SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ - ૯૯ કે અધિકપણું નથી. ૩-૩૬રા. * સચિત્તના ત્યાગીને કારણ પડયે રાત્રિમાં પાણી પીવાની જરૂર પડે, તો અચિત્ત પાણી પીવે? કે સચિન પીવે? ઉત્તર:-સચિત્તના ત્યાગવાળાને કારણ પડયે રાત્રિએ પાણી પીવું પડે, તો ઉનું પાણી જ પીવે. ૩-૩૬૩ , yw: પડિલેહ્યા વિનાના સ્થાપનાચાર્ય પાસે, અને ફક્ત ચોલપટ્ટાનું પડિલેહણ કર્યું છે, તેવા ગીતાર્થ ગુરુ પાસે, કાના સંબંધીના ઈરિયાવહિયા કરવા હોય તો કલ્પે? કે નહિ? ઉત્તર:-ગીતાર્થ ગુરુ પાસે તમામ ક્વિાના ઈરિયાવહિયા કરવા કલ્પે છે. ૩-૩૬૪ - પ્રાભગવતી સૂત્રમાં બતાવેલ ત્રિવિધ ત્રિવિધ પચ્ચકખાણવાળા પડિમાધર શ્રાવકે પડિલેહેલા સ્થાપનાચાર્ય પાસે સાધુઓને ઈરિયાવહીયા વિગેરે અનુષ્ઠાન કરવું સૂઝે? કે ફક્ત ઈરિયાવહિયાજ કરવા સૂઝે? ઉત્તર:-પડિમાધરના સ્થાપના પાસે સાધુને ફક્ત ઈરિયાવહિયા કરવી સૂઝ, બીજું નહિ. ૩-૩૬૫ પ્રશ્ન: ગુરુ પાસે ઉપધાન વિગેરે ક્રિયા કરનાર શ્રાવક સ્થાપનાની વચ્ચે અને ગુરની વચ્ચે, પંચેન્દ્રિયની આડ પડતી હોય, તો આગળ ખસે? કે નહિ? ઉત્તર:–આડ પડતી હોય તો બચાવવા આગળ ખસી શકે છે. ૩-૩૬દા પ્રશ્ન: સીતા જનકરાજાની પુત્રી છે? કે રાવણની પુત્રી છે? ઉત્તર: ઘણા ગ્રંથોમાં જનકરાજની પુત્રી બતાવી છે, અને વસુદેવ હીડિમાં રાવણની પુત્રી બતાવી છે. ૩-૩૬ળા પ્રશ્ન: પહેલા અને છેલ્લા તીર્થંકરના શ્રાવકોને જુદા જુદા રંગવાળી મુહપત્તિ રાખવી કહ્યું? કે નહિ? ઉત્તર:-પહેલા અને છેલ્લા તીર્થંકરના શ્રાવકોને ધોળી મુહપત્તિ કહ્યું છે, અને મધ્યમ જિનના શ્રાવકોને પાંચે ય રંગવાળી પણ કહ્યું છે. ૩-૩૬૮ દે દીશિત થયેલા પંદરસો તાપસોને ગૌતમસ્વામીજીએ લબ્ધિ થકી દૂધપાકે પારણું કરાવ્યું તે દૂધપાક વૈક્રિય હતો? કે નહિ?
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy