SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ વિગેરેમાં, અને જૈન ધર્મની આરાધનાના ભૂષણભૂતપર્યુષણાપર્વ તથા આયંબિલની ઓળીઓ વિગેરેમાં જેમ બને તેમ વધારે જીવો લાભ લે, તેવા દરેક પ્રકારો શાસ્ત્રમર્યાદા અને સંઘમર્યાદાને અનુસરતા તત્કાલીન સાધનો અનુસાર આકર્ષક બનાવવા જોઈએ. તેના દરેક અંગો બળવત્તર આકર્ષક અને વ્યવસ્થિત બનાવવા પ્રથમથી જ એવા પ્રયાસો ચાલુ રહેવા જોઈએ કે જેથી કરીને ઉપર જણાવેલા ભૂષણો દરેક વખતે વધારેમાં વધારે સારી રીતે શોભી ઉઠે. આગ લાગે ત્યારે કુવો ખોદવા ન બેસાય. ખોટી કૃત્રિમ, અને અમુક વખત પૂરતી કામચલાઉ દેખાવ થાય, તેવો વેગ ન આપતાં ચાલતી સ્થિતિ સ્થાયિ ટકી રહે, તેવી વ્યવસ્થા કરવી. ૩. સામાયિક, પ્રતિક્રમણ, પોસહ, બ્રહ્મચર્ય વ્રત, પૂજાઓ, પ્રતિષ્ઠાઓ, અંજન શલાકાઓ, મહાપૂજાઓ, ઉપધાન વહન, તપોનુષ્ઠાનો, ગુર સામૈયા, સાધર્મિક વાત્સલ્યો, વિવિધ ધર્મારાધકોની ભક્તિ કરનારા ભોજન પ્રસંગો, કિમતી પ્રભાવનાઓ, વિગેરેથી શાસનનું વાત્સલ્ય ચાલુ રહે, તેમાં જ દરેક પોતાના ધનનો સર્વોત્તમ ઉપયોગ માટે, અને તેને માટે સારી રકમો કાઢે, તેવી સાચી અને હિતકારક સમજ આપવાના સાથે સાથે પ્રયાસો થવા જ જોઈએ. ૪. પૂર્વર્ષિ પ્રણીત શાસ્ત્રોના યોગ્યતાનુસાર પદ્મ-પાઠન અર્થચિંતન અને તત્વવિચારણા ભર્યા સંવાદો-તત્ત્વવાદો પ્રશ્નોત્તર વિગેરે નિરંતર ચાલુ રહેવા જોઈએ. ૫. આત્મા, આત્માનું નિત્યત્વ, કર્મ વશ્યતા, તેને કર્મોથી મોક્ષ, તેના ઉપાયો, વિગેરે વિશે એવા સચોટ અનુભવો અને આભાસ પ્રજામાં ઉત્પન્ન કરવા જોઈએ કે-ભવ નૈન્ય અને સમ્યકત્વના શમ સંવેગાદિ લક્ષણો સરસ રીતે પોતાનામાં કેળવવા પ્રજા તૈયાર રહે. આધુનિક વિજ્ઞાન તરફ તેનું મન જરા પણ ન લલચાય, ઉલટું ધર્મ અને આત્મકલ્યાણકર તત્ત્વો તરફ સહજ સિદ્ધ વલણ રહ્યાજ કરે, એવા હસ્તામલકવતુ અનુભવ કરાવી દેવા જોઈએ. ચિત્તમાં એક મોક્ષની જ અભિલાષા રમતી થવી જોઈએ. એ જ જીવનનો આદર્શ, તે જ સિદ્ધિ, તે જ સર્વસ્વ, અને તે જ પ્રગતિ સમજાઈ જવી જોઈએ ૬. હાલની કેળવણી, હાલનું વિજ્ઞાન, હાલની પ્રાચીન શોધખોળ, હાલના કેટલેક અંશે ખોટા ઈતિહાસ ભૂગોળ, હાલનું અર્થશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર વિગેરે મોક્ષમાર્ગથી અવળે લઈ જનારા તત્ત્વો પ્રજાને તુચ્છ અહિતકર લાગે, તેવી રીતે વાસ્તવિક સત્ય છે, તે સમજાવવું જોઈએ. ૭. સર્વધર્મ સમભાવ અને સર્વના તત્ત્વ સમજવાની વાતો, તેવા પુસ્તકો, તેવા ઉપદેશો પ્રજા ન સાંભળે, ન વાંચે તે ઈચ્છવા જેવું છે. કેમકે તેમાં પરિણામે કશો વાસ્તવિક સાર નથી. હાલની સાહિત્ય સંસ્થાઓ. કરતી લાયબ્રેરી. ટાઉનહોલના ભાષણો વિગેરેને ઉત્તેજન આપવું એટલે આર્ય પ્રજાની બુદ્ધિને ૧૯
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy