SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ એ થયો કે-જેમ દેવીઓને જુદાં વિમાન હોતાં નથી, પરંતુ મૂલ વિમાન સંબંધીનો એક ભાગ, જે પોતાની ઉત્પત્તિને યોગ્ય હોય છે તેને વિમાનપણે જણાવ્યો. તેવી રીતે સામાનિક દેવોને પણ શાકવિમાન સંબંધીનો તેની પ્રભુતાએ કરી નિયમિત કરેલો એક ભાગ તેના વિમાનપણે કહેવાય. તેમાં દૂષણ આવતું નથી. વળી જિનેશ્વરના જન્મમહોત્સવ વિગેરેમાં શકઈંદ્રનું સિંહાસન અને તેની અગ્રમહિષીઓનાં સિંહાસન જેમ મૂકાય છે, તેમ તેઓને લાયક સામાનિક દેવોનાં સિંહાસનો પણ મંડાય છે. તે ઉપરની બાબતને વ્યક્ત કરે છે. વળી,જો તે સામાનિકદેવો શકવિમાનમાં વસવાવાળા ન હોય, તો તેઓના સિંહાસને શકવિમાનમાં જે માંડવામાં આવે છે, તે કેમ બને? આ પણ પોતાની બુદ્ધિએ વિચારી લેવું. તેથી સયંસિ વિમાળંસિ આવો પાઠ જોઈને તે બાબત મુંઝાવું નહિ. માટે વિમાનના અધિપતિ દેવો સમકિતી હોય છે, આ બાબત આગમ પ્રમાણથી સિદ્ધ થયેલી છે, અને આગમની યુક્તિથી પણ સિદ્ધ થાય છે, તેથી તે પ્રમાણ કરવી જ. વળી પંચ વસ્તુમાં કહ્યું છે કે:- તેવી રીતે વ્યાખ્યાન કરવું કે-જેમ જેમ તેનો બોધ થાય. આગમ સંબંધી બાબત આગમે કરી પુષ્ટ કરવી, અને યુક્તિ-ગમ્ય હોય, તે યુક્તિથી જણાવવી. વળી, વિશેષ સમજવાનું એ છે કે-ચંદ્રવિમાનમાં ચંદ્ર ઉત્પન્ન થાય છે, અને તેના સામાનિક દેવો, આત્મરક્ષક દેવો વિગેરે પણ તેમાં ઉત્પન્ન થાય છે. આ વાત ચંદપન્નત્તિના અઢારમા પાહુડાની ટીકાના છેડાના ભાગમાં છે. માટે સંગમક દેવ જુદા વિમાનનો અધિપતિ નથી, એમ નિર્ણય થઈ શકે છે. માટે વિમાનના અધિપતિ દેવો સમકિતીજ છે, તે વ્યવસ્થિત થાય છે. II૩-૩૮૬ા પ્રશ્ન: સમવસરણમાં પુષ્પો વૈક્રિય હોય ? કે ઔદારિક હોય ? ઉત્તર :— સમવસરણમાં ફુલો પાથરવામાં આવે, તે વૈક્રિય હોય છે, અને જલ, સ્થલ થકી ઉપજેલા ઔદારિક પણ હોય છે, એમ સમવાયાંગ સૂત્રની ટીકા વિગેરેમાં કહ્યું છે, તે જાણવું. ॥ ૩-૩૮૭ ॥ પ્રશ્ન: પાંચ વિગઈનો ત્યાગ હોય તેને ગોળ ભેળવેલું ચુરમું બે ઘડી પછી કલ્પે કે નહિ ? ઉત્તર :— પાંચ વિગઈના ત્યાગીને ગોળ ભેળવેલું ચુરમું તે આખો દિવસ કલ્પે નહિ.૩-૩૮૮॥
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy