ૩-૪૦૮ પ્રશ્નચૌદ પૂવીઓ બે ઘડીમાં અવળા અને સવળા ચૌદ પૂર્વો ગણી લે
છે, તે સ્મરણમાત્રથી ગણે છે? કે-વાણી થકી ગણે છે? ઉત્તર-ચૌદ પૂર્વીઓ બે ઘડીમાં ચૌદ પૂર્વોને તાલ અને હોઠપુટના સંયોગથી
થતા શબ્દોએ કરી ગણે છે તે વાત પરિશિષ્ટ પર્વમાં કહેલ છે: महाप्राणे हि निष्पन्ने कार्ये कस्मिंश्चिदागते । सर्वपूर्वाणि गण्यन्ते सूत्रार्थाभ्यां મુહૂર્તતા “મહાપ્રાણધ્યાન પૂરું થાય ત્યારે કોઈ કાર્ય આવી જાય, તો એક મહતમાં સૂત્ર અને અર્થે કરી ચૌદ પૂર્વે ગણી શકાય છે.” આ લબ્ધિ પણ કેટલાક ચૌદપૂવીને હોય છે, પણ બધાને હોતી નથી,
તે પણ જાણી લેવું. ૩-૪૯ પ્રશ્ન: સચિત પાણી, લાડવા વિગેરે, સચિન અને વિકૃતિમાં ગણાય? કે
દ્રવ્યમાં ગણાય? ઉત્તર:-શ્રાદ્ધવિધિમાં “સચિત્ત અને વિકૃતિ વજીને, જે મુખમાં નંખાય છે,
તે દ્રવ્યમાં ગણાય છે.” આમ કહેલ હોવાથી પ્રાસુક પાણી, ગરમપાણી, ચોખાનું ધોવાણ વિગેરે અચિત્ત હોવાથી દ્રવ્યમાં તેની ગણતરી કરાય છે. તેમજ એક જ દ્રવ્યમાં પણ પોલી, ક્ષોભિત પોલી, લહસૂઇ, સાતપડી, ગડદા વિગેરેમાં ભિન્ન નામો અને ભિન્ન રસો હોવાથી, તે બધા જુદા જુદા દ્રવ્યો ગણાય છે. અપ્રાસુક પાણી અને લાડવાદિક તો સચિત્ત